________________
૨૬૬
અધ્યયન—તપશ્ચર્યામાં દિનપ્રતિદિન આગળ વધતા ગયા. શાસ્ત્ર, જ્યાતિષ, વ્યાકરણ, સાહિત્ય આદિનાં વિવિધ ક્ષેત્રાનું અતુલ જ્ઞાન પ્રાપ્ત કર્યુ. અનેક યેાગામાં વૃદ્ધિ પામતાં વિદ્વાન, ગ`ભીર, શાસનપ્રભાવક મહાપુરુષ બન્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ સવ પ્રકારની યેાગ્યતા નિહાળીને સ. ૨૦૧૧ના માગશર સુદ ૬ને દિવસે સિદ્ધાચલજીમાં પન્યાસપત્તથી વિભૂષિત કર્યા. પદસ્થ બન્યા પછી તેઓશ્રીએ ગુરુભગવ’ત સાથે અનેક શાસ્ત્રગ્રંથાનું સંપાદનકાર્યું અપ્રમત્તભાવે કર્યુ. તેઓશ્રીએ નંદી, અવચરી, વાસુપૂજ્યચરિત્ર, આચારાંગચૂર્ણિ, શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર, હેમમધ્યમવૃત્તિ વ્યાકરણ, ચૈત્યવંદન, હેમધાતુપારાયણ, પાઈઅલચ્છિનામમાલા આદિ અનેક ગ્રંથાનુ` સંપાદન કર્યુ. આ સંપાદનેાનાં પ્રકાશનને લીધે પુજ્યશ્રી ભારતભરમાં એક સમર્થ શાસ્ત્રવેત્તા તરીકે સુખ્યાત બન્યા. લાલબાગમાં અંતિમ ચાતુર્માસ દરમિયાન પુ. દાદાગુરુની તબિયત બગડતાં તુરત જ મુબઈ પહોંચ્યા. પુજ્યપાદ કવિલકરીટ દાદા ગુરુદેવશ્રીની સ`. ૨૦૧૭ના શ્રાવણ સુદ પાંચમે ચિર વિદાય પછી તેઓશ્રી ઉપર સમુદાયની સ` જવાબદારી આવી પડી. પૂ. ગુરુદેવના સ` પ્રભાવ, ભવ્ય વારસો પૂજ્યશ્રીમાં પ્રત્યક્ષ દેખાતા હતા અને પૂજ્યશ્રીએ એ સિદ્ધ પણ કરી બતાવ્યેા.
શાસનપ્રભાવક
પૂજ્યશ્રી સૂરિમંત્રના જાપના અંગ ઉપાસક હતા. તેમણે અખંડ ત્રિકાલ સૂરિમ`ત્રના જાપથી વચનસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેઓશ્રી જે બેલે તે થઈ ને રહે. પ્રદેશે-પ્રાન્ત વિચરી મહાન શાસનપ્રભાવનાએ કરી. સ. ૨૦૨૮માં સિકંદરાબાદથી શિખરજીના અને સં. ૨૦૩૦માં કલકત્તાથી પાલીતાણાના મહાન છરી પાલિત સંઘા કાઢયા હતા. ખંભાતમાં ૧૦૮ માસક્ષમણુ તપશ્ચર્યાં કરાવી. ભરૂચતી ના ઉદ્ધાર કરાવ્યેો. પૂજ્યશ્રીનું અંતિમ ચાતુર્માસ સ. ૨૦૪૦માં અમદાવાદમાં થયું. એચિંતા રોગનો હુમલો થયા. ડોકટરો-વૈદ્યોના ઉપચાર સફળ થયા નહીં. અસખ્ય શિષ્યે--પ્રશિષ્યા-શિષ્યાઓ શ્રાવક-શ્રાવિકાઓના માચ્ચાર વચ્ચે ગુરુદેવના હુંસલા સ્વગગામી થયા. અગણિત ભક્તજનાનાં નયનાને ભીજવી જનારા એ દિવસ હતેા સ. ૨૦૪૨ની દીપાવલીનો, ચારિત્રધર્મની સમર્થ સાધનાના આ સાધકે ભૌતિક સપત્તિના ત્યાગ કરી, આંતરિક નમ્રતા-ક્ષમા-સરળતા-ઉદારતાની જ્ઞાનલક્ષ્મી પ્રાપ્ત કર્મી હતી. તેઓશ્રીમાં વકતૃત્વશક્તિ, કવિત્વશક્તિ, વાદશક્તિ, ધ્યાનશક્તિ અનુપમ અને અદ્ભુત હોવા છતાં સમગ્ર જીવનમાં તેઓશ્રી ગુરુસેવા અને ગુર્વજ્ઞાને પ્રાધાન્ય આપતા રહ્યા. પૂજ્યશ્રીના અતુલ્ય પ્રભાવ શિષ્ય-શિષ્યાઓમાં જ નહી', પણ સામાન્યજન પર પણ અમિટ પડચો. પરિણામે તેઓશ્રી શાસનસેવા સાથે યશનુ સામ્રાજ્ય ફેલાવી ગયા. ધન્ય એ વત્સલમૂર્તિ ! વંદન હજો એ મહાત્માને ! ! !
( સ’કલન : પૂ. આ. શ્રી વિજયસ્થૂલભદ્રસૂરિજી મહારાજ )
Jain Education International 2010_04
For Private & Personal Use Only
तीर्थकर देवनी ધર્મ કેરાની.
समक्ष
www.jainelibrary.org