________________
૧૮૪
શાસનપ્રભાવક
મહત્સવ ઊજવાય. પૂ. જીતવિજયજી દાદાએ દીક્ષા આપી મુનિ શ્રી ભક્તિવિજ્યજી નામે ઘોષિત કર્યા. સં. ૧૯૫૯ના અષાઢ સુદ ૧૦ને દિવસે પૂ. દાદાજી તથા પૂ. પં. શ્રી ભાવવિજયજી મહારાજના હસ્તે વડદીક્ષા થઈ. ભેગી નામ જેમને બાળપણથી ખટકતું હતું, યેગી બનવું જેમને પ્રિય હતું, ભવસાગર તરવા માટે જેમણે સિદ્ધગિરિ પર અનુપમ ભક્તિ કરી, જેમણે ભગવદ્ભક્તિના ચાહક બનીને અને ભક્તિરંગ પ્રગટાવ્ય ધર્મપત્નીને પણ પ્રતિબંધીને, લઘુબંધુ સાથે ૨૮ વર્ષની ભરયુવાન વયે સંયમ અંગીકાર કર્યો અને દીક્ષા જીવનમાં ત્યાગવૈરાગ્ય અને નિઃસ્પૃહતા આદિ ગુણને અદ્ભુત વિકાસ સાથે, એવા પૂજ્યશ્રીની નિશ્રામાં અનેકવિધ શાસનપ્રભાવનાઓ થઈ. સં. ૧૯૭૦ના માગશર સુદ ૧૩ના દિવસે પૂ. પં. શ્રી ભાવવિજયજી મહારાજના વરદ હસ્તે ગણિ–પંન્યાસપદ અર્પણ થયાં. સં. ૧૯૮ન્ના પોષ વદ ૭ના પૂદાદાજી શ્રી બાપજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદ પ્રદાન થયું. તેઓશ્રીએ ઋષિમંડળના જાપ દ્વારા અહબિંબના દર્શનની અને મોક્ષની વાત પાકી બનાવેલી.
પૂજ્યશ્રીને અનેક શિષ્ય-પ્રશિષ્યોને પરિવાર છે. પૂ. 3ૐકારસૂરિજી મહારાજ તેઓશ્રીના પ્રશિષ્ય છે. ઝીંઝુવાડામાં વિશાશ્રીમાળી શાહ ઈશ્વરલાલ પિપટભાઈ તથા તેમના બાલપુત્ર નીનુકુમારે સં. ૧૯૯૦ના મહા સુદ ૧૦ના દીક્ષા લીધી અને અનુક્રમે શ્રી વિલાસવિજયજી તથા કારવિજ્યજી નામે જાહેર થયા. ઝામરના ઓપરેશનમાં પૂ. આ. શ્રી વિજ્યભદ્રસૂરીશ્વરજી મહારાજને સં. ૧૯૨માં આંખે દેખાતું બંધ થઈ ગયું હતું પરંતુ આંતરચક્ષુ મજબૂત હોય, તેમને બાહ્ય આંખો હોય–ન હોય તેનાથી કંઈ ફરક પડતો નથી. તે વખતે પૂજ્યશ્રી બેલેલા : “ચાલે, જ્ઞાનયુગ પૂર્ણ થયે, હવે ધ્યાનયુગને પ્રારંભ કરી શકાશે.” સં. ૨૦૧પમાં રાજકોટ ચાતુર્માસ દરમિયાન દેરાસર જતાં પગથિયું ચુકાઈ જતાં પગે ફ્રેકચર થયું. પરંતુ તેની પીડાને ન ગણકારતાં, ભગવદ્ભક્તિમાં લીન થઈને દેહપીડા ભૂલવાની સિદ્ધિ મેળવી.
પૂજ્યશ્રી નિત્ય સૂરિમંત્ર જાપ કરતા. અને જાપ પૂરો કરીને જ પચખાણ પારતા. વળી પૂજ્યશ્રીને નિયમ હતું કે, જે માળા એક સમયે શરૂ કરી તે બંધ નહીં કરવાની. પંન્યાસ થયા પછી વર્ધમાન વિદ્યાના જાપ શરૂ કર્યા. અને આચાર્ય થયા બાદ સૂરિમંત્રના જાપ શરૂ કર્યા તે નવકારની બાધી નવકારવાળી અને બંને જાપ પણ – એમ ત્રણે ચાલુ રાખ્યાં. શરીરે પૂરો સાથ આપવાનું બંધ કર્યું ત્યારે નવકારમંત્ર જાપ અહોનિશ અખંડ ચાલુ જ રહ્યો. સં. ૨૦૧૭માં રાધનપુર ચાતુર્માસ વખતે મૃત્યુ જ્યારે હાથવેંત છેટું હતું, વેદના અપાર હતી, ડોકટરોએ કેસ ફાઈલ કરી દીધે, ત્યારે તેઓશ્રીએ ભવિષ્યવાણી ઉચ્ચારેલી કે, “ભીલડિયાજી તીર્થને ઉદ્ધાર હજી બાકી છે. ત્યાં મારું ગદાન હજી બાકી છે.” અને સૌના આશ્ચર્ય વચ્ચે પૂજ્યશ્રીએ ભીલડિયાજી તીર્થના ઉદ્ધાર પછી જ પ્રયાણ કર્યું. જૂના ડીસા, વાવ, રાધનપુર આદિ પંથકે માટે તેઓશ્રી ધર્મદાતા હતા. સૌના વાત્સલ્ય પ્રેમી ગુરુદેવ હતા. સં. ૨૦૩૩ના જેઠ સુદ ૮ને દિવસે જૂના ડીસામાં સ્વર્ગવાસી થયા ત્યારે સમગ્ર જેનસમાજ ઘેરા શોકમાં ડૂબી ગયો હતો. પૂજ્યશ્રી જીવનપર્યત અપ્રમત્ત અને આત્મજાગૃત રહ્યા હતા. ૧૦૪ વર્ષનું દીર્ધાયુષ્ય અને ૭૫ વર્ષ જેટલો સુદીર્ઘ દીક્ષા પર્યાય ધરાવતા પૂ. આચાર્યશ્રી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org