________________
શાસનપ્રભાવક સ્વહસ્તે સાધુવેશે ચાર મહિના ત્યાગમાર્ગની તીવ્ર ઝંખનાની ઝાંખી કરાવનારા “સેવાસમાજ'ની સ્થાપના દ્વારા જૈન યુવકની
કાર્યશકિતને વેગ આપનારા; રૈવતગિરિ તીર્થના
જીર્ણોદ્ધારનું ભગીરથ કાર્ય સાકાર બનાવનારા પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ
સંતે અને શૂરવીરને જન્મ આપનારી ધન્ય ધરા સૌરાષ્ટ્રમાં આવેલ વાંકાનેર નગરે સં. ૧૯૯૦ને પિષ સુદ ૧૧ને દિવસે પૂ. આ. શ્રી વિજ્યનીતિસૂરીશ્વરજી મહારાજને, સ્વ-પરને ધર્મમાગે નૌનિહાલ કરવા ઉદય–જન્મ થયો હતે. નામ પણ એવું જ હતું–નિહાલચંદ. પિતા ફૂલચંદ નેણસી પારેખ, જ્ઞાતિએ દશાશ્રીમાળી, ધંધે શરાફી, જ્ઞાતિમાં અગ્રણી અને રાજદરબારે માનભર્યું સ્થાન હતું. માતા ચેથીબહેન પણ એવાં જ આદરણીય અને સ્નેહાળ, સુશીલ અને ધર્મપરાયણું સન્નારી હતાં. તેઓને જ પુત્ર અને ૨ પુત્રીઓ હતાં, તેમાં સૌથી નાના પુત્ર નિહાલચંદ. નાના એટલે લાડકડમાં ઊછર્યા. આ સુખી-સંપન્ન પરિવારમાં ધર્મસંસ્કાર પણ અજવાળાં પાથરી રહ્યા હતા. તેમાંયે નિહાલચંદને પૂર્વ ભવના પુણ્યગ વધુ ને વધુ ધર્મ પ્રત્યે જાગૃત અને પ્રવૃત્ત બનાવતા રહ્યા. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ અને વ્યાખ્યાનશ્રવણુ એ તેમના જીવનકમ બની ગયા. બુદ્ધિ પણ તીવ્ર અને તેજસ્વી કે દંડક અને કર્મગ્રંથને અભ્યાસ ચાલે. ચાર અંગ્રેજીને અભ્યાસ પૂરો કર્યા પછી આગળ વ્યાવહારિક શિક્ષણ લેવાની ઈચ્છા થઈ નહીં. ધંધામાં પણ રસ ન પડ્યો. સંસારમાંથી જ રુચિ ઊઠી ગઈ. ઊંડે ઊંડે દીક્ષાની ભાવના જાગી હતી અને તેને સાકાર કરવા તી લગન લાગી હતી. આ માટે નાસીને
અમદાવાદ, ખંભાત અને પાટણ પણ ગયેલા. પણ પિતાએ પકડીને રાજકેટ એક જાણીતા વલને ત્યાં કામે બેસાડ્યા. ત્યાં આ ધમ જીવને કેવી રીતે ચેન પડે ? ફરી નાસીને મહારાજશ્રી પાસે પહોંચ્યા. વળી ઠેરના ઠેર. કારણ કે મહારાજશ્રી માતાપિતાની સંમતિ વગર દીક્ષા આપવાની ના કહે અને માતાપિતા સંમતિ આપે નહીં. આવી વિષમ સ્થિતિમાં, દીક્ષાની તીવ્ર ભાવનાથી પ્રેરાઈને જાતે જ મુનિ વેશ ધારણ કરી લીધું. સં. ૧૯૪હ્ના અષાઢ સુદ ૧૫ને દિવસે, ૧૯ વર્ષની યુવાન વયે. મહેરવાડાના માર્ગમાં એક વૃક્ષ નીચે સ્વયં સંસારી કપડાને ત્યાગ કરી, સાધુવેશ ધારણ કરી લીધું. ત્યાંથી મહેરવાડા આવ્યા. ચોમાસાના ચાર મહિના ત્યાં જ રહ્યા. ત્યાંથી ઉમતા આવ્યા. ત્યાં બિરાજમાન પૂ. મુનિરાજ શ્રી કાંતિવિજયજી મહારાજે તેઓશ્રીની મકકમતા જોઈ, સં. ૧૯૫૦ના કારતક વદ ૧૧ને દિવસે મુનિ ભાવવિજયજીના નામથી ક્રિયાપૂર્વક દીક્ષા આપી. ત્યાંથી વડનગર પધારતાં ત્યાં પૂ. પં. શ્રી પ્રતાપવિજ્યજી મહારાજ અને પૂ. મુનિ શ્રી સિદ્ધિવિજયજી મહારાજ તેમને સાધુવેશમાં જઈને વિસ્મય પામ્યા. જ્યારે બધી વાત જાણી ત્યારે હર્ષિત થયા. અહીં માંડલિયા જેગમાં બેઠા અને મહા સુદ ૪ના સીપર ગામમાં પૂ. પ્રતાપવિજયજી મહારાજના વરદ હસ્તે ધામધૂમથી વડી દીક્ષા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org