________________
શ્રમણભગવંતો-૨
રર૧ અર્પણ કરવામાં આવ્યું. અને સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ને શુભ દિને, પ્રભાસ પાટણના વિશાળ પ્રાંગણમાં, માનવ મહેરામણ વચ્ચે, પૂ. ગુરુદેવશ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. પૂજ્યશ્રી જિનશાસનની પ્રત્યેક પ્રવૃત્તિમાં રસ લેતા અને શાસનપ્રભાવના સતત ચાલતી રહે તેની ખેવના રાખતા. પૂજ્યશ્રી આજીવન ગુરુચરણે જ રહ્યા. ગુરુદેવ પ્રત્યેને વિનયવિવેક એ જ તેઓશ્રીને જીવનમંત્ર હતું. કેટલાક શ્રીસંઘની આગ્રહભરી વિનંતિઓને પણ તેઓશ્રીએ, પૂ. ગુરુદેવથી જુદા પડવાનું બને તે માટે, લક્ષમાં લીધી ન હતી. તેમ છતાં, સં. ૧૯૮૯માં અસાધારણ પરિસ્થિતિ ઊભી થતાં ગુર્વાસાથી પાલીતાણ ચાતુર્માસ રહેવું પડ્યું. ને તે વખતે પૂજ્યશ્રીની વ્યાખ્યાનશક્તિને સૌને સાચો ખ્યાલ આવ્યો. પૂજ્યશ્રી છટાદાર અને તર્કબદ્ધ શૈલીથી વ્યાખ્યાન આપતા કે શ્રોતાવર્ગ એકાકાર બની જતો. તેઓશ્રીનાં વ્યાખ્યામાં વિદ્વત્તા અને વાકછટાને સમન્વય થતું. પરિણામે, પૂજ્યશ્રી સમર્થ વ્યાખ્યાનકાર તરીકે પણ વિખ્યાત થયા હતા. આજથી ૬૦ વર્ષ પર તિથિ કઈ સાચી તે અંગે વિવાદ ઊભે થયે. જેનસમાજમાં બે ભાગલા પડી ગયા. પૂજ્યશ્રીએ આ અંગે ખૂબ અભ્યાસ કર્યો અને સત્ય પ્રાપ્ત કર્યું કે, તે પ્રમાણે સં. ૨૦૦૪માં આચરણમાં મૂકી પોતાની શ્રદ્ધાનું રક્ષણ કર્યું. એ વખતે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે પિતાના જ સંઘાડાના સાધુઓથી પહેલી વાર જુદા પડીને સંવર્ચ્યુરી કરવી પડી. તે વખતે પૂજ્યશ્રીની સમતા, તટસ્થતા અને ઉદાત્તતાથી વર્યાં કે ખરેખર સર્વના ધન્યવાદના અધિકારી બની રહ્યા! તિથિની માન્યતા અંગે પૂજ્યશ્રી કેઈની સામે ક્યારેય ડગ્યા નહીં. આ અડગ શ્રદ્ધાને લીધે તેઓશ્રી જૈન સંઘમાં “તપાગચ્છતિથિસંરક્ષક” તરીકે જાણીતા થયા. તિથિના અનુસંધાને પૂજ્યશ્રીએ જૈન પંચાંગ તૈયાર કરાવ્યાં. એ માટે જોધપુરી ગણતરીમાં ઊંડા રસ લીધો અને ખૂબ જ મહેનતને અંતે જૈનસમાજ માટે પંચાંગ તૈયાર કરાવ્યાં, જે પરંપરા આજે પણ ચાલુ રહી છે.
- પૂજ્યશ્રીને જ્યોતિષવિદ્યાનું પણ ઊંડું જ્ઞાન હતું. વિધિનિષેધ અને ઉત્સર્ગ–અપવાદના તેઓશ્રી ઊંડા જાણકાર હતા. આ અંગે જુદા જુદા જ્ઞાતાઓ સાથે ચર્ચા કરતા. જ્યોતિષવિદ્યા અને પંચાંગનું ઊંડું જ્ઞાન હોવાથી મુહૂર્તાદિ જોવામાં પૂજ્યશ્રીને કોઈ જોટો મળતા નહીં. એવી જ રીતે, મંત્ર-તંત્રવિદ્યાના પણ તેઓશ્રી સારા જાણકાર હતા. આ સર્વ વિદ્યાઓને પૂજ્યશ્રી વિધિવિધાન માટે સરસ ઉપયોગ કરતા. તેઓશ્રીની યાદશક્તિ પણ ગજબની હતી. ત્રીશ વર્ષ પહેલાં મળેલી વ્યક્તિને નામથી બોલાવતા. એટલું જ નહિ, આખા પરિવારનાં નામ પણ ત્રીશ વર્ષ પછી યાદ હેય એવા દાખલા બન્યા છે ! પૂજ્યશ્રીએ મૌલિક કૃતિઓની રચના ઓછી કરી છેપણ તેઓશ્રીનાં સંશોધન-સંપાદને ખૂબ જ ઉપયોગી પુરવાર થયાં છે, જેમાં, મહષિ હરિભદ્રસૂરિજી મહારાજના મહાન ગ્રંથ ઉપાઘને સમાવેશ થાય છે. આ ઉપરાંત મહોપાધ્યાયજીના પ્રતિકારાત અને વાસાનું પણ સંપાદનકાર્ય કર્યું. રેશાની નાનકડી હાથપથી પૂ. ગુરુદેવ શ્રી વિજયમેહનસૂરીશ્વરજી મહારાજ હંમેશાં સાથે જ રાખતા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક અંજનશલાકાપ્રતિષ્ઠાએ, ઉપધાન-ઉજમણુ થયા હતાં. અનેક પદયાત્રા-સંઘે, જેવા કે કપડવંજથી કેશરિયાજી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org