________________
શ્રમણભગવંતો-૨
२६८ નિરાબરી અને નિઃસ્પૃહી ગુણોપેત સંત પૂ. આચાર્યશ્રી વિજયનવીનસૂરીશ્વરજી મહારાજ
શાંત, સરળ, પ્રેમાળ મુખમુદ્રા પૂ. આ. શ્રી નવીનસૂરીશ્વરજી મહારાજને પ્રથમ પરિચય છે. શારીરિક, માનસિક, સામાજિક સંઘ કે લેશોથી મુક્ત રહીને પ્રભુભક્તિમાં જ મસ્ત રહેવું એ પૂ. આચાર્યદેવની વિશિષ્ટતા છે. ગમે તેવી આપત્તિમાં પ્રસન્ન વદને સંઘર્ષોને સામને કરવાની સહજવૃત્તિ પૂજ્યશ્રીનું લક્ષણ છે, જેને લીધે ધર્મધ્યાન-ભક્તિ આરાધનામાં સતત આગળ વધી શક્યા છે. જન્મભૂમિ છાણથી ઉપધાન કરવાના આશયથી સુરત આવેલા; પણ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રવચનમાં પરિપ્લાવિત થઈ સેળ વર્ષની કુમળી વયે જ દીક્ષા અંગીકાર કરી, યુવાન નવીનચંદ્ર મુનિશ્રી નવીનવિજયજી મહારાજ બન્યા ત્યારે કુટુંબીજનેને કલ્પના પણ નહોતી કે તેમનામાં આમ વૈરાગ્યભાવનાનાં અંકુર ફૂટી નીકળશે ! જેમ દીક્ષા ગ્રહણના પ્રસંગમાં પૂજ્યશ્રીની નિરાડંબર અને એકાંતિક વૃત્તિનાં દર્શન થાય છે તેમ તે ગુણ સમગ્ર જીવનચર્યામાં જોવા મળે છે. તેઓશ્રી સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં મૂંગા મૂંગાં વિશાળ શાસનપ્રભાવના કરતા જ રહ્યા છે. દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્ર, મદ્રાસ, મૈસૂર, આંધ આદિ સ્થળમાં પૂજ્યશ્રીનાં ૨૫ થી વધુ ચાતુર્માસ થયાં હશે. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં ધર્મ પ્રભાવનાની લ્હાણી કરતા રહ્યા. ધર્મવિમુખ લોકોમાં સતત વ્યાખ્યાન, વ્રત, આરાધનાઓ દ્વારા તેઓને ધર્માભિમુખ બનાવવાનાં પ્રયત્ન કરતા રહ્યા. ખાસ કરીને, બીજાપુર ક્ષેત્રમાં જૈન ધર્મને જયજયકાર પ્રવર્તાવ્યું. ૬૬ વર્ષની પરિપક્વ વયે પણ અનેરા ઉત્સાહથી અનેક કાર્યો કરતા રહ્યા છે. તેમ છતાં, વિનય-વિનમ્રતા પૂજ્યશ્રીને વિશિષ્ટ ગુણ રહ્યો છે. મુંબઈ બેંગલોર જેવાં મહાનગરમાં ચાતુર્માસ કરવાની શક્તિ હોવા છતાં તેઓશ્રી પાંચ-પંદર ઘર હોય તેવાં નાનકડાં ગામડાંમાં જ ચાતુર્માસ કરવાની તમન્ના રાખતા રહ્યા છે.
પૂજ્યશ્રીની વિનમ્રતાને એક પ્રસંગ અત્યંત પ્રભાવક છે : પૂ. આ. શ્રી વિક્રમસૂરિજી મહારાજ પૂજ્યશ્રીના સંસારી નાનાભાઈ. પૂજ્યશ્રી તેમનાથી દક્ષા પર્યાયમાં પણ મોટા હતા. છતાં આચાર્ય પદવીને પ્રસંગ આવ્યું ત્યારે મુનિરાજશ્રી નવીનવિજ્યજીએ વિનમ્રતાથી કહ્યું કે, “ભાઈ! તમે આચાર્ય પદ ગ્રહણ કરે. મારે એ પદની જરૂરત જ નથી.” આ પૂજ્યશ્રીની મહાનતા હતી. એવા અનેક સગુણથી શોભતા મુનિરાજને અનેક સંઘના અતિ આગ્રહથી આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. તેઓશ્રીના હસ્તે અનેક પુણ્યાત્માઓ દીક્ષા ગ્રહણ કરીને શાસનસેવામાં જયવંતા વતી રહ્યા છે. પૂજ્યશ્રી હસ્તક ઉપાશ્રય, પાઠશાળાઓ આદિની સ્થાપના થઈ છે, તપ-આરાધનાઓ થઈ છે, પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા છે, અનેક શાસ્ત્રગ્રંથનું સંપાદનકાર્ય થયું છે. એવા એ ગુણસંપન્ન આચાર્યદેવશ્રી વિધવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો દ્વારા સંયમજીવનને સમજજવળ બનાવી રહ્યા છે. શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષે એવી અભ્યર્થના ! તેમ જ પૂજ્યશ્રીનાં ચરણમાં કેટિશઃ વંદના!
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org