________________
શાસનપ્રભાવક
રરર તીર્થ, મુંબઈથી પાલીતાણા, પાલીતાણાથી ગિરનાર તીર્થ અને રાજસ્થાન -જાદવથી રાણકપુર તીર્થ સુધીના સંઘ નીકળ્યા હતા. તેઓશ્રીમાં ગુરુવિનય ભરપૂર હતા. પિતાના ગુરુદેવ સામે કઈ દિવસ પલાંઠી વાળીને બેઠા ન હતા. છેલ્લાં ૧૦ વર્ષથી દૂધનો ત્યાગ કર્યો હતો. ગોચરમાં આહાર વધી તે એવી શ્રદ્ધાથી વાપરી લેતા કે આહાર સ્વાથ્યમાં નડતર રૂપ બનતે નહીં. કપડાંની સાદાઈ, દરેક બાબતમાં સ્વાશ્રયી રહેવાની આદત, અલગારી વ્યવહાર અને ફક્કડ સ્વભાવને લીધે પૂજ્યશ્રી ભક્તોમાં “ખાખી બાબા” તરીકે ઓળખાતા.
- પૂજ્યશ્રીએ ૮૭ વર્ષનું દીર્ધાયુ ભગવ્યું, જેમાં ૭૧ વર્ષના સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા. છતાં નિસ્પૃહી સ્વભાવને લીધે કીતિ કે નામનાની કામનાથી સદાય દૂર ને દૂર જ રહ્યા. ૨૦૩૩માં પાલીતાણથી ગિરનારજી પદયાત્રા સંઘમાં પ્રયાણ કર્યું, ગિરનાર તીર્થની યાત્રા પણ સુખરૂપ કરી અને ત્યાંથી પિતાની જન્મભૂમિ આદરી તરફ પ્રયાણ કરતા હતા ત્યાં, જૂનાગઢ પાસે માંગરોળ ગામે, ફાગણ વદ ૭ની વહેલી સવારે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. માંગરોળમાં તે સમયે ચંદનવૃષ્ટિ થઈ! લાખ ભાખે ભાવિકે એકત્રિત થઈ ગયા. ભવ્ય સલામીપૂર્વક અંતિમ યાત્રા નીકળી હતી. સ્થળે સ્થળે ગુણાનુવાદસભાઓ થઈ હતી. એવા એ આદરણીય ગુરુદેવને કેટિ કોટિ વંદન !
(સંકલન : પૂ. આ. શ્રી વિજયયદેવસૂરિજી મહારાજ )
વિવિધ કલ્પના આલેખક, પ્રાકૃત ભાષા વિશારદ ઃ પૂ. આચાર્ય શ્રી વિજય પ્રીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયપ્રીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી. તેઓશ્રીને જન્મ રાંદેર મુકામે સં. ૧૯૫૩ના કારતક વદ ૧૦ને દિવસે થયો હતો. તેમનું સંસારી નામ પ્રીતમલાલ ઉકાભાઈ હતું. બાલ્યકાળમાં ધર્મસંસ્કારનું સંવર્ધન થયું અને પૂ. આ. શ્રી વિજય મેહસૂરીશ્વરજી મહારાજને સમાગમ થતાં વૈરાગ્યભાવના ઉદિત થઈ. સ. ૧૯૭૩ના વૈશાખ સુદ બીજે લઘુ દીક્ષા અને અષાઢ સુદ ૧૧ને દિવસે અમદાવાદમાં વડી દીક્ષા લીધી, અને મુનિ શ્રી પ્રીતિચંદ્રવિજયજી બન્યા. તેઓશ્રીને સં. ૧૯૯૧ના પિષ વદ ૬ને દિવસે આટકેટમાં પંન્યાસપદવી અને સં. ૨૦૦૨ના જેઠ સુદ ૩ને દિવસે તડકેશ્વરમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા હતા. પૂજ્યશ્રી સં. ૨૦૧૬ના ફાગણ સુદ ૧૪ને દિવસે રાંદેર મુકામે કાળધર્મ પામ્યા.
પૂજ્યશ્રીના અવિસ્મરણીય કાર્યમાં વિવિધ કલ્પનું આલેખન મુખ્ય છે. તેઓશ્રીએ સૂરિમંત્રકલ્પ તેમ જ હકારકલ્પ, વર્ધમાન વિદ્યાકલ્પ આદિ લખેલા. નંદાવર્ત પટ્ટ-સૂરિમંત્ર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org