________________
શ્રમણભગવંતો-ર
૨૩ પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી સતત વિહારમાં પણ તેઓશ્રીને અભ્યાસ કરાવતા હતા. વિ. સં. ૨૦૦૬માં વડોદરાથી મોરબી અને મોરબીથી મુંબઈ સુધીના ૩ મહિનામાં પૂજ્યશ્રીએ તેમને તત્ત્વાધિગમસૂત્રના સ્વપજ્ઞભાષ્યને અભ્યાસ કરાવ્યો હતે. અધ્યયનની આ લીનતાના પ્રભાવે દીક્ષાના પ્રારંભનાં વર્ષોમાં તેઓશ્રીએ કલકત્તા-સંસ્કૃત વિદ્યાલયની વ્યાકરણ, સાહિત્ય અને ન્યાયના વિષયેની પ્રથમા, મધ્યમાં અને તીર્થની તમામ-નવે નવ પરીક્ષાઓ પ્રથમ શ્રેણીમાં પ્રથમ નંબરે પાસ કરીને વ્યાકરણ-સાહિત્ય-ન્યાયતીર્થની પદવીઓ અપૂર્વતા સાથે પ્રાપ્ત કરી હતી. અભ્યાસકાળ દરમિયાન તેઓશ્રીની તીવ્ર તમન્ના અને સતત જાગૃતિ કેવી હતી ? તે દર્શાવવા માટે માત્ર બે જ પ્રસંગનેંધ પર્યાપ્ત છે. વિ. સં. ૨૦૦૮–૯માં વ્યાકરણની પરીક્ષાઓ પ્રસંગે તેઓશ્રી વડેદરા-પાદરામાં સિદ્ધહેમચંદ્ર વ્યાકરણને સૂત્રપાઠસ્વાધ્યાય, અધ્યાય-પાદસૂત્રેના કમાંક પ્રમાણે માત્ર ૧ કલાકમાં મૌનપણે ઝડપથી ધારણું દ્વારા માળાના મણકાની જેમ કરી લેતા હતા. વિ. સં. ૨૦૧૨માં નવસારી પાસે કાલિયાવાડી ગામમાં “ન્યાયમધ્યમા” અને “સાહિત્યતીર્થ” પરીક્ષાઓ વખતે તૈયારી કરવા માટે તેઓશ્રી પોષ વદ ૧૩ થી ફાગણ સુદ ૧૫ સુધી સ્થિરતા કરીને રહેલા ત્યારે માત્ર ૪૭ દિવસમાં રોજના ૧૮ કલાકના સતત સ્વયં અધ્યયન-વાચન-મનન-બેંધ દ્વારા ર૦ પરીક્ષાગ્રંથો સંપૂર્ણ સાંગોપાંગ–ટીકા-વિવેચન-સંક્લના સાથે તૈયાર કરી લીધા હતા, જેમાં પ્રમાણુનયતત્ત્વાલેક, સ્વાદુવાદમંજરી, સાહિત્યદર્પણ, કાદમ્બરી, નૈષધચરિત, શિશુપાલવધ, શાકુંતલ, મુદ્રારાક્ષસ જેવા મહાગ્રંથો પણ હતા. તેઓશ્રીની સિદ્ધહેમશબ્દાનુશાસન, લઘુપ્રક્રિયા, હેમપ્રકાશ, લધુવૃત્તિ, બૃહદુવૃતિ, લઘુન્યાસ, બૃહદ્ન્યાસાનુસન્ધાનાદિ વ્યાકરણવિષયક વિદ્વત્તાની પ્રશંસા કર્ણોપકર્ણ સાંભળીને સં. ૨૦૧૪માં અમદાવાદમાં મુનિ સંમેલન પ્રસંગે આગમવિશારદ પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજે સહજ ભાવે પરીક્ષા કરવા પૂછયું કે, “નેત્રાનન્દકરી...” સ્તુતિમાં રાગદ્વિષાં જિવરી” વિશેષણમાં પછી બહુવચન કેમ પ્રયોજાયું છે? રાગ અને દ્વેષ – બે માટે દ્વિવચન કેમ નહિ?” ત્યારે તેઓશ્રીએ નમ્રતાથી જણાવ્યું કે, “ અહીં “રાગપ્રમુખ દ્વિષઃ ..રાગઢિષસ્તેષાં જિત્વરી” આ રીતે મધ્યપદલોપી કર્મધારય લાગે છે. અને દ્વિધુ શબ્દને અર્થ અહીં માત્ર દ્વેષ નહિ, પણ શત્રુ લાગે છે. એટલે “રાગ વગેરે શત્રુઓને જીતનારી ” એવો અર્થ લાગે છે. આ ભાવની રચના સ્યાદ્વાદમંજરીના મંગલાચરણકમાં “રાગદ્વેષમુખષિાં ચ પરિવત્ ' ત્રીજા ચરણમાં છે.”
તેઓશ્રીની અધ્યયન-અધ્યાપનરુચિ પણ એવી જ છે. તેઓશ્રીએ ઘણાં સાધુ-સાધ્વીજી તેમ જ જિજ્ઞાસુઓને ધાર્મિક પ્રકરણાદિ ગ્રંથ અને સંસ્કૃત-વ્યાકરણદિને અભ્યાસ કરાવેલ છે. પિતાના વિદ્યાવ્યાસંગી બાલશિષ્ય મુનિશ્રી રાજરત્નવિજયજીને પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્ત્વાધિગમાદિ ધાર્મિક ગ્રંથો અને ટીકાઓ તેમ જ વ્યાકરણ, કાવ્ય, કેષ, તર્ક અને છંદ વિષયક ગ્રંથોનો સંપૂર્ણ અભ્યાસ જાતે નિરંતર અદ્યાવધિ અમ્મલિત કરાવી રહ્યા છે. તેમાં પૂજ્યશ્રી ક્યારેય શ્રમને ગણકારતા નથી કે તે માટે તેઓશ્રીને સમયાભાવને સવાલ જ નથી. મુંબઈ જેન ધાર્મિક શિક્ષણ સંઘ, જેન એજ્યુકેશન બોર્ડ વગેરે શિક્ષણસંસ્થાઓનાં ઉચ્ચ ધોરણોની તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, વ્યાકરણાદિની વિશારદ-ભૂષણ પરીક્ષાઓના પ્રશ્નપત્રો વર્ષો
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org