________________
શ્રમણભગવંતે-૨
૨૩૧ કાપડિયા, શ્રી ભોગીલાલ સાંડેસરા, શ્રી મનુભાઈ પંચોળી, બીકાનેરના વિદ્વાન શ્રી અગરચંદજી નાહટા, શ્રી ભંવરલાલજી નાહટા, સ્વામી સત્યભક્ત, દિગમ્બર વિદ્વાને પરમેષ્ઠીદાસ જૈન આદિ અનેક વિદ્વાનોએ પૂજ્યશ્રીના દર્શન કરી, જ્ઞાન અને સાહિત્ય આદિ વિષેની ચર્ચા-વિચારણા કરી પ્રસન્નતા અનુભવી હતી.
જેનસમાજના આચાર્યો અને મુનિરાજો જોડેના સંબંધ : મૂર્તિપૂજક સંપ્રદાયના કેટલાક આચાર્યો તથા મુનિવર્યો પણ પૂજ્યશ્રી પ્રત્યે આદરભાવ ધરાવે છે. ભૂતકાળમાં શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ જેડે ખૂબ જ આત્મીય સંબંધ બંધાયે હતા. દીક્ષા કદમ્બગિરિમાં થઈ તે પછી બીજા વરસે, અંજનશલાકા વખતે, પૂ. ગુરુદેવ સાથે કદંબગિરિ જવાનું થતાં પરિચય વધે અને ત્યાં એકાએક કોણ જાણે કેમ, પૂ. સૂરિજીએ વર્ધમાનવિદ્યા નામને પટ મુનિજને અર્પણ કર્યો. આ અકલ્પનીય બાબત હતી. પૂ. શાસનસમ્રાટ શ્રી સાથે પાલીતાણા તથા અમદાવાદમાં ઘણી ઘણી બાબતે વિશે ચર્ચા-વિચારણાઓ થતાં ખૂબ જ આત્મીયતા બંધાઈ હતી. એવી જ રીતે, પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી મહારાજ સાથે પણ તેઓશ્રીના ગુરુતુલ્ય સંબંધે હતા. આગામે દ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજને પ્રથમ યોગ સં. ૧૯૦માં મુનિસંમેલન વખતે અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રય થયે હતું, ત્યારે બૃહસંગ્રહણી પર વિચારણા ચાલતી હતી, અને અષ્ટ રૂચકપ્રદેશે અંગે ચર્ચા થઈ હતી. આગમમંદિરના આયોજન (Planning)માં મુનિશ્રી નિકટના માર્ગદર્શક રહ્યા હતા. સહુથી પહેલું આગમ મુનિશ્રીની પ્રેરણાથી પૂ. આ. શ્રી વિજય મેહનસૂરિજી મહારાજ તરફથી નેંધાવી મંગલાચરણ કરાવ્યું હતું. પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં પણ પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી મહારાજ વગેરે પાસે મુનિશ્રીનું આદરભર્યું સ્થાન હતું, કેમ કે તેઓશ્રીમાં સંઘભાવના, વિનય, વિવેક, ઉદાત્તતા, આત્મીયતા, મધુરતા અને વિશાળતા વગેરે ગુણોના કારણે સહુને પિતાના જ લાગે એવી એમના વ્યક્તિત્વની વિશેષતા છે. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી, પૂ. આ. શ્રી માણેકસાગરસૂરિજી, પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી, આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી, પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરિજી, પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી, મુનિવર શ્રી અંબૂવિજયજી, વિમલગચ્છના શ્રી શાંતિવિમલજી, ખરતરગચ્છના શ્રી સુખસાગરજી, પ્રજ્ઞાપુરુષ શ્રી કાંતિસાગરજી, અચલગચ્છના આ. શ્રી ગુણસાગરસૂરિજી, ત્રિસ્તુતિક થેયના આ. શ્રી જયંતસેનસૂરિજી, પાયચંદગચ્છના પદસ્થ મુનિરાજો ઉપરાંત સ્થાનકવાસી સંપ્રદાયના વિદ્વાન આ. શ્રી આનંદષિજી, શ્રી પુષ્કરમુનિજી, શ્રી દેવેન્દ્રમુનિજી, તેરાપંથી સંપ્રદાયના પ્રધાન આ. શ્રી તુલસીજી, શ્રી નથમલજી, શ્રી રાકેશમુનિજી આદિ સાથે પણ મળવાનું થયું છે. એ સહુએ ત્યારે આત્મીય ભાવ વ્યક્ત કરી હાદિક આદરભાવ દાખવ્યું છે.
ખ્યાતનામ આચાર્ય શ્રી સુશીલ મુનિજી વરસેથી પૂજ્યશ્રી પ્રત્યે હાદિક અનુરાગ ધરાવે છે. મુંબઈ-દિલ્હીથી ખાસ મળવા માટે પાલીતાણા બે વાર પધાર્યા હતા. અમેરિકામાં “સિદ્ધાચલ તીર્થ” ઊભું કરવા માટે સલાહસૂચના, માર્ગદર્શન મેળવ્યું હતું, અને બીજી પણ અનેક વિચારણાઓ કરી હતી. વક્તા ચિત્રભાનુજી પણ પૂજ્યશ્રીને મળતા રહ્યા છે. હિન્દુ સમાજના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org