________________
૧૪
શાસનપ્રભાવક
પંત તેઓશ્રી તૈયાર કરતા હતા. પૂજ્યપાદ સિદ્ધાંતવાચસ્પતિ આચાર્ય શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ન્યાયવાચસ્પતિ આચાર્ય શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજની પરમ કૃપા તેઓશ્રી પર હતી. વિ.સ.૨૦૦૪માં વઢવાણ શહેરમાં શ્રી શાંતિનાથ જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે પૂ. આ. શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજ રાજ રાત્રે પ્રતિક્રમણ બાદ તેમને અનેક પ્રકારે હિતશિક્ષા આપવા સાથે · મ લઘુપ્રક્રિયા 'ના સ્વાધ્યાય કરાવતા હતા. વિ. સં. ૨૦૧૪માં અમદાવાદમાં મુનિસ`મેલન પ્રસંગે પાંજરાપોળમાં હઠીસિંગના ઉપાશ્રયમાં પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ રાજ રાતના ૧૫ મહિના સુધી તેમને વિષયપ્રતિભાસ ’ અને વિષયાભાસ ’ વગેરે ન્યાયપદાર્થી વિશદ રીતે સમજાવતા હતા અને સંમેલન અંગે અનેકવિધ કાચાં-પાકાં લેખનેા તેઓશ્રી પાસે કરાવતા હતા. પૂ. યુગદિવાકર આચાય દેવશ્રીનાં તત્ત્વગ’ભીર પ્રવચને તેએશ્રી નિરંતર આજીવન સાંભળતા હતા. તેના પરિણામે તેઓશ્રીના એધ વિશદ અને વ્યાપક બનતા હતા. પરિણામે તેએશ્રીની અભિવ્યક્તિની કળા અધ્યાપનની જેમ પ્રવચનેામાં પણ સતામુખી બની રહે છે.
આજે સમસ્ત જૈન સંા અને સાધુસમુદાયામાં બુક-પંચાંગા ( ચોપડીપ’ચાંગા ) અવનવી પદ્ધતિએ એસેટ પ્રિન્ટિંગ દ્વારા આકષ ક ઢબે ખૂબ ખૂબ પ્રચલિત–પ્રસિદ્ધ બની ગયા છે પર`તુ સાધુસમુદાયમાં સર્વપ્રથમવાર વ્યવસ્થિત પદ્ધતિએ એને પ્રાર’ભ કરવાનું શ્રેય તેઓશ્રીને ફાળે જાય છે. વિ. સ. ૨૦૧૭માં પૂ. સિદ્ધાંતનિષ્ઠ આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તેઓશ્રીએ સ પ્રથમવાર બુક-પંચાંગનું સુંદર અને આકર્ષક આયેાજન કરીને સ`પાદન-પ્રકાશન કર્યું હતુ. અને તે પછી વર્ષો પ``ત હજારાલાખાની સખ્યામાં એ બુક-પંચાંગાનુ` સપાદન-પ્રકાશન તેઓશ્રી દ્વારા ચાલુ રહ્યું. પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રીની સતત અને અખંડ નિશ્રામાં આજીવન રહેવાના કારણે પૂજ્યશ્રીમાં શાસનપ્રભાવક કાર્યોની સૂઝ–સમજ અને શક્તિસામર્થ્ય પણ એટલાં વિસ્તર્યાં કે તેઓશ્રી પૂ. યુગદિવાકર આચાર્ય દેવશ્રીની છાયારૂપ–એકરૂપ અને શ્રીસંઘના માદક શ્રમણ પણ બની ગયા. આથી જ પૂ. યુગદિવાકરશ્રીના સાંનિધ્યે શાસનપ્રભાવનાનાં અખંડ પ્રવતતાં વિધવિધ કાર્યોમાં તેઓશ્રીનુ તપણુ સદાય વહેતું રહ્યું. એક રીતે તેઓશ્રીએ પૂ. યુગદિવાકર આચાર્ય દેવશ્રીના જીવનકાર્ય માં પેાતાની જાતને અપી દીધી હતી. પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રી તેઓશ્રીને કચારેય સ્વતંત્ર ચાતુર્માસ માટે આજ્ઞા આપતા ન હતા; સદાય પોતાની સાથે જ જીવનના અંતિમ શ્વાસ પત રાખ્યા હતા. તે પછી જ તેએશ્રીએ સ્વતંત્ર ચાતુર્માંસ કરવાને પ્રારંભ કર્યાં. એવા એ પ્રખર વિદ્વાન સૂરિવરને કાટિ ટિ વંદન !
Jain Education International 2010_04
CELE
For Private & Personal Use Only
www.jainelibrary.org