________________
શ્રમણભગવંતો-૨
૧૯૧
જીવનને મેટો ભાગ અને વૃદ્ધાવસ્થા પછીનાં છેલ્લાં કેટલાંય વર્ષોમાં અમદાવાદ શહેર અને પરા વિસ્તારના જૈન સંઘ પર ઘણો જ ઉપકાર કર્યો છે. આજે સમગ્ર જૈન સંઘ મતભેદ ભૂલીને પૂજ્યશ્રીને બહુમાનની દષ્ટિથી જુએ છે. લગભગ ૩૦૦ જેટલા શ્રમણ-શ્રમણીવર્ગના યોગક્ષેમંકર પૂ. બાપજી મહારાજના સમુદાયના ગણનાયક આ આચાર્ય ભગવંત આજે ૯૦ વર્ષની વયે પણ અપ્રમત્ત જીવન જીવી રહ્યા છે અને અનેક પુણ્યાત્માઓને સંયમમાર્ગે દેરી રહ્યા છે. એવા મહાપુરુષને ચરણે કેટિશ: વંદના !
પૂ. આચાર્યશ્રીના શિષ્ય-પ્રશિષ્યની યાદી મુનિશ્રી હેમેન્દ્રવિજયજી, પં. શ્રી રવિપ્રભવિજયજી ગણિ, મુનિશ્રી નરરત્નવિજયજી, મુનિશ્રી રાજરત્નવિજયજી, પ્રવર્તક શ્રી જબ્રવિજયજી, મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી, મુનિશ્રી પુંડરીકરત્નવિજ્યજી આદિ.
અનુપમ આરાધક, સમર્થ શાસન પ્રભાવક, પ્રશાંતમૂતિ પૂ. આચાર્યશ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ
સંઘસ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજ્યસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના સમુદાયના અને પૂ. આ. શ્રી વિજયમનહરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રશાંતમૂતિ પૂ. આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ અનુપમ આરાધના અને શાસનપ્રભાવના કરવા પૂર્વક તથા સ્વ-સમુદાયના વિશાળ સાધ્વીગણનું નેતૃત્વ સંભાળવાપૂર્વક અનેખું માનસ્થાન ધરાવે છે. તેઓશ્રીને જન્મ સં. ૧૯૭૩ ના આસો સુદ પૂનમ-શરદ પૂર્ણિમાએ મહેસાણામાં થયો હતે. પૂર્વના પુણ્યગે સંસ્કારવાસિત ગૃહમાં જન્મ પામતાં તેમને બાલ્યકાળમાં જ સહજપણે ધાર્મિક સંસ્કારી પ્રાપ્ત થયા. અને તેથી એ સંસ્કારને વિકાસ થતાં તેમની રુચિ અને પ્રવૃત્તિ ધર્મમય થવા લાગી. વયની સાથે પ્રભુભક્તિ, ધર્મજ્ઞાન, સત્ સમાગમ અને તપ-આરાધનામાં પણ વૃદ્ધિ થવા લાગી. આ વૃત્તિ-પ્રવૃત્તિ દિવસે દિવસે ગાઢ બનતાં તેમનું મન સંસારને ત્યાગ કરવા અને વૈરાગ્યને માર્ગ સ્વીકારવા ઝંખી રહ્યું. અને એક દિવસ, માત્ર ૧૫ વર્ષની કુમાર વયે તેમની ઝંખના સાકાર બની. સં. ૧૯૮૮ના પિષ વદ પાંચમના દિવસે જૈનપુરી–અમદાવાદમાં, પૂજ્ય બાપજી મહારાજના સાંનિધ્ય ભાગવતી દીક્ષા અંગીકાર કરીને પૂ. આ. શ્રી વિજયમનહર સૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી વિબુધપ્રવિજયજી નામે ઘેષિત થયા.
- સંયમજીવનના સ્વીકાર સાથે પૂજ્યશ્રી સંયમની ઉત્કૃષ્ટ સાધના કરવાપૂર્વક જ્ઞાનાભ્યાસ અને તપ-ત્યાગમાં વિકાસ સાધવા લાગ્યા. અને વિનય વૈયાવચ્ચ દ્વારા ગુરુભક્તિને પણ ઉત્તમ લાભ પ્રાપ્ત કર્યો. પૂજ્યપાદ બાપજી મહારાજ અને પૂ. ગુરુદેવશ્રી વિજયમનહરસૂરીશ્વરજી મહારાજની સેવા-વૈયાવચ્ચ માટે તેઓશ્રી અમદાવાદ-વિદ્યાશાળામાં ઠીક ઠીક સમય રહ્યા. અને જ્ઞાન અને તપમાં વિકાસ સાધતા રહ્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી ૫. ગુરુદેવે સં. ૨૦૧૯ના માગશર સુદ ને દિવસે અમદાવાદમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ સ્વ-પર કલ્યાણના માગે તેઓશ્રી વધુ ને વધુ પ્રભાવક અને પ્રેરક બનતાં સં. ૨૦૨ના માગશર સુદ બીજને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org