________________
૧૭૨
શાસનપ્રભાવક પામી રહેલા શ્રી વર્ધમાન જૈન આગમતીર્થ–પૂનાને આગમમંદિરને પૂજ્યશ્રીનું માર્ગદર્શન સાંપડી રહ્યું છે. જિનાગમના સંરક્ષણ અને સંવર્ધન કરતાં આ સૂરિવર આ તીર્થના વિકાસ પાછળ કંઈક સેનેરી સ્વપ્નાં અવગાહી રહ્યા છે ! તેઓશ્રીની આ મનેભાવના જિનશાસનમાં ઉત્તરોત્તર આગળ વધી સાકાર બની રહેશે એમાં શંકાને સ્થાન નથી. ધન્ય છે એ સૂરિવરને! ધન્ય છે પૂજ્યશ્રીની આગમસેવાને! (સંકલન : પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વર મહારાજના
વિનય શિષ્ય પૂ. મુનિશ્રી હર્ષસાગરજી મહારાજ.)
સંગઠનપ્રેમી; સૌજન્યશીલ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજ
સૌરાષ્ટ્રની ભૂમિ સર્વકાળે આધ્યાત્મિક ક્ષેત્રે અગ્રેસર રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાનું આદાિણ ગામ પૂજ્યશ્રીની જન્મભૂમિ હોવાનું ગૌરવ ધરાવે છે. પિતા તલકશીભાઈને કુળદીપક અને માતા મરઘાબેનના લાડકવાયા સૌથી નાના પુત્ર નટવરલાલને જન્મ સં. ૧૯૯૮ના માગશર વદ બીજને શનિવારે થયે હતે. પાંચ વર્ષની ઉંમરે વત્સલ પિતા ગુમાવ્યા પરંતુ ધર્મપ્રેમી પરિવારમાં બાળક નટવરલાલને ઉછેર થતે રહ્યો. તેમને સંસ્કારમૂતિ માસી ભૂરીબહેન (વઢવાણ) તરફથી પણ ઉત્તમ સંસ્કાર પ્રાપ્ત થયા. અને આગળ જતાં, માત્ર બાર વર્ષની લધુ વયે જ એ ગાઢ સંસ્કારો વૈરાગ્યભાવનામાં પરિણમ્યા. ધાર્મિક પ્રવૃત્તિઓમાં સવિશેષ રસ લેવા લાગ્યા. ધર્મગુરુઓ પાસે ધર્મશાને અભ્યાસ કરવા લાગ્યા. ભૌતિક સુખોમાંથી મન વિમુખ બનવા લાગ્યું. શાશ્વત સુખ પ્રાપ્ત કરવાની ઝંખના જાગી. જેમના કુટુંબમાંથી ૧૯ પુણ્યાત્માઓએ પ્રભુના પુનિત પંથે પ્રયાણ કર્યું છે એવા એ નટવરલાલે પણ એ જ સંયમજીવનના માર્ગે જવાને નિર્ણય કર્યો. ચરમ તીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના પ્રવજ્યાપંથે પ્રયાણ કરવા ઉત્સુક શ્રી નટવરલાલ ભટેવા પાર્શ્વનાથ ભગવાનના ચમત્કારિક તીર્થથી શોભતા ચાણસ્મા નગરમાં સવિશુદ્ધ સંયમધારી શાસનરત્ન ગણિવર્ય શ્રી દર્શનસાગરજી મહારાજ (સાંસારિક પક્ષે કાકા અને હાલ પૂ. આચાર્યશ્રી)ના પુનિત ચરણે પહોંચી ગયા. પૂ. સૌજન્યમૂર્તિ ગુરુદેવશ્રીના દર્શન અને વાણીથી તેમને મનમયૂર નાચી ઊડ્યો. પૂ. ગુરુદેવશ્રીને વંદન કરી પોતાની ભાવના જણાવી. પૂ. ગુરુદેવશ્રી વત્સલભાવે બોલ્યા કે, “સંયમ વિના મુક્તિ નથી. સમર્થ મા પમાય ” પૂ. ગુરુદેવશ્રીનાં વચનોથી નટવરલાલ ત્યાગવૈરાગ્ય માટે તત્પર બની ગયા. અને સં. ૨૦૧૨ના વૈશાખ વદ બીજના દિવસે ગુરુચરણે સંયમજીવનને સ્વીકાર કરી નટવરલાલ મુનિશ્રી નિત્યદયસાગરજી મહારાજ બન્યા.
દીક્ષા અંગીકાર કર્યા પછી પૂજ્યશ્રીને જીવનવિકાસ સંયમસાધનાના માર્ગે પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સુંદર રીતે થવા લાગે. સંસ્કૃત અને પ્રાકૃત પર પ્રભુત્વ મેળવી કર્મ, ન્યાય, કાવ્ય, વ્યાકરણ આદિ વિષયનું ગહન અધ્યયન કર્યું. તે સાથે પ્રકરણ, આગમ, કર્મશાસ્ત્ર આદિને અભ્યાસ કર્યો. જે તે વિષયના વિદ્વાને પાસે રહીને વિવિધ ધર્મશાનું
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org