________________
શ્રમણભગવંતો-ર
૨૦૭
પરમ તપસ્વી, ધર્મધુરંધર, શ્રી સિદ્ધાચલ શણગાર (કના નિર્માતા : પૂ. આચાર્ય શ્રી વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી મહારાજ
કચ્છના ભચાઉ તાલુકો જિનેશ્વરભક્તિની સૌરભથી મહેકતે વિસ્તાર છે, જેમાં આઈ નામે ગામ છે. આજે પણ આ ગામમાં ધર્મશ્રદ્ધાળુ જૈન કુટુંબ રહે છે. આ ગામમાં ગીંદરા મૂળજીભાઈ ઉકાભાઈ, તેમનાં ધર્મપત્ની શ્રીમતી મીણાબેનની કુક્ષિએ સં. ૧૯૮૨માં એક પુત્રરત્નને જન્મ થયે. પુત્રની પાવનગુણોથી શોભતી મુખમુદ્રા જોઈ ને માતાપિતાએ બાળકનું નામ ગુણશીભાઈ રાખ્યું. ગુણશીભાઈમાં યથાનામ ગુણે બાળપણથી જ ખીલતા રહ્યા. માતાપિતાની સેવા કરવી, નિયમિત દેરાસર જવું, પૂજા કર્યા વિના અન્નપાણી ન લેવાં વગેરે સુટેવ બાળપણથી જ પડી ગઈ. ધર્મ પ્રત્યે નાની ઉંમરથી અપાર ભક્તિ હોવાથી ત્રણ વાર સહજતાથી ઉપધાનતપ કર્યા; સં. ૧૯૯૩માં અગિયાર વર્ષની નાની વયે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા પૂર્ણપણે દઢ બની. એમને અંતરથી ખાતરી થઈ ચૂકી કે સાચું સુખ ત્યાગ-વૈરાગ્યમાં છે. જેમ જેમ આ વિચારસરણી દઢ બનતી ગઈ, તેમ તેમ તેઓશ્રી વધુ ને વધુ વૈરાગ્યવાસિત બનતા ચાલ્યા. સં. ૧૯૯૬માં મહેસાણા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં અભ્યાસ કરવા માટે દાખલ થયા. ખૂબ જ ખંતપૂર્વક અભ્યાસ કરવા માંડયા. ત્યાં એકાએક બીમાર પડ્યા. ઘણું ઉપચાર ક્ય, પણ ફાયદો થયે નહીં. એટલે અંતરમાંથી આર્તનાદ ઊઠયો કે, “હે જીવ! તારાં કરેલાં તારે જ ભોગવવા પડે છે. તારે હજી આમાંથી છૂટવું હોય તે વિધવત્સલ, કરુણાના ભંડાર એવા અરિહંત પ્રભુને શરણે જા. તેઓશ્રીએ પ્રરૂપેલા ધર્મનું શરણું સ્વીકાર.” અને આ વિચારે નિખાલસતાથી દઢ નિર્ધાર કર્યો કે મરવું છે તે રિબાઈને નથી મરવું. પરમ કૃપાળુ પરમેશ્વર શ્રી આદિનાથની છત્રછાયામાં શાંતિપૂર્વક મરીશ. અને અંતરમાંથી પણ સંકેત મળતા રહ્યા છે, મનમાં સંકલ્પ કરે કે મારે રોગ મટી જાય તે હ ચક્કસપણે સંયમજીવન ગ્રહણ કરીશ. એવા નિર્ણય સાથે ગુણશીભાઈ ગિરિરાજની પવિત્ર ભૂમિ પાલીતાણા આવ્યા. એક બાજુ દાદા આદીશ્વરની છત્રછાયામાં પ્રાણત્યાગની ઇચ્છા હતી, અને બીજી બાજુ, રેગમાંથી મુક્તિ મળે તે સંયમ સ્વીકારવાને આનંદ હતું. એમાં વળી એક બીજે સંકલ્પ ઉમેરાય કે, બે દિવસના પૌષધ કરી (છડું ઉપવાસ સાથે ) ગિરિરાજની સાત વાર જાત્રા કરવી. આ નિશ્ચય સાથે નવકારમંત્રનાં પદો, એક પછી એક હૈયામાંથી સ્ફરવા લાગ્યાં.
એવામાં લીંબડી શહેરના પ્રખ્યાત તપસ્વી “ખાખી બાવા” પૂ. આ. શ્રી વિજય. મંગલપ્રભસૂરીશ્વરજી મહારાજે હાથ પકડ્યો. ગુણશીભાઈ તેઓશ્રીની નિશ્રામાં ખૂબ તપ-જપસાધનાની અનેરી લગન લગાવીને અભ્યાસમાં આગળ વધતા રહ્યા. સંયમજીવનને ગ્ય અભ્યાસ પરિપૂર્ણ થતાં, પાલીતાણામાં સં. ૧૯હ્ના ફાગણ સુદ ૧૧ના દિવસે દીક્ષા ગ્રહણ કરી. નવદીક્ષિત મુનિનું નામ શ્રી ગુણવિજયજી મહારાજ રાખવામાં આવ્યું. દીક્ષા ગ્રહણ કરીને મુનિવર્ય વિવિધ પ્રકારના શાસ્ત્રાભ્યાસમાં મગ્ન રહેવા લાગ્યા. સં. ૨૦૨૨ના કારતક વદ પાંચમે અમદાવાદમાં ગણિપદ, માગશર સુદ ૬ને દિવસે પંન્યાસપદ અને સં. ૨૦૩૧ના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org