________________
શ્રમણભગવંતો-૨
૧૭૧
મંત્ર બનાવ્યું. જ્ઞાન ધ્યાન અને આરાધનાના નિતનવા ગુણે વિકસાવતા ગયા. પિતાની આગવી બુદ્ધિપ્રતિભાએ સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, કાવ્ય આદિ ક્ષેત્રમાં ખૂબ જ વિકાસ સાધ્યો. કર્મ સાહિત્યના વિષયમાં તે અપૂર્વ વિદ્વત્તા પ્રાપ્ત કરી. સં. ૨૦૨૨માં ગણિપદ પ્રાપ્ત કરી શાસનપ્રભાવનાનાં કાર્યોમાં લીન હતા ત્યાં એક દિવસ ૧૪૪૪ ગ્રંથના રચયિતા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનું પેલું વાક્ય તેઓશ્રીની નજરે પડયું ! “દા ! ના જ દંતા નટુ ન હૂંતો વિનામો ” અને તેઓશ્રી ગહન વિચારમાં ડૂબી ગયા. જગવત્સલ તીર્થંકર પરમાત્માની અપાર કૃપા અને ગણધર ભગવંતે-પૂર્વધરે આદિ મહાત્માઓના અનેકાનેક પ્રયત્નોથી જ આ કાળે જિનશાસન જાજવલ્યમાન દેખાય છે. પૂજ્યપાદ સાગરજી મહારાજે પણ જિનશાસનના અણમોલ ખજાનાનું સુવ્યવસ્થિત સજન કર્યું, તેના સંરક્ષણ માટે આગમ મંદિર જેવા બેનમૂન શિપની જિનશાસનને ભેટ ધરવામાં આવી. ૪૫ આગમને મુદ્રિત કરી આગમરત્નમંજૂષા” રૂપે પ્રકાશિત કરી તથા અન્ય અનેક ધર્મગ્રંથોનું પ્રકાશન કરવાનું ભગીરથ કાર્ય કર્યું અને હું ? બસ, આ પ્રશ્ન પછી પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સમક્ષ પિતાની ભાવના જણાવી કે પિતાના નામ પ્રમાણે જિનશાસનની દોલતને સંરક્ષવા અને સંવર્ધવા જ જીવન સમર્પિત કરીશ. પૂ. ગુરુદેવશ્રી અત્યંત પ્રસન્ન થયા અને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા. સં. ૨૦૨૮માં સુરત–સ્થિત પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજની અનુમતિ અને આશીર્વાદથી પૂજ્યશ્રીએ શ્રતભક્તિ કરવા કાજે જિનાગમની સેવના કરવાને ભેખ લીધે. આજ પર્યત નવાં ૬ આગમમંદિર માટે ૪૫ મૂળ આગમની બે નકલ પિતાની નિશ્રામાં તૈયાર કરાવી. “આગમરત્નમંજૂષાનું પુનર્મુદ્રણ કરાવી, એકાગ્રતાપૂર્વક શ્રતભક્તિ કરતાં કરતાં ‘જિનાગમસેવી'નું હુલામણું નામ પ્રાપ્ત કર્યું ! )
સં. ૨૦૪૩માં પૂ. ગુરુદેવશ્રીની ઈચ્છા આચાર્ય પદ અર્પણ કરવાની થઈ. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં, પૂ. ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરી, અમદાવાદ–નારણપુરામાં વૈશાખ સુદ ને દિવસે પ્રથમ ઉપાધ્યાયપદે સ્થાપ્યા. ત્યાર પછી પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિને પૂજ્યશ્રીને બહુ અલ્પ સમય લાભ મળે. સં. ૨૦૪૩ના અષાઢ સુદ ૬ના દિવસે અમદાવાદ–આંબાવાડી મુકામે પૂજ્ય ગુરુદેવશ્રીને સ્વર્ગવાસ થતાં અસહ્ય આઘાત થયો. ૨૦૪૪ના ફાગણ વદ ૩ના દિવસે ગુરુ મંદિરની પ્રતિષ્ઠાવિધિ બાદ, પૂ. આ. શ્રી રામસૂરીશ્વરજી મહારાજ ડહેલાવાળા, પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ આદિની શુભ નિશ્રામાં અને શ્રમણ શ્રમણીવૃંદની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે શ્રી પરમ આનંદ છે. મૂ. જૈન સંઘ-પાલડી (અમદાવાદ)ના આંગણે મહામહેનત્સવપૂર્વક પૂજ્યશ્રીને આચાર્યપદવીથી અલંકૃત કરવામાં આવ્યા. આજે આયુષ્યના આઠમા દશકમાં પ્રવેશતા પૂજ્યશ્રી અવિરામ પુરુષાર્થથી આગમકાર્યોમાં જ પ્રવૃત્ત રહે છે. કેઈ એમના આ શ્રમ વિશે પૂછે તે હસતા મુખે ઉત્તર આપતા હોય છે કે, “આગમની સેવા તે મારે મન એક કલ્પવૃક્ષ છે. સતત એમાં વ્યસ્ત રહેવાને કારણે આંતર-મન અવર્ણનીય આનંદની અનુભૂતિ કરે છે!” આ શબ્દો એવી પ્રતીતિ કરાવે છે કે આવા મહાપુરુષોની શ્રત અને મૂક સેવા એ પણ જિનશાસન અને શણગાર છે ! ભારતવર્ષમાં છઠ્ઠા નંબરે અને મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ નિર્માણ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org