________________
શ્રમણભગવંતો-૨
૨૩૭ વિશ્વની અમિતા સમારોહ : વિ. સં. ૨૦૩૩માં પાલીતાણામાં નંદલાલ દેવલુક સંપાદિત અનેકવિધ સામગ્રીથી શેભતે “વિશ્વની અસ્મિતા” ગ્રંથને પ્રકાશન સમારોહ પૂજ્યશ્રીની નિશ્રામાં યોજાયે હતું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્દઘાટન થયું હતું. પાલીતાણામાં આણંદજી કલ્યાણજીની પેઢીના વંડામાં ઊજવાયેલે આ ભવ્ય સમારોહ પૂજ્યશ્રીની સાહિત્યપ્રીતિને પરિચાયક બની રહ્યો.
શત્રુંજય હોસ્પિટલ અને અન્ય કાર્યો : યુગદિવાકર પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી અને મુનિશ્રીની પ્રેરણાથી પાલીતાણામાં શત્રુંજય હોસ્પિટલ અને સાધ્વીજીઓ માટે શ્રમણીવિહાર તેમ જ જૈનસાહિત્યના જ્ઞાનભંડાર માટે ધર્મવિહાર – આ ત્રણે સ્માર્ક ઊભાં થયાં. તેના આજન પાછળ પૂજ્યશ્રીની કાર્ય કુશળતાને મેટો ફાળો હતે. ઉપરાંત, પૂજ્યશ્રીએ નવકારમંત્રની તથા પૂર્વાચાર્યોનાં ચૌદ ગીતની રેકર્ડ ઉતાવી. પૂજ્યશ્રીના આ સાહસને ચારે બાજુથી અભિનંદને મળ્યાં હતાં. તેમનું નાની ઉંમરનું એક ગીત મહાતપસ્વી પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજ હસ્તક ચાલતી શિબિરમાં વિદ્યાથીઓ દ્વારા પૂજ્યશ્રીની હાજરીમાં ભાવપૂર્વક ગવાતું હતું, જેની જાણ મુનિશ્રીને પિતાને પણ ન હતી. શિબિરના વિદ્યાથીને હાથમાં પડી જોવા મળતાં ઘટસ્ફોટ થયે. શિબિરના વિદ્યાથીઓએ કહ્યું કે, ગીતની રેકર્ડ ઉતરાવે. એટલે મારી નાવલડી મજધાર, તારે મને એક છે આધાર.” એ ગીતની પણ રેકર્ડ ઉતરાવી છે. આ ગીતે પ્રથમ કક્ષાના સંગીતકાર પાસે રેકર્ડ કરાવ્યાં છે.
અમેરિકાના પ્રમુખ જી. બી. કાર્ટરને ભારત આવવાને કાર્યક્રમ જાહેર થયે, ત્યારે પૂજ્યશ્રીને વિચાર આવ્યો કે વીતરાગ તીર્થકરની નાની પ્રતિમાઓની ભેટ આપવામાં આવે તે તે પ્રમુખ, અમેરિકા અને જૈનધર્મ માટે ગૌરવની ઘટના બની રહે. શ્રી મોરારજી દેસાઈ ત્યારે વડાપ્રધાન હતા. પૂજ્યશ્રીના તેમની સાથેના નિકટના આત્મીય સંબંધ હોવાના કારણે આ ઐતિહાસિક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું હતું. આ માટે પૂજ્યશ્રીએ અગાઉથી જયપુરમાં ખાસ આદેશ આપીને ભાવવાહી મૂતિઓ બને તે માટે અગ્રણી કલાકારને કામ ઍપ્યું. એ સુંદર મૂતિઓ જયપુરથી પાલીતાણા આવી. એક મૂર્તિ પર પ્રમુખ કાર્ટરનું નામ અને બીજી મૂતિ પર શ્રીમતી કાર્ટરનું નામ લખાવવામાં આવ્યું. મૂતિઓ પાલીતાણાથી મુંબઈ અને મુંબઈથી દિલ્હી લઈ જવામાં આવી. એક જ દિવસને ઝડપી કાર્યક્રમ હતું, પણ મૂતિઓ દિલ્હી મેડી પહોંચી અને કાર્યક્રમ થઈ ન શક્યો. મિ. કાર્ટરના સેક્રેટરીએ આશ્વાસન આપ્યું કે મૂર્તિ એ કેઈની સાથે અમેરિકા મોકલે. ત્યાં અર્પણવિધિ કરાશે. પણ પૂજ્યશ્રીને આ કાર્યક્રમ અહીં નહીં થવાથી ઘણે ખેદ થે.
મુંબઈમાં સંસ્કૃત-પ્રાકૃત ભણતા ઘણા વિદ્યાથીઓ પૂજ્યશ્રી પાસે કેટલાક શબ્દાર્થો પૂછવા આવતા હતા. આ વિદ્યાર્થીઓ માટે પૂછવાનું કોઈ કાયમી જાહેર સ્થાન ન હતું. આ બધી પરિસ્થિતિ જોઈને પૂજ્યશ્રીને થયું કે મુંબઈ જેવા મોટા શહેરમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા શિખવાડતી એક પાઠશાળ સ્થાપવી જોઈએ. એક દિવસ ગુરુદેવ સાથે પરામર્શ કર્યો અને નિર્ણય લેવાયે; જેને લીધે “જગદ્ગુરુ શ્રી હીરસૂરિજી જૈન પાઠશાળાની સ્થાપના કરવામાં આવી.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org