________________
શ્રમણભગવંતો-ર
૧૯ છે. એ સમયે અમદાવાદમાં સ્થિતિ એવી હતી કે જે ઉપાશ્રયમાં ગ્રંથભંડારે હોય તેને ઉપગ ત્યાંની પિળવાળા જ કરે. બધા ગ્રંથ ભંડારોની આ સ્થિતિ હતી, જાહેર ઉપયોગ શક્ય ન હતા. પૂજ્યશ્રીએ આ સ્થિતિમાં સુધારો કર્યો અને સૌ કે ઈ બધા ગ્રંથભંડારેને ઉપયોગ કરી શકે એવી સ્થિતિ નિર્માણ કરી. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મળેલા મુનિસંમેલનમાં પૂજ્યશ્રીએ આગળ પડતો ભાગ લીધે હતે. સં. ૧૯૩માં પાટણ પધાર્યા. ત્યાં દીક્ષાના પ્રશ્ન વર્ષોથી કલેશ ચાલતું હતું. સંઘ અને સોસાયટી–એવા બે ભાગ પડી ગયા હતા. આ કલેશનું બીજ સમય જતાં પાટણના સમસ્ત જેને ઘેરી વળ્યું હતું. વારંવાર પ્રયત્ન થયા હતા, પણ સફળ થયા ન હતા. એવા વાતાવરણમાં પૂજ્યશ્રીનું આગમન થયું. તેઓશ્રીની સરળતા, સૌમ્યતા, પ્રભાવકતા, ધર્મપ્રીતિ અને સમયજ્ઞતા કામ કરી ગઈ. સમાધાન, અને તે પણ માનભર્યું થયું. સં. ૧૯૯૩માં અમદાવાદ-લુવારની પિળના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. શામળાની પિળમાં ત્રણ-ત્રણ દેરાસર અને પિળ પણ મેટી, છતાં ત્યાં તપાગચ્છને કેઈ ઉપાશ્રય નહીં.
આ વાતની જાણ થતાં પિતાના વિદ્વાન શિષ્ય પં. શ્રી ઉદયવિજયજીને શામળાની પળે આઠ દિવસ મોકલી સુંદર ઉપાશ્રય કરાવ્યો.
મેવાડની વીરભૂમિ પુણ્યભૂમિ મનાય છે. ભારતના સુંદર પ્રાન્તમાં કાશ્મીર પછી બીજો નંબર મેવાડને આવે. પર્વતશ્રેણીઓથી ભરેલે આ પ્રદેશ લીલુંછમ અને રમણીય લાગે છે. મેવાડમાં ચિતોડગઢ, કુંભલગઢ અને માંડવગઢ મુખ્ય ગઢ છે. બીજા નાના નાના ગઢ પણ ઘણા છે. મેવાડનો ઇતિહાસ જૈનવીરેથી ગૌરવાંકિત છે. મેવાડ તો શું, આખા રજપૂતાનામાં પ્રધાન તે જેન, મંત્રી તે જેન, કેષાધ્યક્ષ તે જેન, દંડનાયક તે જેન – એમ નાનાથી મોટા બધા અધિકાર જૈને પાસે હતા. તેઓએ કરેડ રૂપિયાનાં દાન આપી, ધર્મકાર્યો કરાવ્યાં; અનેક જિનાલય બંધાવી જૈનધર્મને વિજયધ્વજ ફરકાવ્ય. ચિતોડગઢમાં સાત મજલાવાળે જૈન કીર્તિસ્તંભ છે. આ કીર્તિસ્તંભ પાસે બીજાં નાનાંમોટાં જિનમંદિર અને તેમાંનું શિલ્પ અત્યુત્તમ છે. આજે એ બધું જીર્ણશીર્ણ થઈ ગયું છે. સં. ૧૯૫માં પૂજ્યશ્રી અહીં પધાર્યા. તેઓશ્રી આ બધું જાણતા હતા. અહીં પધારવાની મુખ્ય નેમ એ સર્વને જીર્ણોદ્ધાર કરાવવાની હતી. બધું નજરે જોઈ આ નેમ વધુ દઢ બનાવી. ઉદયપુર ચાતુર્માસ કરી આ કાર્યને સારો વેગ આપ્યો. ૧૨ થી ૩૫ વર્ષના ચારિત્રપર્યાયી પાંચ સ્થાનકવાસી મુનિઓ, જેઓ કેટલાક સમયથી સંવેગી સાધુ બનવાની ભાવનાથી ગુરુની શોધમાં હતા. તેઓએ અનેક મમંથનને અંતે પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનવાનો નિર્ણય કરી, પ્રાંતે સં. ૧૯૬માં અમદાવાદ-હડીભાઈની વાડીમાં, ચતુર્વિધ શ્રીસંઘની વિશાળ મેદની વચ્ચે, આચાર્યશ્રીના સ્વહસ્તે વાસક્ષેપ નખાવી સંવેગી દીક્ષા સ્વીકારી. ચિતોડગઢના જીર્ણોદ્ધારનું કામ પૂરું થવા આવતાં સં. ૧૯૭નું સાદડીનું ચોમાસું પૂર્ણ કરીને એ તરફ વિહાર કર્યો. છેલ્લાં એકબે વર્ષથી સ્વાચ્ય નરમ-ગરમ રહેતું હતું. વાયુપ્રકોપને લીધે સોજા ચડી જતા. તેમાં ઉદયપુર પહોંચતાં તબિયત લથડી. છતાં ચિતોડગઢ પહોંચવાના, તેના ઉદ્ધારકાર્યને જાતે નીરખવાના વિચારની સામે તબિયતની કંઈ ખેવના કરી નહીં. સં. ૧૯૮ના પિષ વદ ૭ને દિવસે એકલિંગજી પધાર્યા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org