________________
૨૧૬
શાસનપ્રભાવક
નામ પાડવામાં આવ્યું તીચંદ. બાલ્યકાળથી જ મતીચંદભાઈને ધર્મ પ્રત્યે અપાર પ્રીતિ હતી. એમાં તીર્થાધિરાજની યાત્રાએ પધારતા આચાર્યદેવે શ્રમણભગવંતનાં દર્શન-શ્રવણે દિનપ્રતિદિન ધર્મભાવનામાં વૃદ્ધિ થતી રહી. એકવાર શાસનસમ્રાટ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં એક જ દિવસમાં ભક્તામર સ્તોત્ર કંઠસ્થ કરી આપવાની અદ્ભુત શક્તિ દાખવીને મોતીચંદે ધર્મજ્ઞાનની તીવ્ર રુચિની પ્રતીતિ કરાવી દીધી. ધર્માભ્યાસમાં રત રહેતે આ તેજસ્વી યુવાન જીવવિચાર, નવતત્ત્વાદિ પ્રકરણો, કર્મગ્રંથ, બૃહત્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્વાર્થસૂત્ર, લોકપ્રકાશ આદિ ધર્મગ્રંથોમાં પારંગત બન્યા. તેમ જ ન્યાય, વ્યાકરણ અને સાહિત્યના વિષયેમાં પણ વિકાસ સાધે. પરિણામે, તેમના આત્મમંદિરમાં પ્રભુશાસનની શ્રદ્ધા સાથે ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો સવિશેષ દીપ્તિમાન થતા ગયા.
આગળ જતાં, મોતીચંદભાઈ ને પાલીતાણામાં બાબુ બુદ્ધિસિંહજી જૈન પાઠશાળામાં મુખ્ય ધાર્મિક અને સંસ્કૃત શિક્ષક તરીકે નિયુક્તિ મળી. આ સમયમાં અનેક સાધુસાધ્વીજીઓના સમાગમને લીધે તેમની ધર્મનિષ્ઠા વધતી ચાલી. પરંતુ તેમના નસીબે સંસારનાં બંધને સહેલાઈથી તેમને ધર્મમાર્ગે પ્રયાણ કરવા દે તેમ ન હતાં. મોતીચંદને રંઘોળાના શેઠ શ્રી બહેચરદાસનાં સુપુત્રી અચરતબેન સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યા. પરંતુ મેતીચંદભાઈ એ બરાબર મક્કમતા કેળવી હતી. ટૂંક સમયમાં મહેસાણા મુકામે બિરાજમાન પૂ. શાંતમૂતિ આચાર્યશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ પાસે પહોંચ્યા, અને સંયમની તીવ્ર ભાવના વ્યક્ત કરી અને તેને સ્વીકાર થતાં મોતીચંદભાઈ શાળાના શિક્ષક મટીને આત્માના શિક્ષક તરીકે મુનિવર્ય શ્રી મેહનવિજયજી બન્યા. એમનાં સંસારી ધર્મપત્ની પણ આગળ જતાં, તપાગચ્છાધિપતિ શ્રી મુક્તિવિજયજી ગણિનાં આાવતી સાધ્વી શ્રી ગુલાબશ્રીજીના શિષ્યા તરીકે ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરીને શ્રી શણગારશ્રીજી બન્યાં. મુનિવર્ય શ્રી મેહનવિજ્યજી મહારાજના બે ગુણો સૌના આકર્ષણનું કેન્દ્ર હતા. અધ્યયનપ્રિય પ્રકૃતિ તો બાલ્યકાળથી હતી જ, તેમાં આ સંયમજીવન સ્વીકાર્યુ પછી પૂછવું જ શું ! પૂજ્યશ્રી અહેનિશ જ્ઞાનોપાસનાના ઊંડા અધ્યયનમાં મગ્ન રહેવા લાગ્યા. ગીતાWશિરોમણિ શ્રી હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી તેમ જ વાચકશેખર પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે રચેલા ગ્રંથો પ્રત્યે એમને સવિશેષ રુચિ હતી. એ મહાપુરુષોના ગ્રંથનું વાચન, મનન અને નિદિધ્યાસન એવી તલ્લીનતાથી કર્યા કે યેગશાસ્ત્ર, અષ્ટક, જ્ઞાનસાર જેવા કઠિન ગ્રંથો પણ તેઓશ્રીને કંઠસ્થ થઈ ગયા હતા. પૂજ્યશ્રીનાં વ્યાખ્યામાં આ ગ્રંથનાં અવતરણો સુવર્ણરજની જેમ વેરાતાં રહેતાં હતાં, અને શ્રોતાઓ ઉપર તેને અદ્ભુત પ્રભાવ પાથરતાં હતાં. એનાથી પૂજ્યશ્રીની વ્યાખ્યાનપદ્ધતિનાં ખૂબ વખાણ થવા લાગ્યાં. ઓછામાં પૂરું, તેઓશ્રીને ઈશ્વરદત્ત મધુર કંઠ મળ્યો હતે. પરિણામે તેઓશ્રીનાં વ્યાખ્યાને જૈન-જૈનેતર સમાજને ખૂબ આકર્ષી રહ્યાં. પૂજ્યશ્રીનાં વ્યાખ્યામાં જૈન સમાજ તે ઊમટતે જ, પરંતુ તેઓશ્રીની વાપટુતાનાં વખાણ સાંભળીને ધ્રાંગધ્રા, પાલીતાણા, ગેડલ, સાયલા, વીરપુર, રાજકોટ, ભીલોડિયા આદિ કાના મહારાજાઓ પણ વ્યાખ્યાને સાંભળવા આવતા. પૂ. ગુરુદેવશ્રી વિજ્યકમસૂરીશ્વરજી મહારાજ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org