________________
૨૧૦
શાસનપ્રભાવક
પૂજન સહિત શ્રી દશાક્ષિક મહત્સવ ખૂબ ધામધૂમથી ઊજવાયું હતું. એવા એ સમર્થ શાસનપ્રભાવક સૂરિવરને શતશઃ વંદના!
મહાન શિલ્યવેત્તા, મરુધર કેસરી, શ્રી હર્ષસૂરિજીના પટ્ટપ્રભાવકઃ પૂ. આચાર્યશ્રી વિજયંજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
શ્રી જૈનશાસનના તિર્ધર સૂરિદેવ રત્નની ખાણ સમા છે, વાત્સલ્યનાં ઝરણાં સમા છે, નિર્મળ ચારિત્રના સ્વામી છે. વિદ્યાનુરાગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની મેધાવી મુખમુદ્રા અને દિવ્યદ્રષ્ટિથી અનેક આત્માઓ ધમ બન્યા હતા. મારવાડની ભૂમિ પર કેટલાયે પરમ પ્રભાવક પુણ્યાત્માઓનાં પુનિત પગલાં પડ્યાં છે. તેઓએ સ્થાપેલા આદર્શોના એજ અને તેજ ચિરસ્મરણીય બન્યાં છે, જેમાં પૂ. આચાર્યશ્રી વિજય જિનેન્દ્રસૂરિજીનું નામ પણ એવું જ પ્રભાવશાળી છે. મારવાડ જંકશન પાસે પાલી જિલ્લામાં જાવર ગામ તેઓશ્રીની જન્મભૂમિ. વસા ઓસવાલ જ્ઞાતિમાં સંચેતી ગેત્રમાં શેઠ શ્રી ખીમરાજજીને ગૃહે માતા પાબુબાઈની રત્નકુક્ષિએ સં. ૧૯૭૦ના જેઠ વદ પાંચમે તેઓશ્રીને જન્મ થયો. માતાપિતા તેરાપંથી સંપ્રદાયના અનુયાયી હતાં. જે જાવર ગામમાં ત્રણ ધોરણ સુધી અભ્યાસ કર્યો પરંતુ કુટુંબમાં ધાર્મિક શિક્ષણનું વાતાવરણ હતું, તેથી સંયમ સ્વીકારવાની સુષુપ્ત શક્તિ જાગૃત થઈ હતી. એમાં તેમને કંઠમાળ નીકળી. તેમણે સંકલ્પ કર્યો કે કંઠમાળ મટી જશે તે દીક્ષા લઈશ. કંઠમાળ મટી ગઈ અને પિતાના સંકલ્પને સાકાર કરવાને સેનાને સૂરજ ઊગે. કર્ણાટકમાં રાણીબાગ-ધારવાડ મુકામે સં. ૧૯૮ન્ના ફાગણ સુદ ૩ને મંગળ દિને કાશીવાળા પૂ. શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યા રત્ન પંડિતવર્ય શ્રી ભાવવિજયજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે જ વર્ષે કર્ણાટકમાં બીજાપુર મુકામે અષાઢ સુદ ૧૦ને દિવસે વડી દીક્ષા થઈ અને મુનિ શ્રી જિનવિજયજી નામે ઘોષિત થયા.
દીક્ષા ગ્રહણ કરીને પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી કાશીવાળાના શિષ્યરત્ન શ્રી વિદ્યાવિજ્યજી મહારાજ પાસે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના શાસ્ત્રગ્રંથને તેમ જ જોતિષ તથા શિલ્પકળાને ગહન અભ્યાસ કર્યો. આ તેજસ્વી જ્ઞાનરાશિને પ્રભાવે પૂજ્યશ્રીને પ્રભાવ જેનસામજ પર વ્યાપકપણે પથરાવા લાગે. લબ્ધિના ભંડાર સમા સૂરિજી અમર બની ગયા. મારવાડના સિંહ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. પૂજ્યશ્રીએ અસંખ્ય જિનાલયના જીર્ણોદ્ધારેમાં સમય વ્યતીત
ર્યો. ૨૪૫ જેટલી પ્રતિષ્ઠાઓ કરાવી, ૩૫ જેટલી અંજનશલાકાઓ થઈ, ૯ ઉદ્યાપન, ૩૦ દીક્ષાઓ (ભાઈઓ-બહેનોની), સેંકડોની સંખ્યામાં નાના મોટા સંઘ, શાંતિસ્નાત્ર મહાપૂજને આદિ થયાં. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં લગભગ પંદરેક સાધુઓ ઉલ્લેખનીય છે, જેમાં શ્રી દેવેન્દ્રવિજયજી, શ્રી કેશરવિજયજી, શ્રી ગુણવિજ્યજી, શ્રી પદ્મવિજયજી (હાલ આચાર્ય), શ્રી આનંદવિજયજી, શ્રી મિત્રાનંદવિજયજી, શ્રી વિનયવિજયજી, શ્રી પ્રતાપવિજયજી, શ્રી લલિતવિજયજી, શ્રી પુણ્યદયવિજ્યજી, શ્રી પ્રમોદવિજયજી, આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીએ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org