________________
૨૭૦
• શ્રાવરિત તીર્થોદ્ધારક ’,
'
6
Jain Education International 2010_04
કર્ણાટકકેસરી ’, મહાન તપસ્વી,
સમર્થ સાહિત્યારાધક
પૂ. આચાર્યશ્રી વિજયભદ્ર કરસૂરીશ્વરજી મહારાજ
કૃતિથી ભદ્ર'કર....આકૃતિથી ભદ્રંકર....વૃત્તિથી ભદ્રંકર....પ્રકૃતિથી ભદ્રંકર...પ્રવૃત્તિથી ભદ્રંકર....એવા ભદ્રંકર પ્રભાવશાળી વ્યક્તિત્વથી શાભતા, યથાનામગુણ પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યાપાદ આચાર્ય ભગવતશ્રી વિજયલબ્ધિસૂરીશ્વર મહારાજના પટ્ટાલ`કાર ધર્માદિવાકર પૂ. આ. શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર રૂપે સૂર્ય સમાન દીપી રહ્યા છે. ગરવા ગુજરાતની પુનીતપાવન નગરી છાણીમાં સ. ૧૯૭૩ના મહા વદ ૬ને દિવસે તેમના જન્મ થયા. શૈશવમાંથી જ સંયમજીવનના શણગાર સજવાનાં સ્વપ્નાં સેવવા માંડયા. પરંતુ ત્રણ ભાઈઓ વચ્ચે એક જ પુત્ર એટલે દીક્ષાની અનુમતિ મળવી અત્યંત કઠિન બની ગઇ. સામે પક્ષે, તેમને દીક્ષાની ભાવનાની ભરતી એવી ચડે કે હિમાલય જેવા અવરોધ પણ નહિ નડે તેની પ્રતીતિ થાય. એક દિવસ કોઈ સુવર્ણ પળે પ્રત્રજ્યા અંગીકાર કરવાના નિશ્ચય સાથે ઘરમાં કોઈને પૂછ્યા વિના નીકળી પડચા. પૂ. દાદા ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે પાટણ પહોંચ્યા. પૂ. ગુરુદેવશ્રીને પ્રાના કરી કે, દીક્ષા પ્રદાન કરે. સ. ૧૯૮૯ના અષાઢ સુદ ૧૧ના શુભ દિને પૂ. ગુરુદેવે દીક્ષા પ્રદાન કરી અને સ`સારી મામા પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી ભદ્રંકરવિજયજી તરીકે જાહેર કર્યો.
દીક્ષા સાથે જ શિક્ષા ચાલુ થઈ. આરભથી જ અંતરની અવિરામ લગનીથી આઠ– દસ કલાક એકધારું અધ્યયન શરૂ કર્યુ.. કોઈ મળવા આવે તે શોધવા પડે, પૂજ્યશ્રી કોઈ એકાંત માળિયામાં બેઠાં બેઠાં અભ્યાસમાં લીન થઈ ગયા હોય ! પરિણામે ત્રણ જ વર્ષમાં સ'સ્કૃત ટીકા વાંચતા થઈ ગયા. પોતે સંસ્કૃત શ્લોકાની રચના કરવા લાગ્યા. તેથી સમુદાયમાં • પડિત મહારાજ ' તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યા. પૂ. આ. શ્રી ગંભીરસૂરીશ્વરજી મહારાજ તે રમૂજમાં કહેતા કે, ‘આ તે કોઈ કાશીના પતિ લાગે છે ! ' ધર્મ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય આદિમાં અપ્રતિમ નિપુણતા પ્રાપ્ત કરી. આજે વૃદ્ધાવસ્થામાં પણ યુવાનને શરમાવે એટલા ઉત્સાહથી વિદ્યોપાસના કરી રહ્યા છે. રાજ દસેક કલાક વાચન-મનન-લેખન ચાલે જ; પરિણામે તેઓશ્રી અનેક ગ્રાનું સ`પાદન-લેખન-પ્રકાશન કરી શકયા છે. પૂજ્યપાદ શ્રી યશેાવિજયજી મહારાજના ગહન ગંભીર દાનિક ગ્રંથ ‘ અધ્યાત્મસાર ', અધ્યાત્મપનિષદ ’, ‘વિજયાલ્લાસ મહાકાવ્ય પર સરળ, સુગમ અને સુંદર ટીકાએ લખીને સંસ્કૃતના પ્રગલ્ભ અને પ્રખર વિદ્વાન તરીકેની પ્રતિભા સિદ્ધ કરી છે. અત્યારે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના મહાગ્રંથ · લલિતવિસ્તરા ' અને તેની પંજિકા ઉપર ગીર્વાણગિરામાં ટીકા રચી રહ્યા છે. પૂજ્યશ્રીએ - દશવૈકાલિક ’, ‘ ઉત્તરાધ્યયન ’જેવા આગમિક ગ્રથા તેમ જ લલિતવિસ્તરા ’, · તત્ત્વન્યાયવિભાકર ’ જેવા દાનિક ગ્રંથેાના ગુજરાતી અનુવાદો આપી સાહિત્યપસના કરી છે.
.
શાસનપ્રભાવક
For Private & Personal Use Only
ܐ
www.jainelibrary.org