________________
૨૩૨
શાસનપ્રભાવક
પ્રથમ પંક્તિના વિદ્વાન સંન્યાસી શ્રી અખંડાનંદ સરસ્વતી તથા સુપ્રસિદ્ધ શ્રી દીક્ષિતજી મહારાજ પણ તેઓશ્રીને મુંબઈ વાલકેશ્વરમાં મળ્યા છે અને ઉપયોગી વિચારણાઓ કરી છે.
અગ્રણી શ્રાવકો : જેનસમાજના વિવિધ ફિરકાના આગેવાનીમાં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ શાહ શ્રી શાંતિપ્રસાદજી, શ્રી શ્રેયાંશપ્રસાદજી, ચીમનલાલ ચકુભાઈ ખીમચંદભાઈ વોરા, દુર્લભજી ખેતાણી, ભારત મહામંડળના અનેક પદાધિકારીઓ, સાધક અષભદાસજી, લંડનસ્થિત રતિભાઈ ચંદેરિયા, શ્રેણિકભાઈ, દીપચંદભાઈ ગાડી વગેરે અવારનવાર મળીને ધર્મપ્રચાર અને શાસનકાર્યોમાં માર્ગદર્શન પ્રાપ્ત કરતા રહ્યા છે.
સંગીતકળાના ક્ષેત્રે : સંગીત અને અન્ય કળાની આગવી સૂઝના કારણે સુપ્રસિદ્ધ સંગીતકારો અને કલાકારે તેઓશ્રીના પરિચયમાં આવ્યા છે અને પૂજ્યશ્રીના મંત્રિત વાસક્ષેપ દ્વારા આશીર્વાદો પણ પ્રાપ્ત કર્યા છે. ૐકારનાથજી, મહેન્દ્ર કપૂર, મન્ના ડે, મુકેશ, કલ્યાણજી આણંદજી, પુરુષોત્તમ ઉપાધ્યાય, મનુભાઈ શાહ, દેવેન્દ્રવિજ્ય પંડિત, મનુભાઈ ગઢવી, શાંતિલાલ શાહ, અવિનાશ વ્યાસ, માસ્ટર વસંત, પિનાકિન શાહ, મનહર ઉધાસ વગેરે નામી-અનામી કલાકાએ પૂજ્યશ્રીની મુલાકાત લીધી છે અને સંતસમાગમને આનંદ માણે છે. અનેકવાર સંગીતની લ્હાણ પણ પીરસી છે. જેની સંસ્કૃતિ કલાકેન્દ્ર તરફથી ૧૪ સ્તવનેની ધાર્મિક ગીત-સંગીતની રેકર્ડ નિમિત્તે આ પરિચય સધાય છે. પ્રસિદ્ધ ગાયક અને ગીતકાર શ્રી પ્રદીપજી, શેકની સામ્રાજ્ઞી મીનાકુમારી અને અભિનેત્રી શ્રી નરગીસ વગેરેએ પણ મુંબઈચેમ્બુરમાં પૂજ્યશ્રીની મુલાકાત લઈને આનંદ વ્યક્ત કર્યો છે. આ પ્રકારના વિવિધ ક્ષેત્રના મહાનુભાના વિશાળ સંપર્કના કારણે મુનિશ્રીની જ્ઞાનસાધના વિશાળ અને ગહન બની, તેઓશ્રીના વિચારમાં ઉદાત્તતા આવી, અને તેઓશ્રી ધર્મની સાથે સમાજ તથા રાષ્ટ્રના કલ્યાણને પણ સન્મુખ રાખતા રહ્યા. મૂતિ અને મંદિરનું શિલ્પ-સ્થાપત્યનું જ્ઞાન ઊંડું છે. નાની ઉંમરથી જ એમાં રસ હતે. એક શિલ્પ તરીકે પૂ. મુનિશ્રીની ઇચ્છા ૨૫-૩૦ની સંખ્યામાં દર્શનીય તરીકે કલાત્મક અને સુંદર તેમ જ શ્રેષ્ઠ કેટિનાં શિલ્પના નમૂના તૈયાર કરાવી, પ્રદર્શન હેલ બનાવી, કાયમ માટે સ્થાપિત કરવા એ નિર્ણય પુરના શ્રેષ્ઠ કલાકારની વિનંતિથી કર્યો હતે પણ તે પેજના પડી રહી. તેમ છતાં, બીજાં પાંચેક શિલ્પ તૈયાર કરાવ્યાં જે શિલ્પ મંદિરમાં પ્રતિષ્ઠિત થયાં, તેમાં ગેડીજીમાં બિરાજમાન કરેલી ૯ ફૂટની ખગ્રાસને રહેલી ભગવાન આદીશ્વરની મૂતિ, મુંબઈવાલકેશ્વરમાં રહેલી ભારતભરમાં અજોડ કહી શકાય અને જીવંત લાગે તેવી ભગવતી પદ્માવતીજીની મૂર્તિ (આ જ આકારની મૂર્તિ ઓ દેશભરમાં સેંકડેની સંખ્યામાં પ્રતિષ્ઠિત થઈ છે), તે ઉપરાંત ૨૭ ફૂટની ઘાટકોપર સર્વોદય હોસ્પિટલમાં મૂકેલી ખગાસનની મૂર્તિ તથા વાલકેશ્વરમાં મૂકેલી વિશિષ્ટ પ્રકારના શ્રી મહાવીરસ્વામીજી તથા વિનહર પાર્શ્વનાથજી તથા અન્ય મૂર્તિઓ તેઓશ્રીની કળાનું અદ્ભુત રસપાન કરાવે છે. પાલીતાણામાં પિતાના બંને દાદાગુરુની, હમણાં જ બોલશે એવા ભાવની, જીવંત મૂતિઓ બિરાજમાન થઈ છે તેને જોઈને લેકે મુગ્ધ બની જાય છે! ધાર્મિક અનુષ્ઠાનેમાં પણ તેઓશ્રીની પ્રતિભા ઝળકતી રહી છે. ઉપધાન–ઉજમણાં-ઉત્સવ-મહોત્સવ વગેરેમાં જનતાની રુચિ વધે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org