________________
શ્રમણભગવંત-૨
૨૫૯ સમાચાર મળતાં પૂ. દાદા ગુરુદેવને પંજાબ સ્થિરતા કરવા સંઘે વિનંતી કરી. પણ તેઓશ્રીને વિહાર નિશ્ચિત હોઈ પૂ. શ્રી લબ્ધિવિજ્યજી મહારાજને પંજાબમાં રાખવાને નિર્ણય કર્યો અને પૂ. શ્રી ગંભીર વિજયજી મહારાજ પણ પંજાબમાં રહ્યા. તેથી તેઓશ્રી ૬ વર્ષ પંજાબમાં રહ્યા. અધ્યયન-અધ્યાપનમાં અવિરત પ્રગતિ કરી. પૂ. ગુરુદેવનાં પ્રવચનેને આસ્વાદ માણી પ્રવચનશૈલીમાં પણ પ્રવીણતા પ્રાપ્ત કરી. શાસ્ત્ર, ન્યાય, કાવ્ય, વ્યાકરણ આદિમાં નિપુણતા પ્રાપ્ત કરી. પંજાબમાં ધર્મપ્રચાર કરી પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાથી પૂ. દાદા ગુરુદેવ પાસે ઈડર ઉપસ્થિત થયા. પ્રશિષ્યરત્નની વિદ્વત્તા, સાધના-આરાધના તેમ જ વ્યવહારદક્ષતા જોઈ પૂ. દાદા ગુરુદેવ અત્યંત પ્રસન્ન થયા અને અલગ ચાતુર્માસની અનુજ્ઞા થતાં પૂજ્યશ્રીએ દક્ષિણ ભારત તરફ ધર્મપ્રચાર કરવા વિહાર કર્યો. અંતરીક્ષજીની યાત્રા કરી. અમરાવતી, હિંગનઘાટ, બાલાપુર આદિ સ્થાનેએ ચાતુર્માસ કરતાં હદ્રાબાદ ચાતુર્માસ માટે પધાર્યા. ત્યાં જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. હિંસકદેવીની પૂજા માટે હજારો મૂંગા અને નિરપરાધી નાં બલિદાન દેવાતાં હતાં. એ બંધ કરાવવા માટે પૂજ્યશ્રીએ વિદ્વત્તાપૂર્ણ અને ભાવપૂર્ણ શૈલીમાં પ્રવચન આપ્યાં અને હિંસા બંધ કરાવી. આ કાર્ય સતત ચાલે તે માટે “જીવદયા મંડળી ની સ્થાપના કરાવી અને એ મંડળી દ્વારા ગામેગામ હિંસા વિરુદ્ધ પ્રચાર શરૂ થયે. મદ્રાસ જેનસંઘની વિનંતિથી પૂજ્યશ્રી હૈદ્રાબાદથી મદ્રાસ પધાર્યા. અહીં પણ અનેકવિધ કાર્યો થયાં. પૂજ્યશ્રીની પ્રેરણાને લાભ લઈ સંઘે બાળકને ધર્મસંસ્કાર પ્રાપ્ત થાય તે માટે, શ્રી લબ્ધિસૂરિ જૈન પાઠશાળા અને સર્વને સમ્યકજ્ઞાન પ્રાપ્ત થાય તે માટે શ્રી લબ્ધિસૂરિ લાઈબ્રેરીની સ્થાપના કરી. ઉપરાંત, જીવદયા મંડળી અને પાંજરાપોળ ખેલવામાં આવી. પૂ. ગુરુદેવશ્રીની નૂતન સ્તવન-સજ્જાયો વિશાળ જનસમૂહમાં પ્રસાર પામે તે માટે તે ગ્રંથના પ્રકાશન માટે સ્થાયી ફંડ ઊભું કરવામાં આવ્યું. દાદાવાડીમાં શ્રી સુમતિનાથ ભગવાનના મંદિરમાં ધામધૂમથી ભવ્ય પ્રતિષ્ઠા-મહત્સવનું આયોજન થયું. ત્યાંથી પૂજ્યશ્રી બંગલેર પધાર્યા. ત્યાં પણ શાસનપ્રભાવક ચાતુર્માસ થયું. તેઓશ્રીના વરદ હસ્તે સ્થપાયેલી સુપ્રસિદ્ધ “લબ્ધિસૂરિ જેન ધાર્મિક પાઠશાળા” આજે પણ સુંદર રીતે ચાલી રહી છે. બેંગલોર પછી તેઓશ્રી મૈસૂર ચાતુર્માસ માટે પધાર્યા. મૈસૂરમાં ગાયે જોડીને ખેતી થતી હતી તે બંધ કરાવી. પૂજ્યશ્રીની મંત્રમુગ્ધ કરી દેતી પ્રવચનશૈલીથી આ વિસ્તારની જનતા ખૂબ જ પ્રભાવિત થઈ હતી. તેથી મૈસૂરનરેશ પણ પ્રવચન સાંભળવા અને વંદન કરવા પધાર્યા હતા. આ વિહાર દરમિયાન અન્ય શિષ્ય-મુનિશ્રી સુરેન્દ્રવિજયજી, મુનિશ્રી મહેન્દ્રવિજયજી, મુનિશ્રી અમરેન્દ્રવિજયજી આદિ સાથે હતા. અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થના બે છરી પાળતા સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા હતા. દક્ષિણ ભારતમાં જિનશાસનને જયજયકાર પ્રવર્તાવી ગુજરાતમાં પધાર્યા ત્યારે સં. ૧૯૩માં સૌરાષ્ટ્રમાં શિહોર મુકામે પૂ. આ. શ્રી વિલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પિતાના બંને શિષ્યો ઉપાઠ શ્રી ગંભીરવિજયજી તથા ઉપાઠ શ્રી લક્ષ્મણવિજયજીને આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. એવા એ શાસનપ્રભાવક સૂરિવર શ્રી વિજયગંભીરસૂરીશ્વરજી મહારાજ માળવાના રતલામ નગરમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વંદન હજો એ ઉગ્રવિહારી સૂરિવરને !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org