________________
શ્રમણભગવંતો-૨
ર૦૫ સામુદાયિક ચૈત્યવંદન કરતાં એક બહેનને દીપક પૂજા કરતાં તેમની સાડીને છેડે ભડકે થયો, ત્યાં પૂજ્યશ્રીએ ધૂપની રાખ્યા તેના પર નાંખતાં જ અગ્નિ શમી ગયો, એ જોઈને શ્રીસંઘના આનંદનો પાર ન રહ્યો ! આવા અપૂર્વ ભાવે જગાડનારા પ્રસંગે પૂજ્યશ્રી વિશેષે મૌન રહેતા. સંયમબળના ધારકે ચમત્કાર કરવામાં માનતા નથી, પરંતુ તેઓની સાહજિક પ્રવૃત્તિઓ ચમત્કાર બની જતી હોય છે. તેઓની નાભિમાંથી નીકળતા, સંયમનિષ્ઠાથી રણકતા શબ્દો ઘણી વાર મંત્ર કે વિદ્યા જે ચમત્કાર સજી જતા હોય છે. ઉપરનાં દષ્ટાંતે આ વાતની સાખ પૂરે છે.
આવી અપૂર્વ ચારિત્રનિષ્ઠાથી અનેક આત્માઓને ધર્મના શરણે ઝુકાવતાં, સાત શિષ્ય અને અનેક પ્રશિબૅની જીવનનૈયાના સફળ સંયમ સુકાની બન્યા. આજીવન ગુરુભગવંતની અવિહડ ભક્તિ કરનાર ઉગ્ર તપસ્વી, વર્તમાન ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી મહારાજ આજે પણ પૂજ્યશ્રીના જીવનની ઝાંખી કરાવી રહ્યા છે ! શિષ્ય-પ્રશિષ્યના સંયમજીવનની હિતચિંતા તેઓશ્રીના શ્વાસના ધબકારે ધબકતી હતી. તેથી જ આજે તેમના પરિવારમાં તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન, સાધના-આરાધના સહજ જોવા મળે છે બાહ્યાભંતરથી નિષ્પરિગ્રહી અને નામના-કામના, પ્રવૃત્તિપદવીના સદંતર નિસ્પૃહી પૂજ્યશ્રીએ દીર્ઘ સંયમપર્યાય પછી, અનેક સંઘના અતિ આગ્રહથી, વડીલેની ગેરહાજરીથી જવાબદારી આવી પડતાં, દીક્ષા-ઉપધાન વગેરેમાં અત્યંત અનિવાર્ય એવી પંન્યાસપદવી સં. ૧૯૨ના વૈશાખ સુદ ૧૦ના શુભ દિને (જન્મદિને) રાધનપુર મુકામે સ્વીકારી. પરંતુ આચાર્યપદવી માટે તે ના જ પાડતા હતા. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ગીતાર્થ પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આદિ અનેક પદવીધર ગુરુભગવંતે તથા સમસ્ત રાજસ્થાન–ગુજરાતના નાનામોટા અનેક શ્રીસંઘના દબાણ છતાં આચાર્યપદ માટે ના પાડનાર પૂજ્યશ્રી ‘કલિકાલના ખાખી મહાત્મા’ કહેવાયા. સાત વર્ષના સતત પ્રયત્ન પછી વડીલેની આજ્ઞા થતાં, સં. ૨૦૩૦ના માગશર સુદ પાંચમને દિવસે અમદાવાદ-રાજનગરમાં ત્રીજા પદે–આચાર્યપદે આરૂઢ થયા. અનેક ઉપધાને, ઉજમણાં, જિનમંદિરનાં નિર્માણ અને જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠાઓ–અંજનશલાકા, શ્રી પાલીતાણા, ગિરનારજી, રાણકપુરજી, તારંગા, નાડાછ આદિ અનેક તીર્થોના છરી પાળતા સંઘેસંઘમાળા, ઉપાશ્રયે-પાઠશાળાઓનાં નિર્માણકાર્યો વગેરે અનેક શાસનની અજોડ-અદ્ભુત પ્રભાવના સાથે અનેક જંગમ તીર્થો પણ જાગતાં કર્યા.
૯૨ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રીને ચશમાંના નંબર ન હતા. તેમ જ પાંચે ઈન્દ્રિય પૂર્ણ પણે સ્વાધીન હતી, તે તેઓશ્રીના સંયમને જ દિવ્ય પ્રભાવ હતે. પૂજ્યશ્રીને પાલીતાણું ક્ષેત્રનું અનેરું આકર્ષણ હતું. અમદાવાદના ટ્રસ્ટીઓના આગ્રહથી પાલીતાણાથી અમદાવાદ ચાતુર્માસ માટે પધાર્યા. કમસમી વરસાદને કારણે પ્રેસ્ટેટ ગ્લેન્ડની વૃદ્ધિ થવાથી ૧૦ મહિના સુધી તકલીફ રહી, પરંતુ વિલાયતી દવાના સખત વિરોધી પૂજ્યશ્રીએ ઓપરેશન ન કરાવ્યું. અષાઢ સુદ ૯ થી તાવ શરૂ થયો. પૂજ્યશ્રીની પ્રભુભક્તિ અવિહડ ચાલુ જ હતી. મિલ ગયે હીરો, મિટ ગયે ફેરે,
પાર્શ્વ ચિંતામણિ મેરે રે ?
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org