________________
શ્રમણભગવંતો-૨ શ્રી ઉપધાન તપને આચરનાર શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા ગણવામાં આવે તે હજારોની થવા જાય. પૂજ્યશ્રીએ સમાજમાં નિરક્ષરતા, કુરૂઢિ આદિ નિવારવામાં પણ સેંધપાત્ર યોગદાન આપ્યું હતું.
પંડિતાઈને પ્રભાવ અને વ્યક્તિત્વમાંથી વહેતી વત્સલતા વડે પૂજ્યશ્રી જ્યાં જ્યાં વિહરતા ત્યાં ત્યાં તેમને વિશાળ ચાહકવર્ગ ઊભું થઈ જતું. પરિણામે તેઓ ધાર્યા કામે કરાવી શકતા. અને એવા જ આનંદ-ઉલ્લાસમય વાતાવરણમાં પૂજ્યશ્રીની અધ્યક્ષતામાં ઊજવાતાં પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન, ઉજમણાં, દીક્ષા, વડીદીક્ષા અને ધ્વજદંડારોપણનાં ધર્મ કાર્યો ચિરસ્મરણીય બની રહેતાં. પૂજ્યશ્રીની દેશનાથી મોટે ભાગે દર વર્ષે ઉપધાન તપ થતાં. સં. ૧૯૭૨-૭૩માં અમદાવાદ, સં. ૧૯૭૭માં મુંબઈ સં. ૧૯૭૮-૭૯માં સુરત–અમદાવાદ, સં. ૧૯૮૧-૮૨માં ખંભાત-તળાજા, સં. ૧૯૮૬માં પાલીતાણા આદિનાં ચેમાસાં એ દષ્ટિએ ભવ્ય ઉત્સથી ભરપૂર અને યાદગાર બન્યાં હતાં. પૂજ્યશ્રીની વિહારભૂમિ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ ઇલાકાને પ્રદેશ રહી છે. પિતાના વિરલ વ્યક્તિત્વને પ્રભાવે પૂજ્યશ્રીને અનન્ય પ્રતિષ્ઠા અને પ્રીતિ પ્રાપ્ત થયાં હતાં. મુંબઈના ચાતુર્માસ વખતે ભાયખલાના જમીનના પ્રશ્નને તેઓશ્રીના એક જ વ્યાખ્યાનથી એક ભાગ્યશાળી આત્મા ૩૦ થી ૪૦ લાખ રૂપિયા ખર્ચવા તૈયાર થઈ ગયા હતા. એ જ બીજો પ્રસંગ ખંભાતમાં બન્યો હતો. તેઓશ્રીના ઉપદેશથી શ્રી સ્થંભન પાર્શ્વનાથજીના મંદિરને જીર્ણોદ્ધાર કરવા માટે લાખ રૂપિયાને ફળો જોતજોતામાં એકઠો થઈ ગયો હતે. આમ, પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ પિતાની મહાન વિભૂતિમત્તાને કારણે ચિરસ્મરણીય શાસનપ્રભાવના કરીને સકળ સંઘના પ્રેરણાદાતા બની રહ્યા હતા. એવા એ પૂજ્યપાદ મહાન ગુરુભગવંતને કેટિ કેટિ વંદન !
મહાન શાસ્ત્રવેત્તા, પ્રકાંડ પંડિત, સમર્થ વિધિવિધાનકાર તથા
અલ્પભાષી, અંતર્મુખ અને અપ્રમત્ત સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજ્યપ્રતાપસૂરીશ્વરજી મહારાજનું નામ વર્તમાન વેતામ્બર મૂર્તિપૂજક જૈન શ્રમણ સંઘ અને તેમાં પણ ગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી (મુક્તિવિજયજી) ગણિવરના પટ્ટાલંકાર બાલબ્રહ્મચારી, ભદ્રપરિણામી, પ્રશાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજના સાધુપરિવારમાં દિક્ષા પર્યાયવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આચાર્ય તરીકે પ્રથમ હરોળમાં આવે છે. પૂજ્યશ્રીને જન્મ સૌરાષ્ટ્રમાં વેરાવળથી ત્રણ ગાઉ દૂર આવેલા આદરી નામના ગામમાં સં. ૧૯૪૭ના કારતક વદ ૭ને શુભ દિવસે થયે હતો. પિતાનું નામ ઓધવજી અને માતાનું નામ દૂધીબેન હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ મદનજીભાઈ હતું. આદરી ગામે નાનું પણ સુંદર શિખરબંધી જિનમંદિર અને ઉપાશ્રય છે. કુટુંબમાં ધાર્મિક સંસ્કારો હતા જ, તેથી મદનજીભાઈમાં પણ ધર્મ અને વૈરાગ્યના સંસ્કાર પ્રબળ બનતા રહ્યા. પરિણામે, સં. ૧૯૬૩ના જેઠ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org