________________
૨૪૮
શાસનપ્રભાવક
શીખવતા. અભ્યાસ પરિપૂર્ણ થતાં, પૂજ્યશ્રીએ ગોડીજીના ઉપાશ્રયમાં જાહેરમાં શતાવધાનને પ્રયોગ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તે સમયે પૂ. ગુરુદેવે જાહેરમાં તેઓશ્રીનું ખૂબ જ ગૌરવ કર્યું હતું. ત્યાર બાદ સં. ૨૦૦૮માં ભાયખલામાં હજારો માનો વચ્ચે બીજીવાર પ્રયોગ કર્યો. ત્યારથી તેઓશ્રી “શતાવધાની” તરીકે વિખ્યાત થયા. સં. ૨૦૧૬ થી ગુર્વાસાને અનુસરી સ્વતંત્ર ચાતુર્માસ કરવા લાગ્યા. સં. ૨૦૧૭માં પ્રવર્તકપદ પ્રદાન કરવામાં આવ્યું. સં. ૨૦૨૬ના માગશર સુદ ૬ને દિવસે શ્રી આદીશ્વરજી જૈન દેરાસર-વાલકેશ્વરના-ઉપાશ્રયે પૂ. આચાર્યભગવંતની નિશ્રામાં અને ચતુવિધ સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું.
પૂ. ગણિવર પિતાના પ્રભાવશાળી વ્યક્તિત્વથી જ્યાં જ્યાં ચાતુર્માસ કરે, ત્યાં ત્યાં જપતષ અને ઉત્સવ-ઉજમણાની લ્હાણી થતી રહે છે. જ્ઞાનની અગાધતા, વાણીની મધુરતા અને વ્યક્તિત્વની વત્સલતાને લીધે પૂજ્યશ્રી જેનસમાજમાં અને પ્રભાવ પાથરે છે. પૂજ્યશ્રીના આ વિકાસમાં પૂ. ગુરુભગવંતને ફાળે વિશેષ છે. શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરતાં તેઓશ્રીની પદવીની યોગ્યતા પાકી ગઈ હતી. સં. ૨૦૩પમાં પૂ. ગુરુદેવ શ્રી યદેવસૂરિજીને પદવી પ્રદાન કરવાને નિર્ણય થયું. “યુગદિવાકર” શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે ગણિશ્રી
જ્યાનંદવિજયજીને પણ આચાર્યપદ આપવાનો નિર્ણય જાહેર કર્યો. માગશર સુદ પાંચમે પાલીતાણા મુકામે, પચીસેક હજાર માણસે અને વિશાળ સંખ્યામાં સાધુ-સાધ્વીસમુદાય વચ્ચે ગુરુ-શિષ્યને સાથે આરૂઢ કરવામાં આવ્યા. આગલા દિવસે વડા પ્રધાનશ્રી મોરારજીભાઈ દેસાઈએ ઉપસ્થિત રહીને સરકાર તરફથી કામળી ઓઢાડી બહુમાન કર્યું હતું, તે ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના છે. ત્યાર બાદ પૂજ્યશ્રી અનેક શાસનકાર્યોમાં વ્યસ્ત રહ્યા છે. સં. ૨૦૩૬ થી ૨૦૪૦માં મુંબઈમાં યાદગાર ચાતુર્માસ કર્યા, પ્રતિષ્ઠા મહોત્સવ અને ઉપધાન તપના અનેરા ઉત્સવ ઊજવાયા. સં. ૨૦૪૧માં માટુંગામાં જીવણ અબજી જ્ઞાનમંદિરે જવલંત ચાતુર્માસ થયું. માટુંગાના ઈતિહાસમાં પ્રથમ વાર આવો ભવ્ય ઉત્સવ થયે. ત્રણથી વધુ જિનબિંબની અંજનવિધિ થઈ. ત્યાર પછી મુંબઈ—ગેવાલિયા ટેક આદિ યાદગાર ચાતુર્માસ થયાં. તે દરમિયાન પાંચ શિખરબંધી અતિ ભવ્ય જિનાલય અને “આરાધના” ઉપાશ્રયનું નિર્માણકાર્ય આરંભાયું અને પૂજ્યશ્રીની પ્રેરણાથી વિશાળ ફંડ એકત્રિત કર્યું. એવા એ મહાતપસ્વી સૂરિપ્રવર શાસનપ્રભાવનાનાં કાર્યો માટે અને સ્વ-પર કલ્યાણની તપશ્ચર્યાઓ માટે સુદીર્ઘ નિરામય જીવન પ્રાપ્ત કરે એવી અંતરની અભ્યર્થના અને પૂજ્યશ્રીનાં ચરણેમાં કેટિશ વંદના !
થયા છેજો આ
IN
SHARUKYA AGAT Shikshesh N, AS // કામ
तीर्थकर - છીપ A ,
देवनी દf
* રા: सम
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org