________________
શ્રમણભગવ તા-૨
વ્યાકરણ આદિ ગ્રંથાના અભ્યાસ આગળ વધાર્યાં. મુંબઈથી ખંભાત, પાલીતાણા, વાંકાનેર, રાધનપુર, અમદાવાદ, વઢવાણ, લુણાવાડા આદિ સ્થળાએ ચાતુર્માસ કર્યાં. સં.૧૯૯૫નુ લુણાવાડાનું ચોમાસુ પૂ. પં. શ્રી શાંતિવિજયજી મહારાજ અને પૂ. પં. શ્રી તિલકવિજયજી મહારાજની નિશ્રામાં કર્યું. આ ચામાસા દરમિયાન કલ્પસૂત્રના, નંદીસૂત્રના, અનુયાગઢારસૂત્રના, દશપયન્નાસૂત્રના ોગ કર્યાં. સં. ૧૯૯૬ના અમદાવાદના ચામાસા દરમિયાન પૂ. પં. શ્રી શાંતિવિજયજી મહારાજે તેઓશ્રીને મહાનિશીથસૂત્રના બેંગ કરાવ્યા. સ. ૧૯૯૭ના સિપેર ગામના ચાતુર્માસ વખતે દાદાગુરુશ્રી દાનવિજયજી મહારાજની નિશ્રામાં સુયગડાંગસૂત્ર, ઠાણાંગસૂત્ર તથા સમવાયાંગસૂત્રના જોગ કર્યાં. પૂજ્યશ્રીને સ. ૧૯૯૯ના કારતક વક્ર આજે કપડવ જ મુકામે ગણિપદ આપવામાં આવ્યું. અને વૈશાખ સુદ ૧૧ને દિવસે અમદાવાદ-ડહેલાના ઉપશ્રયે પંન્યાસપત્તુથી વિભૂષિત કરવામાં આવ્યા.
ત્યાર બાદ પૂ. પંન્યાસજી ગુજરાતના વિવિધ વિસ્તારામાં ધર્મ પ્રભાવના કરતાં કરતાં સુરત, સુરતથી મારવાડ, મારવાડથી સૌરાષ્ટ્રનાં સ્થળાએ વિહાર કરતા રહ્યા, સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, પાબંદર, વેરાવળ, પાલીતાણા આદિ સ્થળોએ વિહાર કર્યાં. અનેક સ્થળેએ ઉપધાન તપાદિ આરાધના અને ઊદ્યાપન મહોત્સવેા ઉજવાયા. પૂજ્યશ્રીના હસ્તે અનેક ભવ્યાત્માએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. અનેક ભાવિકા સાથે ગિરનાર, પાલીતાણા, તાર’ગા આદિ તીરાજોના છ'રી પાલિત સ`ઘા કાઢવા. ગુજરાતમાં પણ અમદાવાદ, ખેડા, સુરત આદિ નગરામાં વિહાર કરીને પૂજ્યશ્રીએ ધ પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યાં. સ. ૨૦૨૮માં અમદાવાદ – શ્રી વીરવિજયજી મહારાજના ઉપાશ્રયે પધાર્યાં ત્યારે શ્રીસંઘની વારવારની વિનંતિને માન આપી, દ્વિતીય વૈશાખ સુદ ૬ને દિવસે પૂ. પં. શ્રી કીર્તિ મુનિ મહારાજશ્રીના વરદ હસ્તે આચાય પદથી અલંકૃત થયા અને આચાર્ય શ્રી વિજયભાનુચંદ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. પૂજ્યશ્રી અધી સદ્દી ઉપરાંતના દીર્ઘ દીક્ષાપર્યાંય દરમિયાન અનેકાનેક ધ કાર્યો કરતા રહ્યા. સં. ૨૦૩૦માં અમદાવાદમાં શ્રી ભાનુપ્રભા સેનેટેરિયમનું મકાન બનાવરાવી સાધુ-સાધ્વી મહારાજોને સ્વાસ્થ્ય માટે સગવડ કરી અપાવી. એવી જ રીતે, પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક સ્થળેાએ જિનાલયા, ઉપાશ્રય, પાઠશાળાઓ, ભાજનશાળાએ આદિના ઉદ્ધાર અથવા નિર્માણકાર્યો થયાં છે. પૂજ્યશ્રી શ્રી સુબેાધવિજયજી, શ્રી વિનયવિજયજી સમા શિષ્ય-પ્રશિષ્યાથી વટવૃક્ષ જેવા શે।ભી રહ્યા હતા. પૂજ્યશ્રીએ સેનેટેરિયમની પાસે નાનું પણ સુંદર નૂતન જિનાલય બંધાવી, સં. ૨૦૪રના વૈશાખ વદ પને બુધવારે તેની પ્રતિષ્ઠા કરી હતી. દર વર્ષે સારી એવી રકમ દેવદ્રવ્યમાં, ભાજનશાળામાં, વૈયાવચ્ચ ખાતે, જીવદયા ખાતે, તેમ જ સાધારણ ધર્માંકા ખાતે વાપરવા માટે પ્રેરણાદાતા બનતા. છેલ્લે, સ. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ વદ ૧૪ને તા. ૧૧-૬-૯૧ને દિવસે સવારે ૧૧-૧૫ કલાકે, સ્વનિર્મિત જિનાલયની પાંચમી વર્ષગાંઠ ઊજવીને, નવમા દિવસે, અરિહંત ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીના સુદીર્ઘ ચારિત્રપર્યાયની અનુમાદનાથે અનેક સાધુભવતાની પાવન નિશ્રામાં વિવિધ
. ૨૬
Jain Education International 2010_04
२०५
For Private & Personal Use Only
www.jainelibrary.org