________________
૧૭૪
શાસનપ્રભાવક
સરાક–સમાજ ઉદ્ધારક પૂ. આચાર્યદેવશ્રી યશોભદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યપાદ આગમોદ્ધારકથી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રથમ શિષ્ય પૂ. પંન્યાસ પ્રવર શ્રી વિજયસાગરજી મહારાજના શિષ્ય પ્રૌઢ પ્રતિભાશાળી શાંતમૂર્તિ પૂ. ગણિવર્યશ્રી લબ્ધિસાગરજી મહારાજના શિષ્ય સરળ સ્વભાવી, વિનય ગુણથી વિભૂષિત, વૈયાવચ્ચમાં સદા તત્પર, સાહિત્યતીર્થ કર્મગ્રંથમાં નિપુણ, કંપડીમાં નિષ્ણાત, વ્યાકરણરસિક, આદિથી વિભૂષિત પૂજ્ય આચાર્યદેવ શ્રી યશોભદ્રસાગરસૂરીશ્વરજી મહારાજનું જન્મસ્થાન ગુજરાતની ધર્મનગરી કપડવંજ છે. તેઓશ્રીનું સંસારી નામ મુકુંદભાઈ વાડીલાલ પરીખ. માતાનું નામ જીવરબેન. ભાઈ–બહેને અને વિશાળ પરિવારમાં ઊછરતા હોવા છતાં મુકુંદભાઈએ ૧૬ વર્ષની વયે સંસારના સુખને લાત મારીને શત્રુંજય તીર્થની પવિત્ર ભૂમિ ઘેટીની પાયે જઈને પૂ. આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૧૯૯૬ના વૈશાખ સુદ
ને દિવસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ત્યાર બાદ સં. ૧૯૯૬ના અષાઢ સુદ ૯ને દિવસે પૂ. આગમ દ્વારકશ્રીના વરદ હસ્તે પાલીતાણામાં વડી દીક્ષા અંગીકાર કરી. સં. ૨૦૨૫ના માગશર સુદ ૬ને દિવસે કપડવંજમાં પૂ. ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મહારાજના વરદ હસ્તે ગણિપદથી વિભૂષિત થયા. સં. ૨૦૨૯ના મહા સુદ ૩ના દિવસે તળાજામાં પૂ. શાસનકંટકેદ્વારક શ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદ પ્રદાન કરવામાં આવ્યું. સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને શુભ દિને પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અમદાવાદમાં ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું અને સં. ૨૦૪૭ના વિ. વૈશાખ સુદ ૧૧ને શુભ દિવસે પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે બડૌદ (માલવા) નગરે વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં મહામહોત્સવપૂર્વક આચાર્ય પદારૂઢ થયા.
સુદીર્ઘ સંયમપર્યાય દરમિયાન પૂજ્યશ્રીએ જ્ઞાન-ધ્યાન અને સાધનામાં સુંદર પ્રગતિ કરી છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, માળવા, કચ્છ, બિહાર, બંગાળ આદિ પ્રાંતમાં ચાતુર્માસ કર્યા છે. આજે ૪૮ વર્ષથી નિરતિચાર સંયમી જીવન પાળતા, શિષ્ય પરિવારથી પરિવરેલા સૂરિવર સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. પૂજ્યશ્રીએ સંખ્યાબંધ દક્ષાઓ-વડી દીક્ષાઓ આપી છે. ઘણા સાધુભગવંતને વેગ વગેરે કરાવ્યા છે. પૂજ્યશ્રીના કુટુંબમાંથી ૩૨ જેટલી મોટી સંખ્યામાં દીક્ષાઓ થઈ છે. હાલમાં ભાઈ, ભાભી, ભત્રીજા, ભત્રીજી, બેન, ભાણી વગેરે સંયમજીવન માણી રહ્યાં છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન તપ, ઉદ્યાપન, સંઘ આદિ અનેક ઊજવાયાં છે. હાલ ત્રણ વર્ષથી બિહાર–બંગાળમાં રહેલ ‘સરાક” = શ્રાવક શબ્દને અપભ્રંશ શબ્દ સરાક = તે સમાજના ઉદ્ધાર માટે ઝઝૂમી રહ્યા છે. તેના ફળસ્વરૂપે હાલ બેલૂટગામ તથા મહાલગામમાં જૈન દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા આદિનાં નિર્માણકાર્યો ચાલી રહ્યાં છે. હાલમાં પૂજ્યશ્રીએ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org