________________
૧૯૮
૧૯૭૭ના પાલીતાણા ચાતુર્માસ દરમિયાન · સેવાસમાજ 'ની સ્થાપના કરાવી જૈન યુવકને સમાજસેવાના મંત્ર સમજાવ્યે.
શાસનપ્રભાવક
પૂજ્યશ્રી દ્વારા જે મહત્ત્વપૂર્ણ અને ચિરઃસ્મરણીય કાર્ય થયાં, તેમાંનું એક છે રૈવતગિરિ ( ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર. સ. ૧૯૭૮માં વેરાવળ પધારતાં આ કાર્યનું મડાણ થયું હતું. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં રૈવતગિરિ તીના મહિમા, ઇતિહાસ, પૂર્વેના મહાપુરુષોના ભાગ, લાખા–કરોડાના ખર્ચે....અને કચાં હાલની જીણુશી દશા ! તેની ચિતા અને આ માટે સજ્જ થવાની હાકલ; અને પાતે પણ સાથે હોવાની તત્પરતા દર્શાવતા; એમાં જૂનાગઢના દીવાન શ્રી ત્રિભાવનદાસભાઇનું વેરાવળમાં આગમન અને વેરાવળના જાણીતા દાનવીર-ધર્મવીર શેઠશ્રી દેવકરણ ખુશાલચંદની આગેવાની – વગેરે બાબતેાથી વાત બલવત્તર બની. પૂજ્યશ્રી ચાતુર્માસ પૂર્ણ કરીને જૂનાગઢ પધાર્યાં. અને ત્યાંના શ્રીસંઘને પણ પ્રાત્સાહિત કર્યાં. જીર્ણોદ્ધારના ભગીરથ કાર્ય માટે એક પછી એક આયેાજન હાથમાં લઈ ને તેમાં એતપ્રેત બની જતાં, સફળતાના સૂર ખજવા લાગ્યા. જૂનાગઢ અને વેરાવળના આગેવાનાને તૈયાર કર્યાં. બંને સ્થળે જૈન સેવાસમાજની સ્થાપના કરી. ફંડની યાજના, કમિટીઓ વગેરે વ્યવસ્થાતંત્ર ગોઠવાતુ રહ્યું. રાજકોટ, વાંકાનેર, અમદાવાદ વગેરે સ્થળે પધારી ત્યાં વ્યાખ્યાન આપી આ કાર્યને વેગ આપ્યા. પુનઃ જૂનાગઢ પધાર્યા. જીર્ણોદ્ધારનાં સ્થળ, ખર્ચના અંદાજ, કામની વ્યવસ્થા, ભારતભરમાં ફંડ માટે કાર્ય કર્તાઓને માકલવા, ભારતભરના જૈન સંધાને જીર્ણોદ્ધારની વિગતાથી માહિતગાર બનાવવા, તેની જરૂરિયાત સમજાવવી, પત્રવ્યવહાર કરવા વગેરે પ્રચારત ંત્ર અને નાની-મેટી દરેક બાબતે ધ્યાનમાં લઈ તીર્થોદ્ધાર સાકાર કરવામાં તન્મય બની ગયા. દેશભરના શ્રીસદ્યા દ્વારા આ ઐતિહાસિક કાર્યોંમાં સહયાગ પ્રાપ્ત થયા. વિદેશના એડન આદિના શ્રીસ ાએ પણ સારા ફાળે નોંધાવ્યેા. સાત વર્ષની લગાતાર જહેમતના અંતે જીર્ણોદ્ધારનુ` કાર્ય સંપન્ન બનતાં સ. ૧૯૮૫ના માગશર વદ પાંચમે ખૂબ શાનદાર રીતે પ્રતિષ્ઠા-મહેાત્સવ ઊજવાયેા. આ સાત વર્ષો દરમિયાન રેવતિરિ તીર્થોદ્ધારના કાર્ય ઉપરાંત, વાંકાનેરમાં ઉપાશ્રયના જીર્ણોદ્ધાર, કડીમાં સ`પનુ નિવારણ, અમદાવાદ-વીરવિજયજી ઉપાશ્રયના જીર્ણોદ્ધાર માટે ફંડ, રાધનપુરમાં પાઠશાળા માટે ફંડ, એર્ડિંગની શરૂઆત વગેરે શાસનનાં—સમાજનાં વિધવિધ કાર્યો સુસંપન્ન બનાવ્યાં,
સ. ૧૯૮૭માં મરુભૂમિ મારવાડ પધારી જાવાલની પંચતીથી કરી. લેાદી સંધની વિનતિથી ત્યાં પધારી સધના ક્લેશ દૂર કરાવ્યેા. અહીનું ચાતુર્માસ નોંધપાત્ર બન્યું. દરેક ધર્માનુષ્ઠાનામાં પ્રત્યેક ગચ્છે તેમ જ સ્થાનકવાસીએએ અને તેરાપ'થીઓએ પણ ભાગ લીધે. દેરાસર અને મેાટી ધ શાળાનું નિર્માણકાય થયું. પૂજ્યશ્રી ત્યાંથી તખતગઢ પધાર્યા. ત્યાંના સંઘના ક્લેશ જાણી, દેરાસર સુધ્ધાંને તાળાં દેવાયાનું જાણી ખૂબ દુ:ખી થયા અને વ્યથિત હૃદયે શ્રીસંઘને ઉપદેશ આપતાં અદ્ભુત ચમત્કાર થયા. બધાંની આંખેામાં આંસુ છલકાઈ ગયાં. વાટાઘાટો ચાલી અને આખરે ક્લેશ શાંત થયા. સંધમાં આનદમંગલ વર્તાઈ રહ્યાં. રૈવતગિરિ તીર્થ્રોદ્ધારની જેવુ જ પૂજ્યશ્રીનું ખીનું ચિરંજીવકા અમદાવાદમાં શ્રી મહાવીરસ્વામી જિનાલય પાસે, ગાંધી રોડ પર આવેલ · શ્રી વિજયનીતિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને ફ્રી વાચનાલય ’
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org