________________
૨૧૨
શાસનપ્રભાવક પૂ. આ શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી મહારાજશ્રીના વરદ હસ્તે, તેઓશ્રીના શિષ્ય તરીકે, વીરવાડા ગામે સં. ૨૦૧૨ના ચૈત્ર સુદ ને દિવસે પ્રત્રજ્યા અંગીકાર કરી. રાણકપુર-સાદડીમાં પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પૂ. ઉપાધ્યાય શ્રી કલાસસાગરજી મહારાજના વરદ હસ્તે, સં. ૨૦૧૨ના વૈશાખ સુદ બીજને શનિવારે વડી દીક્ષા થઈ. જે જગ્યાએ પૂજ્યશ્રીની દીક્ષા થઈ તે જગ્યાએ સંન્યાસી મોહન બાવાએ ધૂણી ધખાવી ગસાધના કરી હતી અને ત્યાં જ સમાધિ લીધી હતી.
પૂજ્યશ્રીએ મારવાડ જંકશનમાં “જિનેન્દ્રવિહાર', જેમાં જિનમંદિર, ઉપાશ્રય, ભેજનશાળા, ધર્મશાળા આદિ વડે સુસજજ અને સમૃદ્ધ સંસ્થાના સંસ્થાપક બનીને પિતાની યશકલગી સર્વોચ્ચ બનાવી. ઉપરાંત, આબુ તળેટી તીર્થ તથા સુધર્માસ્વામીની વિદ્યાપીઠના ઉત્કર્ષનું અને શ્રી જિનેન્દ્રપદ્યસૂરિ–વિહાર, શ્રી પદ્માવતી-પાર્શ્વનાથ-જિનમંદિર, માનપુર, આબુ રોડ (પદ્માવતીનગરી)નાં કાર્યો ચાલી રહ્યાં છે, જેમાં ૨૭ દેરીનું સમવસરણ જિનમંદિર, ઉપાશ્રય, ભેજનશાળા, વ્યાખ્યાન હોલ આદિનું કાર્ય ચાલે છે. સમવસરણ આકારનું આ મંદિર ભારતવર્ષમાં પ્રથમ જ છે. ઉપરાંત, શ્રી જિનેન્દ્રસૂરિપદ્યસૂરિ જ્ઞાનમંદિર ફાલનામાં બનાવેલ છે. આજ સુધીમાં ૧૫૩ જિનમંદિરની પ્રતિષ્ઠાઓ, આશરે ૩૫૦ જિનમંદિરનો જીર્ણોદ્ધાર મુખ્ય છે, જેમાં ફાલના, ખુડાલા, શિવગંજ, પોરબંદર, કેટ, સુમેર, નિતેડા, ખેરાળુ, બામણવાડજ, છાપી, મોટા પોશીના, ભરુડી, થુર, મરુડી, લાજતીર્થ આદિને સમાવેશ થાય છે. પૂજ્યશ્રીની નિશ્રામાં નાનામોટા સંઘ, ઉપધાને, ઉદ્યાપ, દીક્ષા-મહોત્સવ થયાં છે. મારવાડની ભૂમિના ૪૦૦ વર્ષના ઇતિહાસમાં ગત સં. ૨૦૪૫માં, ગચ્છાધિપતિ પૂ. આચાર્યભગવંત શ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય શ્રી તપકીતિસાગરજી મહારાજે ૧૦૮ ઉપવાસની ઉગ્ર તપસ્યા તેઓશ્રીની નિશ્રામાં આબુ રેડ, માનપુર, શ્રી પદ્માવતી નગરીમાં કરી છે.
સૌમ્ય સ્વભાવ અને સરળ વ્યક્તિત્વને લીધે પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક ભવ્યાત્માઓ સંયમજીવનના પંથે સંચર્યા છે. જેમાં શ્રી હરિભદ્રવિજયજી, શ્રી પ્રકાશચંદ્રવિજયજી, શ્રી પ્રીતિવિજ્યજી, શ્રી મહિમાવિજ્યજી, શ્રી વિમલવિયજી, શ્રી પ્રવીણવિજયજી, શ્રી રત્નદીપવિજયજી, શ્રી રાજ્યશવિજયજી, શ્રી પ્રવિજયજી આદિ મુખ્ય છે. તેઓશ્રીએ પ્રતિષ્ઠા તથા મહાપૂજનમાં પ્રવીણતા મેળવી છે. શ્રી ત્રાષિમંડળ મહાપૂજનની પ્રત, ઉમેદમાળા સ્વાધ્યાય, ઉપધાનવિધિ આદિ પુસ્તક પ્રગટ કર્યા છે. હાલ સંસ્કૃત વ્યાકરણ હેમલઘુકૌમુદી, અહમ અભિષેક મહાપૂજન, શાંતિજિનપૂજન આદિનું કાર્ય ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીને ખંડાલા સંઘે “ગોડવાડ કેશરી”ની પદવી આપી છે. પૂજ્યશ્રીને સેવાડીમાં સં. ૨૦૩૩ના માગશર સુદ ૭ને દિવસે પ. પૂ. આચાર્યશ્રી પૂર્ણાનંદસૂરિજી મહારાજના વરદ હસ્તે ગણિ-પંન્યાસપદવી, વરકા તીર્થમાં સં. ૨૦૩૭ના ચૈત્ર સુદ પાંચમે ઉપાધ્યાયપદ અને વૈશાખ વદ ત્રીજે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. આજે પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે આશરે પચાસેક જિનમંદિરના નિર્માણકાર્યો ચાલે છે. પૂજ્યશ્રી નીચે મુજબની સંસ્થાઓના સંસ્થાપક છે :
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org