________________
શ્રમણભગવત-૨
૧૮૯ સં. ૨૦૪૪ના વૈશાખ સુદ પાંચમના દિવસે બ્લડપ્રેશરને લીધે, લાંબા સમયની અસ્વસ્થતાને કારણે મંદતાને અનુભવ કરતા હતા. સાંજે છેડે આરામ લાગવાથી પ્રતિક્રમણ
શરૂ કરાવ્યું. સ્વસ્થતાથી પ્રતિક્રમણ કર્યું. અભુઠ્ઠિઓ જાતે ખાખ્યું. બે લેગસ્સને કાઉસગ શરૂ કર્યો અને કાઉસગ્ગ ધ્યાનમાં જ પૂજ્યશ્રી રાત્રિના ૮-૩૦ કલાકે કાળધર્મ પામ્યા. અનેક સંઘ અને અનેક મહાન પુરુષોએ પૂજ્યશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું છે કે, તેઓશ્રી સંઘશ્રમણના અજોડ નેતા હતા, અને કેને પ્રેરણાનાં પીયૂષ પાનારા અને વાત્સલ્યને ધોધ વહાવનારા માયાળુ ગુરુદેવ હતા. સકળ જેનસમાજને શ્રીમદૂના જવાથી ન પૂરી શકાય એવી ખોટ પડી છે. એવા સમર્થ સૂરિવરને કેટિ કોટિ વંદન !
(“જૈનપત્રના શ્રદ્ધાંજલિ વિશેષાંકમાંથી સાભાર.)
ધીરતા અને સમતાના સાગર; સદગુણના ભંડાર પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ
વિ. સં. ૧૫૮ના પિષ સુદ ૧૨ના દિવસે સિંહ લગ્ન અને ધન રાશિમાં, પૂર્વાષાઢા નક્ષત્રમાં, મહેસાણા નજીક ધીણોજ મુકામે શેઠશ્રી જગજીવનદાસનાં ધર્મપત્ની ગંગાબેનની રત્નકુક્ષિએ પૂજ્યશ્રીને જન્મ થયો. તેમનું સંસારી નામ ભાઈલાલભાઈ રાખવામાં આવ્યું હતું. તેમનામાં બાળપણથી જ ધારેલું અને આદરેલું કામ નિષ્ઠાથી પૂર્ણ કરવાની કુશળતા અને મક્કમતા હતી. ભાઈલાલભાઈને ત્રણ ભાઈઓ અને બે બહેને હતાં. બાળપણથી જ ગામમાં રહેલાં શેભાયમાન અને દેદીપ્યમાન જિનમંદિરે અને ઉપાશ્રયેના સાંનિધ્યે તેમને ધર્મના સંસ્કાર મળ્યા હતા. છતાં સંસારી આસક્તિ ધરાવતા કુટુંબીજનેની મમતાને વશ થઈ તેમનાં લગ્ન ચંપાબહેન સાથે થયાં અને તેઓને તારા નામની પુત્રી થઈ. પરંતુ ભાઈલાલભાઈને અંતરાત્મા તે પહેલેથી જ વૈરાગ્યવાસિત હતા. એવામાં સં. ૧૯૮૦માં ગામમાં ચાતુર્માસ બિરાજમાન સંયમયોગી પૂ. શ્રી મતવિજયજી મહારાજના સંપર્કમાં મુકાવાથી ધર્મભાવના વૃદ્ધિ પામી. એ ચેમાસામાં પૂજ્યશ્રી પાસે તેમણે ઉપધાન કર્યા. ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી પાસેથી સંયમની સારી એવી તાલીમ મેળવી. વૈરાગ્યભાવ વધુ ને વધુ દઢ થતો ગયો અને સંયમ લેવાની ભાવના જાગી. એક બાજુ પુત્રી નાની હતી અને બીજી બાજુ માતાપિતાને વિરોધ હતું. તેથી કાલક્ષેત્ર સિવાય બીજો ઉપાય ન હતું. દીક્ષા લેવાનો નિર્ધાર અફર હેવાને લીધે તેમણે આખી જીવનપદ્ધતિ બદલી નાખી. તે સમયમાં વેપારાર્થે છેક પંજાબ સુધી જઈ આવનાર ભાઈલાલભાઈએ વેપાર છેડી દીધું અને અમદાવાદ નાગજી ભૂધરની પળે આવીને વસ્યા. ત્યાં નોકરી સ્વીકારી, પણ એ શરતે કે મારું સવારનું આરાધના વગેરે કાર્ય કરીને આવીશ અને સાંજના પ્રતિક્રમણ-વિહાર આદિ માટે વહેલા નીકળી જઈશ. અમુક ધાર્મિક દિવસે રજા રાખીશ. એમ અમદાવાદમાં અનેક મુનિવરોના પરિચયમાં આવતા રહ્યા અને સંયમ લેવાની ભાવના તીવ્ર થતી રહી. સંસારમાં રહેવું અકારું લાગવા માંડ્યું. સં. ૧૯૮૬માં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org