________________
શ્રમણભગવંતે-૨ આવી અખંડ અને અગાધ સાહિત્યસેવા સાથે પૂજ્યશ્રી દૂર-સુદૂરના અનેક પ્રદેશોમાં સતત વિહરતા રહ્યા છે. ગુજરાત, મારવાડ, માળવા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ આદિ પ્રાન્તમાં જિનશાસનની ધર્મત પ્રસરાવી રહ્યા છે, તેના ફળસ્વરૂપે, ચિકમંગલૂર-કર્ણાટકમાં ઘણા સંઘેએ એકત્ર થઈને ઉપધાનમાળા પ્રસંગે પૂજ્યશ્રીને “કર્ણાટકકેસરી”ની પદવીથી વિભૂષિત કર્યા છે. એવી જ બીજી શાસનપ્રભાવના બિહાર, ઉત્તર પ્રદેશ આદિ પ્રાંતેની પણ છે. ઉત્તર પ્રદેશમાં આવેલી શ્રાવસ્તિ નગરી ભૂગોળમાંથી ભૂંસાઈ ગઈ હતી. શ્રી સંભવનાથ પ્રભુની આ કલ્યાણક ભૂમિ પર પૂજ્યશ્રીની પ્રેરણાથી સંભવનાથ ભગવાનનું સ્વર્ગવિમાનસશ્ય વિશાળ સંગેમરમરનું ભવ્ય જિનાલય ખડું કરવામાં આવ્યું અને ઉપાશ્રય-ધર્મશાળા આદિનાં નિર્માણકાર્યો થયાં. આવા મહાન શાસનપ્રભાવનાનાં કાર્યોથી પ્રભાવિત થઈને તેઓશ્રીને સં. ૨૦૧૬ના માગશર સુદ ૬ને દિવસે આંધ્રપ્રદેશના આદેનીમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. તપ-આરાધના અને સાહિત્યસર્જન માટે, વિવિધ પ્રાન્તના વિહારથી જિનશાસનની પ્રભાવના માટે પૂજ્યશ્રીને ચરણે કોટિ કોટિ વંદના !
તા. ક. પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૪૮ના ચૈત્રી ઓળીના દિવસે માં અંકલેશ્વર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
સ્વાધ્યાયપ્રેમી, “શુદ્ધ ઉપયોગના પરમ પુરસ્કર્તા પૂ. આચાર્યશ્રી વિજયજિનભદ્રસૂરીશ્વરજી મહારાજ
| તીર્થપ્રભાવક, નિત્ય ભક્તામરતેત્રપાડી પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન મુનિશ્રી જિનભદ્રવિજ્યજી હતા. તેઓશ્રીએ સમુદાયની ભક્તિને ગુણ એટલે સુંદર અને વિલક્ષણ રીતે વિકસાવ્યો હતો કે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ તેમના વૈયાવચ્ચ ગુણની મુક્તકઠે પ્રશંસા કરતા. આવા મહાપુરુષના જીવનકવનની સુમધુર સુવાસ સમગ્ર વાતાવરણને મઘમઘાટમય બનાવે છે. જગત આજે ભયંકર સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આવાં ચરિત્ર સંસારના તાપને કરવામાં મહા મેઘ સમાં બની રહે છે. પૂજ્ય આચાર્યશ્રી જિનભદ્રસૂરિજીમાં સ્વાધ્યાયપ્રીતિ અભુતપણે પ્રગટી છે અને વિકસી છે. ગમે ત્યારે કઈ પણ વ્યક્તિ તેઓશ્રીના દર્શન-વંદને જાય તે પૂજ્યશ્રીને કઈને કઈ શાસ્ત્ર વાંચતા જ જુએ! “શુદ્ધ ઉપગને ગુણ તેઓશ્રીના બિલોરી કાચ જેવા નિર્મળ જીવનમાં સ્પષ્ટ કરી આવે છે. આશરે પચાસેક વર્ષના સંયમજીવનમાં કોઈ પણ ઉપકરણ બેવાયાને દાખલો બન્યું નથી.
પૂજ્યશ્રીએ જિનધર્મના વિશિષ્ટ વિચારપ્રવાહને બાળપણથી આત્મસાત્ કર્યા અને એ પ્રમાણે જીવનમાં જીવી પણ બતાવ્યા. આવા તપોધમપ્રભાવક આચાર્યો માટે શ્રીસંઘ ગૌરવ અનુભવે છે. પ્રમોદભાવ, અપ્રમત્તતા અને સમદર્શિતાથી શોભતા આચાર્યો જિનશાસનને શણગાર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org