________________
શાસનપ્રભાવક
૨૫૨ એટલી ભાત્પાદક, હૃદયંગમ અને મધુર હતી કે ખુદ પૂ. આચાર્યશ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ પિતે સં. ૨૦૦૦ના ચોમાસામાં પફબી-માસી સાંવત્સરિક પ્રતિક્રમણમાં તેમની પાસે બૃહત્ક્રાંતિ લાવતા હતા અને ખાસ કરીને અજિત-શાંતિ-રતવનું ગાન કરાવતા હતા. એ જ રીતે, વ્યાવહારિક અભ્યાસમાં પણ તેઓ દરેક ધોરણની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થતા હતા.
આ રીતે બાલ્યકાળમાં જ્ઞાનપ્રાપ્તિમાં તેજસ્વિતા ધરાવતા અને શ્રમણભગવંતોના સતત સમાગમમાં રહેતા હતા. વિ. સં. ૨૦૦૦માં દર્ભાવતીમાં ચાતુર્માસ કરવા માટે પધારી રહેલા પૂ. આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજ્યપ્રતાપસૂરીશ્વરજી મહારાજ, પૂ. પંન્યાસ શ્રી ધર્મવિજ્યજી (પછીથી આચાર્યશ્રી) મહારાજ, પૂ. મુનિવર્ય શ્રી યશોવિજ્યજી (હાલ આચાર્યશ્રી) મહારાજ આદિ સમુદાયના દર્શને તેઓ પિતાનાં દાદીમા મણિબહેન વગેરે સાથે ખંભાત પાસે પીટલી ગામે વૈશાખ સુદ ૧૩ને દિવસે ગયા ત્યારે પૂ. પં. શ્રી ધર્મવિજયજી મહારાજના પ્રથમ દર્શને જ આકર્ષણ પામીને અત્યંત પ્રભાવિત બની, ભાવનાથી વાસિત બન્યા. અને તે પછી તેઓશ્રીને સમાગમ વધુ ને વધુ નિકટ અને પ્રભાવક બનતાં નાની વયે-કુમાર વયે જ સંયમના માર્ગે જવાની અભિલાષા સેવવા લાગ્યા. અને સંયમની લગની લાગતાં, ગુજરાતી શાળાના ૬ ધોરણના શિક્ષણ પછી. લગભગ ૪ વર્ષ પૂજ્યની છાયામાં સાથે રહીને ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં પાદવિહાર દ્વારા ફરીને અનેક ગામ-નગર-તીર્થોની યાત્રાએ સાથે ધર્માભ્યાસ કરવા દ્વારા સંયમની કેળવણી લઈને, દીક્ષા માટે તત્પર બનતાં, તેમને વિ. સં. ૨૦૦૪ના ફાગણ સુદ બીજના રાજકોટ પાસેના ત્રંબા મુકામે પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મવિજયજી મહારાજે દીક્ષા આપી અને મુનિશ્રી સૂર્યોદયવિજ્યજીના નામે જાહેર કરી મુનિવર્ય શ્રી યશોવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી યાનન્દવિજયજીના શિષ્ય બનાવ્યા.
દીક્ષા પછી પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી વિધર્મસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીનું આદર્શ જીવનઘડતર કરવા માંડ્યું. પરિણામે જ્ઞાને પાસના, ગુરુભક્તિ, સેવા સુશ્રષા, વિનય, વિવેક, સમર્પિતતા, મધુરતા, કાર્યતત્પરતા, કુશાગ્રતા આદિને સુમેળ સધાતાં સોનામાં સુગંધ ભળે” તેમ, તેઓશ્રી સૌના જાણીતા અને માનીતા પણ બની ગયા. પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રીના નિકટતમ અને એકનિષ્ઠ અખંડ ગુરુકુલવાસના કારણે તેઓશ્રીની પરમ કૃપાથી, તીવ્ર રુચિ અને તેજસ્વી બુદ્ધિપ્રભા સાથે પ્રબળ પુરુષાર્થથી મુનિશ્રી સૂર્યોદયવિજયજી મહારાજને ધર્મશાસ્ત્રાદિને અભ્યાસ ઊંડો અને વ્યાપક બન્યા. તેઓશ્રીની પારગામી પ્રજ્ઞાએ અતિ અલ્પ સમયમાં ચમકારા દર્શાવવાનું શરૂ કરી દીધું. માત્ર દિવસમાં પકખસૂત્ર અને ૧ દિવસમાં ગુણસ્થાનકમાહ સંસ્કૃત પ્રકરણ કંઠસ્થ કરી લીધું હતું. આગળ પ્રગતિ કરતાં તેઓશ્રીને પ્રકરણે, ભાળે, કર્મગ્રંથ, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્વાર્થાધિગમસૂત્ર તેમ જ એનાં સ્વપજ્ઞ ભાષ્ય, ટીકાઓ વગેરે ધર્મગ્રંથને પ્રૌઢ અને ગંભીર અભ્યાસ પૂ. યુગદિવાકર આચાર્યદેવશ્રી પાસે કર્યો. ઉપરાંત, વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય, તર્ક, ન્યાય, કેષ, છંદ, આદિને વિશદ અભ્યાસ કર્યો. આ અભ્યાસ તેઓશ્રીએ ષડ્રદર્શનના પ્રકાણ્ડ વિદ્વાન પંડિતવર્ય શ્રી ઈશ્વરચંદ્રજી વગેરે પાસે કરીને તે તે વિષયોમાં પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org