________________
૨૫૦
શાસનપ્રભાવક
પૂજ્યશ્રીની નિશ્રામાં અવિસ્મરણીય શાસનકાર્યો થયાં છે. સં. ૨૦૧૯માં પૂ. દાદાગુરુ સાથે કપડવંજથી કેશરિયાજી છ’રી પાલિત પદયાત્રા સંઘ, મુંબઈથી સમેતશિખરજીની કઠિન યાત્રા, કચ્છપ્રદેશની સંપૂર્ણ યાત્રા, ગુજરાત-સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં તીર્થોની યાત્રા, સં. ૨૦૩૪માં પૂ. ગુરુદેવે કાઢેલ મુંબઈથી શત્રુંજ્ય-ગિરનારજીના યાત્રા સંઘ સાથે યાત્રા, ગિરિરાજ શત્રુંજયની નવાણું યાત્રા, સં. ૨૦૩૦માં મુલુંડ શહેરમાં મહાવીર ભગવાનના ૨૫૦૦મા નિર્વાણદિનની અતિ ભવ્ય ઉજવણું પુસ્તક પ્રકાશન, સાધર્મિક ભક્તિ, ગુરુભક્તિ, આયંબિલખાતું, અનુકંપાદિ મહાપુણ્યક્ષેત્રોનું હજાર રૂપિયાને સદ્વ્યય કરાવી પિષણ કર્યું, અનેક ભવ્યાત્માઓને પ્રત્રજ્યા પ્રદાન કરી. આ સર્વે તેઓશ્રીનાં યાદગાર કર્યો છે. પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે સં. ૨૦૩૫માં પાલીતાણામાં ગણિ-પંન્યાસપદ અને ઉપાધ્યાયપદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યાર બાદ સં. ૨૦૩૭માં મુંબઈ–બોરીવલીમાં ઉપધાન તપની ભવ્ય માળ પ્રસંગે મહા વદ બીજને પાવન દિને ૨૫-૩૦ હજાર માનવમેદની વચ્ચે પૂ. ગુરુદેવે પરમેષ્ઠીના તૃતીયપદે–આચાર્યપદે આરૂઢ કર્યા. ત્યાર બાદ, પૂજ્યશ્રી દ્વારા અનેક શાસનપ્રભાવક કાર્યો થતાં રહ્યાં છે. સં. ૨૦૪૦ થી ૨૦૪૩ દરમિયાન બિહાર-બંગાળ-મધ્યપ્રદેશમાં જિનશાસનને જયધ્વજ લહેરાવ્યો. અનેક કલ્યાણક ભૂમિએની સ્પર્શના કરી છે. આમ, પૂ. આચાર્યશ્રી વિજયકનકરત્નસૂશ્વરજી મહારાજના વરદ હસ્તે ગુજરાત-મહારાષ્ટ્ર-બિહાર-બંગાળ-મધ્યપ્રદેશ જેવા વિશાળ પ્રદેશમાં અનેકાનેક ધર્મકાર્યો થયાં છે. દિવ્ય દૃષ્ટિ અને ભવ્ય વ્યક્તિત્વ ધરાવતા પૂ. આચાર્યદેવ અનેકવિધ શાસનકાર્યો સંપન્ન કરવા સુદીર્ઘ અને સ્વાથ્યપૂર્ણ જીવન પ્રાપ્ત કરે એવી શાસનદેવને અંત:કરણપૂર્વક અભ્યર્થના અને પૂજ્યશ્રીના ચરણોમાં કેશિઃ વંદના !
પ્રભાવશાળી પ્રવચનકાર પૂ. આચાર્ય શ્રી વિજયમહાનંદસૂરીશ્વરજી મહારાજ
ઐતિહાસિક સંસ્મરણોથી વિખ્યાત દર્ભાવતી-ડભેઈ નગરી તીર્થ સમાન છે, જ્યાં અર્ધ-પદ્માસન સ્થિત શ્યામવર્ણ શ્રી લેઢણ પાર્શ્વનાથ ભગવાનની અભુત અને અલૌકિક મૂર્તિ સૌનાં હૈયાંને ભાવવિભોર કરે છે. આ પુણ્યભૂમિમાં જન્મેલા લગભગ સોએક યુવક-યુવતીઓએ રત્નત્રયી–મુક્તિમાર્ગનો સ્વીકાર કરીને જૈનશાસનની ધર્મધ્વજ ફરકાવી છે. એ પછી પૂ. આ. શ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી મહારાજને જન્મ સં. ૧૯૮૧ના ફાગણ સુદ ૧૪ને દિવસે થયે. માતાપિતાના શુભ સંસ્કારના પ્રભાવે યુવાન વયમાં અનેકવિધ ધર્મસાધના અને ધાર્મિક અભ્યાસ કરવા સાથે સંસારની અસારતા સમજીને, સં. ર૦૦રના માગશર સુદ ને દિવસે અમદાવાદમાં સંયમજીવનને સ્વીકાર કર્યો.
સંયમ ગ્રહણ કર્યા બાદ પૂ. આચાર્યદેવ શ્રી વિપ્રતાપસૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં રહીને સતત જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ અને સંયમજીવનની સાધના કરવાપૂર્વક, જુદાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org