________________
૧૦
શાસનપ્રભાવક દીક્ષા ન લેવાય ત્યાં સુધી જ વિગઈને ત્યાગનો અભિગ્રહ કર્યો. અને (સં. ૧૯૮૭ના વૈશાખ સુદ ૧૧ને દિવસે ચંપાબેનને દીક્ષા અપાવી, અને ૧૦ દિવસ પછી, વૈશાખ વદ પાંચમે, ર૯ વર્ષની ભરયુવાન વયે, સંઘસ્થવિર દાદા પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ હસ્તે હકીભાઈની વાડી–અમદાવાદમાં પૂ. શ્રી મનેહરવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ભદ્રકવિજ્યજી બન્યા. ચંપાબેન સાધ્વીશ્રી મૃગાંકશ્રીજી બન્યાં અને તારાબેન સાધ્વીશ્રી સુતારાશ્રીજી બન્યાં તે વખતે માતાપિતાદિ સ્વજને વિરોધ છતાં દીક્ષા પછી પાંચ વર્ષ સં. ૧૯રમાં ધણેજમાં જ ચોમાસું કર્યું, માતાપિતાને ધર્માભિમુખ બનાવ્યાં. પિતાજીને તે જ વર્ષે ઉપધાન પણ કરાવ્યાં અને માતુશ્રી ગંગાબહેનને સાધ્વીશ્રી ગંભીરાશ્રીજી પણ બનાવી દીધાં. આ રીતે તેઓશ્રી માતાપિતાના ત્રણમાંથી મુક્ત બન્યા.
(ત્યાર પછી, વીલ્લાસ સાથે નિરતિચાર સંયમના લક્ષ્યથી, નિત્ય એકાસણાદિ ઉત્કૃષ્ટ જીવન જીવતાં પૂજ્યશ્રીએ જ્ઞાનસાધના પણ અપૂર્વ કરી હતી. આજ સુધીમાં તેઓશ્રીએ દશવૈકાલિક સૂત્ર, શ્રમણકિયાસૂત્રે, ધર્મસંગ્રહ ભાગ ૧-૨, ધર્મસંગ્રહ ભાષાન્તર, સારોદ્ધાર, જ્ઞાનસાર, સંગરંગ શાળા વગેરે ગ્રંથના ચિંતનપૂર્વક ઊંડાણથી ભાવાનુવાદ પણ કર્યા છે. પૂજ્યશ્રીએ સ્વતંત્ર પુસ્તક લખવાને બદલે મહાપુરુષના ગ્રંથને લેકે પગી બનાવવાનું વધુ પસંદ કર્યું છે. તેઓશ્રીએ કલપસૂત્રના ભાષાન્તર સહિત પર્યુષણ અષ્ટાદ્ધિકાનાં વ્યાખ્યાને પણ લખ્યાં છે. આ રીતે જ્ઞાનયેગ સાથે તપગ પણ વિશિષ્ટ પ્રકાર છે. પૂજ્યશ્રીએ વર્ધમાન તપની આયંબિલની ઓળીને પાયે તો બાલ્યકાળમાં જ નાખેલો. આજ સુધીમાં એક વાર વર્ધમાન તપની ૧૦૦ એળી પૂર્ણ કરીને પુનઃ ૪૯ ઓળી સુધી પહોંચ્યા છે. તેઓશ્રી સં. ૨૦૧૭ના મહા સુદ ૩ને દિવસે અમદાવાદ-વિદ્યાશાળામાં પંન્યાસપદારૂઢ થયા અને ત્યાર બાદ, સ્વાર કલ્યાણ સાધતા, સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને દિવસે સાણંદ મુકામે પૂજ્યશ્રી આચાર્યપદે આરૂઢ થયા. )
પૂજ્યશ્રીની નિઃસ્પૃહતા વિશે તે કલ્પના કરવી અશક્ય છે. આચાર્યપદ સ્વીકારવા માટે તેઓશ્રીને સ્પષ્ટ ઇન્કાર હતે. સમુદાયમાં પિતે સૌથી વડીલ હોવા છતાં, પિતાના નાના ગુરુભાઈને આચાર્ય પદ આપવા તૈયાર થયા હતા. તે માટે પત્રિકા-મહોત્સવ વગેરે શરૂ થઈ ગયા હતા. છતાં પૂજ્યશ્રીની પ્રતિભા, કુશળતા, સંયમલક્ષિતા આદિ ગુણરત્નને જોયા પછી અનેક સંઘને આ વાત ખૂંચતી હતી. અને પૂજ્ય પંન્યાસશ્રી ભદ્રકવિજ્યજી મહારાજ આચાર્યપદ સ્વીકારે તે માટે રાતદિવસ મહેનત કરવા લાગ્યા. કેટલાય દિવસના પ્રયત્નો પછી સમૂહબળ સામે પૂજ્યશ્રીને મૂકી જવું પડયું. આખરે મનથી સમાધાન કર્યું કે સંઘ ભલે આચાર્યપદવી આપે, આપણે તે સાદું જીવન જ જીવવાનું; આપણી જાતને એક સાધુથી વિશેષ માનવાની નહીં. અને તેઓશ્રી આવી નિઃસ્પૃહી વિચારધારાને લીધે, આજે કઈ પણને પત્ર લખે છે તે પોતાની જાત માટે “ભદ્રંકરવિજય” જ લખે છે. પૂજ્યશ્રી પ્રવચનમાં મેટે ભાગે માર્ગાનુસારિતા–પ્રથમ ગુણસ્થાનકના ગુણોને જ ઉપદેશ આપે છે. તેઓશ્રી મહેલ ચણતાં પહેલાં પાયે મજબૂત કરવામાં માને છે. અમદાવાદ તેઓશ્રીની કર્મભૂમિ છે. પિતાના સંયમ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org