________________
૨૩૮
શાસનપ્રભાવક
આજે આ પાઠશાળા કુશળ શિક્ષકને લીધે કામધેનુ રૂપ બની છે. મુંબઈ–વાલકેશ્વરમાં પૂજ્ય ગુરુદેવશ્રીના વષીતપ નિમિત્તે તેઓશ્રીના અધ્યક્ષપણ નીચે ઉજમણાનું ભવ્ય આયોજન થયું હતું. આ ઉજમણુમાં અવનવી ડિઝાઈનો ભરાવવામાં આવી હતી. ચીલાચાલુ રીતે નહી. પણ વિશિષ્ટ પ્રકારે ગોઠવણી કરવામાં આવી હતી. આ ઉજમણનાં દર્શન માટે, પૂજ્યશ્રીના નિમંત્રણથી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી વાય. બી. ચવાણુ ખાસ આવ્યા હતા અને દરેક વસ્તુ જોવામાં ખૂબ રસ લીધા હતા. એવું જ બીજું જંગી ઉજમણું પૂજ્યશ્રીની સંપૂર્ણ દેખરેખ નીચે, આકર્ષક પદ્ધતિએ મુંબઈ-ગેડીજી જૈન ઉપાશ્રયમાં ગોઠવવામાં આવ્યું હતું. તેમાં દોઢ લાખ રૂપિયાની કિંમતને, ૬૦ વર્ષ જૂને, ગેડીજીના સંગ્રહને એક સુંદર ચંદરે રજૂ કરવામાં આવ્યું હતું. લાખો માણસેએ આ ઉજમણાનાં દર્શન કરીને આનંદ અનુભવ્યું હતું. ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ વખતે મુંબઈ–વાલકેશ્વરમાં મંદિરના ચેકમાં પ્લાસ્ટર ઓફ પેરિસથી આબેહૂબ પાવાપુરીની રચના પૂ. ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ અને પૂજ્યશ્રીની ભાવના મુજબ કરવામાં આવી હતી. તેનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એસ. બી. ચવાણના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. સૌ કેઈ આ રચનાથી અત્યંત પ્રભાવિત થયા હતા. આ રીતે, વર્ષોથી ચાલી આવતી જૈન મૂર્તિકળામાં મુનિશ્રીએ ઘણું સુધારાએ સૂચવીને, રાજસ્થાન જયપુરથી અનેક કારીગરોને બોલાવીને કલાક સુધી એની ખૂબીઓ-ખાસિયતે સમજાવીને, મૂતિઓ વધુ સુંદર, કલાત્મક અને આકર્ષક કેમ લાગે તે સમજાવીને, તેઓને તૈયાર કર્યા. અને પરંપરાગત મૂતિવિધાનમાં ઘણું ફેરફારો કરાવ્યા. પૂજ્યશ્રીએ પિતાની માન્યતા મુજબને શ્રી સિદ્ધચક યંત્ર, બૃહદ્ પૂજન યંત્રને ખૂબ આકર્ષક સુંદર પટ કરાવ્યું છે. બીજા પણ અનેક શિલ તેઓશ્રી હસ્તક તૈયાર થયાં છે. સોમપુરા શિલ્પીઓને પણ ઘણું માર્ગદર્શન આપ્યું છે. મૂર્તિવિધાનવિદ્યામાં પૂજ્યશ્રી પ્રમાણરૂપ મનાય છે. હાલ શ્રી સિદ્ધચક્ર અને શ્રી પદ્માવતી પૂજનવિધિ લખવાનું મંગલાચરણ થઈ ચૂકયું છે. આધુનિક છાપકામથી પાંચ રંગમાં વિદેશી કાગળ પર શ્રી અત્ મહાપૂજનવિધિ શ્રેષ્ઠ લહિયા પાસે લખાવરાવી છે. આવા નમૂના બીજે જોવા મળતા નથી. તમામ પૂજનવિધિઓની પણ હસ્તલિખિત પ્રતે તૈયાર કરાવરાવી છે તથા સોનેરી રૂપેરી શાહીમાં અનેક પ્રતિઓ લખવરાવી છે. તાજેતરમાં ઉત્તર ભારતમાં કરેડાના ખર્ચે થનારા જૈન દેરાસરને નકશે તેઓશ્રીએ તપાસ્યો છે. આવી તે, નાનીમેટી અગણિત ઘટનાઓ પૂજ્યશ્રીના દૈનંદિન જીવનક્રમમાં ઘટતી રહે છે!
સરકારે કરેલું અભૂતપૂર્વ સન્માન : વિ. સં. ૨૦૩૫માં પાલીતાણામાં માગશર સુદ પાંચમને દિવસે, મુંબઈ તેમ જ અનેક સંઘની ભાવભરી વિનંતિથી, લાખ જેને જેમની પદવી માટે વચ્ચેથી ઝંખના કરી રહ્યા હતા, અને પદવી જલદી સ્વીકારે એવી પ્રાર્થના કરી રહ્યા હતા તે પ્રસંગ, પૂ. યુગદિવાકરશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઊજવવાને નિર્ણય થયો. આ નિર્ણયની ખબર અખબારો દ્વારા તે સમયના વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઈને દિલ્હીમાં પડી. એટલે વડા પ્રધાનશ્રીએ સ્વયંભૂ ઈચ્છાથી, પૂજ્યશ્રી પ્રત્યેના આદરભાવને લીધે, ધર્મભાવનાને કારણે, સરકાર તરફથી જાહેર સત્કાર સમારંભ યોજવાનું નક્કી થયું.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org