________________
ર૦૦
શાસનપ્રભાવક
તબિયતે ગંભીર રૂપ લીધું, અને બીજે દિવસે ઊગતી સવારે સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. ઉદયપુરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. મેવાડના રિવાજ પ્રમાણે અગ્નિસંસ્કારની રાખને પાલીતાણા મોકલી, પવિત્ર શેત્રુંજી નદીમાં રાખ પધરાવવામાં આવી. એ મહાન વિભૂતિને પગલે અનેકાનેક ભવ્ય છે ધન્ય અને પાવન બની ગયા, તેમ એ મહાન વિભૂતિની ભભૂતિના સ્પર્શ શેત્રુંજી નદીનાં નિર્મળ નીર પણ ધન્ય બની ગયાં. કટિ કટિ વંદન હો એ મહાન સૂરિને!
ધર્મધુરંધર; જિનાગમરહસ્યવેદી પૂ. આચાર્યશ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ
મભૂમિ મારવાડના જાલેર જિલ્લામાં થાવલા' નામનું ગામ આવેલું છે. કહેવાય છે કે થાવલા કે પ્રાચીન ધર્મનગરી હશે! આજે પણ ત્યાં ખોદકામથી જૈનમંદિરના અવશે મળી આવે છે. આ ધર્મભૂમિમાં એસવાલ વંશભૂષણ ધર્મનિષ્ઠ અચલાજી નામના સુશ્રાવક રહેતા હતા. એમને શીલવતી અને સદ્ગુણાનુરાગી ભૂરીબાઈ નામે ધર્મપ્રેમી પત્ની હતી. દંપતીનું જીવન સાદું, સંતેવી અને ધર્મપરાયણ હતું. આ દંપતીને સં. ૧૯૪૧ના ફાગણ સુદ પંચમીએ એક પુત્રરત્ન પ્રાપ્ત થયું. ચાર પુત્રો અને બે પુત્રીઓમાં આ દંપતીને આ પુત્ર અત્યંત પ્રિય હતે. નામ હતું હુકમાઓ. હુકમાજીની દસ વર્ષની વયે પિતાનું છત્ર ઊઠી ગયું. ભાઈ એ ધંધાથે રત્નાગિરિ (મહારાષ્ટ્ર ) વસ્યા હતા. હુકમાજીને પણ ત્યાં રહેવાનું થયું. પરંતુ તેમનું ધ્યાન ધંધામાં લાગવાને બદલે વૈરાગ્ય તરફ વધુ ઢળતું હતું. એમાં તેમના પડોશી ડાહ્યાભાઈ અને તેમના મિત્ર વાડીલાલ અને ભક્તિભાવપૂર્વક સ્તવને-સજ્ઝા ગાતા. એ સાંભળીને હુકમજીને વૈરાગ્યભાવ બલવત્તર બનતો જતો હતો. પરંતુ માતા અને ભાઈભાભીઓના વહાલા હુકમજીને સંયમ માટે સહજપણે અનુજ્ઞા મળે એવી શક્યતા ન હતી. તેમ છતાં, હકમાજી ડાહ્યાભાઈ અને વાડીભાઈના સંગમાં જપ-તપ અને પૂજનાદિના ઉત્સવમાં અવારનવાર જતા હતા. કાળક્રમે આ બંને મિત્રોની દીક્ષા થઈ. અને હુકમાજી પણ પૂજ્ય ગુરુદેવ સાથે સાથે વિહાર કરતા રહ્યા. અંતે સં. ૧૯૫૮ના ફાગણ સુદ ને શુભ દિને ગુરુમહારાજ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દાહોદ મુકામે હકમાજીને દીક્ષા આપવામાં આવી, અને હુકમજી હર્ષવિજયજી મુનિશ્રી નામે ઘોષિત થયા. આ સમાચાર મળતાં જ ઘરના સર્વ આત્મજનેએ ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ જન્મોજનમના વૈરાગી મુનિ અવિચળ રહ્યા.
દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી હર્ષવિજયજી મહારાજે પોતાનું લક્ષ સ્વાધ્યાય-તપ વધારવામાં જ આપ્યું. ગુરુમહારાજ પાસેથી પંચ પ્રતિકમણ, પાક્ષિકસૂત્ર, જીવવિચાર, નવતત્વ, દંડક, લઘુઘયણ આદિ ગ્રંથને અભ્યાસ કરીને પિતાની બુદ્ધિપ્રભા અને જ્ઞાનપિપાસાનો પરિચય આવે. પૂજ્યશ્રીને સં. ૧૯૭૦માં માગર સુદ ૧૩ના દિવસે ગણિપદ અને માગશર સુદ ૧૫ના દિવસે પંન્યાસપદથી ભાવવામાં આવ્યા. આ પ્રસંગે રાધનપુર મુકામે ઉત્સવ ઊજવાયા. સતત
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org