________________
२०२
શાસનપ્રભાવક
પાડીવ આદિ સ્થળોએ ભગવતી આદિ સૂત્રોની વાચનાઓ, ઉદ્યાપન, અષ્ટાહ્નિકા મહોત્સવ, અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષાઓ આદિ શાસનપ્રભાવક કાર્યો થયાં હતાં. પૂજ્યશ્રી સ્વભાવે અત્યંત શાંત, માયાળુ, સદૈવ જ્ઞાન ધ્યાનમાં મગ્ન અને સરળતા, સૌમ્યતા આદિ ગુણના ભંડાર હતા. સં. ૨૦૨૨માં ૫૩ વર્ષ સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના જવાથી જેન સમાજને સુવિહિત આચાર્યની મોટી ખોટ પડી. એવા એ સમર્થ શાસન પ્રભાવક આચાર્યદેવને શતશ: વંદના !
આજીવન જ્ઞાનોપાસક વિઘાપુરુષ પૂ. આચાર્યશ્રી વિજયકકલ્યાણસૂરીશ્વરજી મહારાજ
પ. પૂ. આચાર્યશ્રી વિકલ્યાણસૂરીશ્વરજી મહારાજને જન્મ રાધનપુરમાં સં. ૧૯૫૧માં થયું હતું. બચપણમાં જ માતાપિતાનું અવસાન થયું. આથી તેમનું લાલનપાલન કાકાને ત્યાં થયું. કાકાએ તેમને અભ્યાસાર્થે અમદાવાદમાં સગત શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ હાઈસ્કૂલમાં દાખલ કર્યા હતા. ત્યાં વ્યાવહારિક શિક્ષણ સાથે તેઓશ્રીએ જીવવિચાર, નવતત્વ, દંડક, બે કર્મગ્રંથ તેમ જ પંચ પ્રતિક્રમણ સૂત્રાર્થ સહિતને અભ્યાસ કર્યો. કાકાશ્રીએ પિતાનું સ્થાન મેગ્ય રીતે જાળવી રાખ્યું એટલે તેમને વ્યવહાર જીવનમાં ઉપયોગી થવા માટે ઈચ્છા નહિ હોવા છતાં નાછૂટકે ઉપકારવશ અભ્યાસ છોડવો પડ્યો હતો છતાં અધૂરો રહેલો ધર્માભ્યાસ કુરસદ મેળવીને તેઓશ્રીએ શ્રી બુદ્ધિસાગરજી પાઠશાળામાં પૂરો કર્યો હતો અને આજીવિકા માટે ધાર્મિક પાઠશાળામાં માસ્તરની નોકરી સ્વીકારી હતી. ભણનાર કરતાં ભણાવનારને અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડે છે. અને તેથી અભ્યાસ માટે વધુ એકાગ્રતા પણ આવે છે. તેઓશ્રી એક તે છેક નાની વયથી જ ત્યાગ અને વૈરાગ્યવાસિત હતા, તેમાં જ્ઞાનનું ઓજસ ભળતાં તેમણે ભાગવતી દીક્ષા લેવાને નિર્ણય કર્યો. સં. ૧૯૬૮માં કાકાની રજા લઈને તેઓશ્રી કાશીએ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ પાસે અભ્યાસાર્થે ગયા. ત્યાં તેમને સંગ્રહણીને રોગ લાગુ પડી જવાથી અમદાવાદ પાછું આવવું પડ્યું. વળી પાછા ભાવિભાવને અનુસરીને પાઠશાળામાં શિક્ષક બન્યા. સં. ૧૯૬માં તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ પધાર્યા ત્યારે તેઓશ્રીને ગાઢ પરિચય થતાં, તે જ વર્ષના મહા માસમાં પૂ. આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રીએ દર્શન, જ્યોતિષ, વેદ, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિને અતલ અભ્યાસ કરીને વિદ્વત્તા અને ખ્યાતિ પ્રાપ્ત કર્યા. પૂજ્યશ્રી શ્રીસંઘના સંગઠન અને ઉત્કર્ષ માટે સદૈવ જાગૃત રહ્યા હતા. સં. ૧૯૯૦માં અમદાવાદ મુકામે શ્રી શ્વેતાંબર સાધુઓનું બૃહદ્ સંમેલન ભરાયું, તેને સફળ બનાવવામાં વૃદ્ધ મહાત્મા શ્રી કાન્તિવિજયજી દાદાએ શ્રી નીતિસૂરિજી મહારાજ સાથે કપડવંજ મુકામે પત્રવ્યવહાર કર્યો. શ્રીમદ્ વિજય કલ્યાણ સૂરિને દહેગામ જઈ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિદ્યાવિજયજી મહારાજ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org