________________
૨૧૮
શાસનપ્રભાવક
જ્ઞાનભંડારમાં આજે હજારોની સંખ્યામાં સુંદર હસ્તપ્રત સચવાયેલી જોવા મળે છે. ત્રણચાર લહિયાઓ રાખીને પૂજ્યશ્રીએ અવિરામ પરિશ્રમપૂર્વક આ કાર્યો કર્યા છે. એ કાર્યનિષ્ઠાથી જ
મેહનમાળા'માં પચાસથી વધુ ઉપયોગી પ્રકાશનો થયાં છે અને અન્ય ભવ્ય કીર્તિરત સમાં જ્ઞાનમંદિરે, સાહિત્યમંદિર નિર્માણ પામ્યા છે. પૂજ્યશ્રીને આ કાર્યોમાં તેમના શિષ્ય-પ્રશિષ્ય પ. પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ તથા પ. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજને નેંધપાત્ર સહગ સાંપડ્યો હતો. પૂજ્યશ્રીને આ બંને પર વિશેષ પ્રીતિ હતી. તેઓશ્રીને દ્રવ્યાનુયોગને વિશેષ અભ્યાસ હતું. આ વિષયમાં પૂજ્યશ્રી ભલભલા વિદ્વાનને ન કલ્પી હોય એવી તલસ્પર્શી સમજણ આપતા. આ વિષયનું સઘળું જ્ઞાન આ બંને આચાર્ય દેવને આપ્યું હતું. ઉપરાંત, પૂજ્યશ્રીને શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ તથા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ગ્રંથ ભણાવવાની પણ વિશેષ રુચિ હતી. તેમ છતાં, તેઓશ્રી માત્ર જ્ઞાનવાદી ન હતા; સાથે કિયાવાદી પણ હતા. બધા સાધુઓને પ્રતિક્રમણ અને પડિલેહણની ક્રિયા પૂજ્યશ્રી સમક્ષ જ કરવાની રહેતી, પ્રમાદરહિત ઊભાં ઊભાં જ કરવાની રહેતી. “જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષઃ” એ સૂત્રનું બરાબર પાલન કરાવતા. આચાર બાબતમાં ખૂબ જ ચુસ્ત હતા. પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞા લીધા સિવાય કઈ કશી ક્રિયા કરી શકતું નહીં. પૂજ્યશ્રી પણ હમેશાં વાચન-મનન માટે ચાર કલાક નિયમિત સમય કાઢતા. પ્રશિષ્ય શ્રી ધર્મવિજયજી મહારાજની તીવ્ર બુદ્ધિશક્તિ, યાદશક્તિ અને સંશોધનશક્તિ પર પૂજ્યશ્રીને ખૂબ જ માન હતું. પૂ. ધર્મવિજયજી પણ પૂજ્યશ્રીના આજ્ઞાવતી શિષ્ય હતા. પ્રતિક્રમણ, પડિલેહણ, ચૈત્યવંદન, સ્તવન, આદિ સાથે જ કરતા. ગોચરી લાવવામાં અને વાપરવામાં, સંથારો કરવામાં પૂ. ગુરુદેવને હંમેશાં અગ્રસ્થાને રાખતા. પૂજ્યશ્રી પણ તેમને “ધમ્મ 'ના લાડકા નામે બોલાવતા. એવી જ રીતે મુનિવર શ્રી યશોવિજયજી મહારાજ પર પણ પૂ. ગુરુદેવની કૃપાદ્રષ્ટિ હતી. પોતાના શિષ્ય શાસ્ત્રજ્ઞાનમાં પારંગત બને એવી ખેવના પૂજ્યશ્રી સતત રાખતા.
પૂજ્યશ્રીએ સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં ઘણી સાધના-આરાધના અને શાસનપ્રભાવના કરી. પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૩૨માં પાલીતાણામાં; દીક્ષા સં. ૧૯૫૭ના મહા વદ ૧૦ના મહેસાણામાં, વડી દીક્ષા વિજાપુરમાં ગણિપદ અને પંન્યાસપદ સં. ૧૯૭૩ના મહા સુદ ૬ને દિવસે અમદાવાદમાં આચાર્યપદ સં. ૧૯૮૦ના મહા વદ ૧૦ને દિવસે અમદાવાદમાં અને સ્વર્ગવાસ સં. ૨૦૦૧ના પિષ સુદ ૯ (અગ્નિસંસ્કાર ૧૦)ને દિવસે દર્ભાવતી-ડાઈમાં થયે. ૧૮ વર્ષના આયુષ્યમાં બે તૃતીયાંશ ભાગ શાસનપ્રભાવનામાં વિતાવનાર પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં આશરે પચાસેક કલ્યાણભિલાષી ભાઈઓ અને એનાથી પણ વધુ પુણ્યવંતી બહેને સંયમમાર્ગ સ્વીકારવા ભાગ્યશાળી બન્યાં હતાં. પૂ. આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ આદિ ૩૫-૩૭ સાધુઓ અને પ્રવતિની સાધ્વી શ્રી કલ્યાણશ્રીજી આદિ ૨૦૦ સાધ્વીજીએ પૂજ્યશ્રીના આજ્ઞાવતી સમુદાય તરીકે ત્યારે વિદ્યમાન હતાં. તેઓશ્રીની પવિત્ર દેશનાને શ્રવણ કરીને સમ્યકત્વમૂલ બાર વ્રતને ગ્રહણ કરનાર, ચતુર્થ બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનાર અને મહામંગલકારી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org