________________
શ્રમણભગવંતે-૨
૨૦૧
વિહાર દ્વારા સાધનાઆરાધનાને પ્રચાર-પ્રસાર કરતાં આ મુનિવરને ફલેધિ મુકામે સં. ૧૯૮૮ના જેઠ સુદ ૬ને દિવસે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પિતાના ૫૮ વર્ષના સુદીર્ઘ દક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીએ સમગ્ર ભારતવર્ષમાં વિહાર કરીને ભિન્ન ભિન્ન સ્થળોએ ચાતુર્માસ કર્યા, જેમાં પાલીતાણા, અમદાવાદ, ઊંઝા, સુરત, રાધનપુર જેવાં ગુજરાતનાં શહેરે છે, તે ઉજ્જૈન, થાવલા, ઈદેર, મુંબઈ, પૂના, તખતગઢ, ગુડાબાલેતરા, શિવગંજ, સાદડી જેવાં ગુજરાત બહારનાં દૂર દૂરનાં શહેરો પણ છે. આ સ્થળોએ ઉપધાન, ઉજમણું, પ્રતિષ્ઠા–અંજનશલાકાદિના મહત્સવ ઊજવીને ધર્મધ્વજા ઉન્નત રાખી. પરિણામસ્વરૂપ, પૂજ્યશ્રીને શિષ્યપ્રશિષ્ય-સમુદાય દિનપ્રતિદિન વિસ્તરત જ રહ્યો. સં. ૨૦૧૬ના પોષ સુદ ૮ની રાત્રિના ૧૨-૦ વાગ્યા પછી સ્વર્ગારોહણ કર્યું ત્યારે પૂ. આચાર્યશ્રીને વિશાળ શિષ્ય–સમુદાય આ મૃત્યુલેકમાં જીવોને ધર્મારોહણ પ્રતિ દેરી રહ્યો હતો. આ શિષ્યરત્નોમાં પૂ. આ. શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, આચાર્યશ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજ, પં. શ્રી મંગળવિજયજી ગણિ, મુનિશ્રી સુમતિવિજયજી અને અન્ય મુખ્ય છે. આ સર્વના શિષ્ય અને પ્રશિષ્યની યાદી તે ખૂબ વિસ્તૃત બને તેમ છે. આવા ધર્મ ધુરંધર, જિનાગમરહસ્યવેદી, સુવિહિત નામધેય પૂ. આચાર્ય શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજને જય હે !
-
છE૯a—
પ્રશાંતમૂર્તિ, ભદ્ર પ્રકૃતિથી વિભૂષિત પૂ. આચાર્યશ્રી વિજય મહેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ
પ. પૂ. આચાર્યશ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પરમ તીર્થોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આચાર્યશ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર હતા. અને સમુદાયમાં પરંપરાએ ગચ્છાધિપતિ હતા. તેઓશ્રીને જન્મ સં. ૧૯૫૩માં રતલામમાં થયું હતું. તેમનું સંસારી નામ મિસરીમલજી હતું. તેમણે ચાર વર્ષની વયે પિતા અને અગિયાર વર્ષની વયે માતા ગુમાવ્યાં. વ્યાવહારિક ચાર શ્રેણી હિન્દીનો અભ્યાસ કરી શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં-મહેસાણા ચાર માસ સુધી પંચપ્રતિકમણાદિ ધાર્મિક અભ્યાસ કર્યો. સં. ૧૯૬૪માં પં. શ્રી સિદ્ધિવિજ્યજી ગણિના સંપર્કમાં આવતાં, તેમના હૃદયમાં વૈરાગ્યભાવના જાગૃત થઈ. ત્યાર બાદ સં. ૧૯૬૮માં વિસનગરમાં પૂ. શ્રી નીતિવિજયજી મહારાજના સંપર્કમાં આવતા સં. ૧૯૬૯માં તેઓશ્રીના શિષ્ય શ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી. તેર વર્ષ સુધી પૂ. ગુરુમહારાજ પાસે રહી જાય, વ્યાકરણ આદિ ગ્રંથને અભ્યાસ તેમ જ ઉત્તરાધ્યયન, આચારાંગ આદિ સૂત્રેના યોગદ્વહન કર્યા અને સં. ૧૯માં અમદાવાદમાં આચાર્યપદથી અલંકૃત થયા.
તેઓશ્રીની શુભ નિશ્રામાં પૂના, બાલાપુર, ભરૂચ, ગેહલી, પાડીવ આદિ સ્થળે ઉપધાન આદિ વિવિધ તેની સુંદર આરાધના થઈ હતી. તેમ જ સિદ્ધક્ષેત્ર, જામનગર, શિવગંજ, શ્ર. ૨૬
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org