________________
શ્રમણભગવંતો-ર
૨૧૭ તે લાડથી તેઓશ્રીને પંડિતજી” કહીને જ સંધતા. અદ્દભુત વ્યાખ્યાનશક્તિને લીધે પૂજ્યશ્રી સાધુસમુદાયમાં “સમર્થ વ્યાખ્યાનકાર” તરીકે વિખ્યાત થયા.
પૂજ્યશ્રીના શરીરનું સંસ્થાન અને પૂજ્યશ્રીની પ્રતિભા વિશિષ્ટ પ્રકારની હતી. તેઓશ્રી વ્યાખ્યાન આપતા ત્યારે તેમની વાણું. ભાવ અને દેહ એવા એકાકાર થઈ જતાં કે પૂજ્યશ્રીના અંતરમાંથી નીકળેલી વાણું શ્રોતાઓ પર ધારી અસર કરતી. પૂજ્યશ્રી વ્યાખ્યાન સમયે પાટની ધાર પર બેસતા, જમણો હાથ માં પાસે રાખતા, ડાબે હાથ વક્તવ્ય સાથે તાલ મિલાવતા. વાક્ય પૂરું થતાં સહેજ ઊંચા થઈને ભારપૂર્વક વાક્ય પૂરું કરતા એટલે શ્રોતાઓ પર તેઓશ્રીનાં વચની અમીટ છાપ પડતી. તેઓશ્રીના કાળધર્મ સમયે પૂ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે ખેદપૂર્વક લખ્યું હતું કે, “તેઓશ્રીના જવાથી એક વિશિષ્ટ પ્રકારની વ્યાખ્યાનપદ્ધતિને અંત આવ્યું છે. એક વાર શેઠ કુભાઈને અમદાવાદથી નીકળેલા વિશાળ પદયાત્રા સંઘમાં શાસનસમ્રાટશ્રી પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આગમેદ્ધારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ શ્રી વિજ્યમેહનસૂરીશ્વરજી મહારાજ તથા અન્ય ઘણા શ્રમણુભગવંતે સાથે હતા તેમાં સંઘમાં વ્યાખ્યાન કેણ કરે તે બાબતે પ્રશ્ન થયે, ત્યારે સર્વ આચાર્યશ્રીઓએ સર્વસંમતિથી પૂ. આ. શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ પર જ કળશ ઢોળે હતો એ ગૌરવપ્રદ ઘટના છે. એક બીજી ઘટના પણ પૂજ્યશ્રીની વાક્પટુતાની સાક્ષી પૂરે છે. સંઘપતિ પિપટલાલ ધારશીના આગ્રહથી પૂજ્યશ્રીનું ચોમાસું જામનગર નકકી થયું. વિહારની મુશ્કેલીના કારણે ટૂંકે માર્ગ પસંદ કરવાનું હતું. ગારિયાધાર પાસેનું દામનગર વિહારનું ગામ ન હતું. મૂર્તિપૂજક સાધુઓ ત્યાં પહેલી જ વાર પધાર્યા. પૂજ્યશ્રીએ પાંચ દિવસ વ્યાખ્યાને આપ્યાં. પૂજ્યશ્રીના વક્તવ્યની મહતા અને વાણીની મધુરતાને લીધે સમગ્ર દામનગરની હવા બદલાઈ ગઈ. અનાયાસે સ્થાનકવાસી વાડીમાં પૂજા ભણાવવાને વેગ બન્યું. આજુબાજુથી પણ ૨૦૦ થી વધુ ભાવિકે પૂજાને કારણે આવી પહોંચ્યા. ઘણાએ પહેલી વાર મૂર્તિનાં દર્શન કર્યા આખો સંઘ આનંદમાં આવી ગયે. દરમિયાન ગામમાંથી પાંચ-છ શાસ્ત્રાભ્યાસીઓ પૂજ્યશ્રીના જ્ઞાનની ચકાસણી માટે આવ્યા. તેઓએ લેડ્યા અને ગુણસ્થાનક અંગેના કેટલાક પ્રશ્નો કર્યા. પૂજ્યશ્રીએ તર્કબદ્ધ અને મર્મસ્પર્શ ઉત્તર આપીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આમ, પૂજ્યશ્રીની અપ્રતિમ વ્યાખ્યાનશૈલીનાં ફરી ફરી દર્શન થયાં.
પ્રખર વિદ્વત્તા અને સમર્થ વતૃત્વશક્તિને લીધે અન્ય ગુરુદેવે પિતાના શિષ્યને પૂજ્યશ્રી પાસે મોકલતા. પૂજ્યશ્રી તેમને કશા જ ભેદભાવ વગર જ્ઞાન-ધ્યાન અને અધ્યયનમાં આગળ વધારતા. વિહાર દરમિયાન ચાલતાં ચાલતાં પણ શિષ્યોને ગેષ્ઠિમાં નિમગ્ન રાખતા. અભ્યાસમન શિષ્યને પ્રમાદ ન આવે તે માટે સારણ, વારણા, ચેયણા, પડિયણ કરાવવામાં સાવધ રહેતા. આ સ્વાધ્યાયનિષ્ઠાના બે મહાન સુફળ પ્રાપ્ત થયાં : (૧) શ્રી મુક્તિકમણ જેન મેહનમાળા નામની ગ્રંથપ્રકાશન સંસ્થા અને (૨) પાલીતાણામાં સ્થપાયેલું ભવ્ય જૈન સાહિત્ય મંદિર. તેઓશ્રી દ્વારા ચાલેલી અધ્યયન-સંશોધન-સંપાદનની અવિરત પ્રવૃત્તિને લીધે પાલીતાણ અને વડોદરાના
૨૮
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org