________________
શ્રમણભગવંતે-૨
૧૭૩
ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પૂજ્યશ્રીનું આવું વિશાળ અને ગહન જ્ઞાન જોઈને પૂ. ગુરુદેવશ્રી ખૂબ જ પ્રસન્ન થયા. પછી પૂજ્યશ્રીની એક જ ભાવના દઢ થતી ગઈ “સવિ જીવ કરું શાસનરસી.” સર્વ જી સંસારસમુદ્રને પાર કરી પરમાત્માના પંથે પ્રયાણ કરે એ જ ભાવના સેવી રહ્યા. જિનેશ્વર પરમાત્માના શાસનને પ્રચાર કરતાં તેઓશ્રી બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ પ્રદેશમાં સતત વિહરતા રહ્યા. ગામડે ગામડે અને શહેરે શહેરે ધર્મસંસ્કારોનું સિંચન કરતા રહ્યા. આજે દેશના ખૂણે ખૂણે સર્વ જૈનસંઘે પૂજ્યશ્રીનાં નામથી અને કામથી સુપરિચિત છે.
સંગઠન પ્રેમી” મુનિશ્રી નિત્યદયસાગરજી મહારાજ પૂ. ગુરુદેવશ્રી સાથે મરુધર પ્રદેશમાં પધાર્યા ત્યારે તે સમયે ગામડે ગામડે સંઘમાં ચાલતા કલેશે જઈને ખૂબ વ્યથિત થયા. સંઘ વચ્ચે એકતા અને આત્મીયતા સ્થપાય તે માટે કાર્ય કરવાની તમન્ના જાગી. પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના શુભ આશીર્વાદ મેળવી પીવાન્દી (રાજસ્થાન)માં અનેક વર્ષોથી કુસંપ ચાલતું હતું તે એક માસ પ્રયત્ન કરીને શાંતિનું સામ્રાજ્ય સ્થાપી અપૂર્વ શાસનપ્રભાવના કરી. ત્યાં ચાતુર્માસ સ્થિરતા કરી. શ્રી ઉપધાન તપ, શ્રી કેસરિયાજીને છરી પાલિત સંઘ, પ્રતિષ્ઠા અંજનશલાકા મહોત્સવ કરી અદ્ભુત શાસનપ્રભાવના કરી. પીવાન્દીનાં આઠ ગામમાં તેમ જ બૌડ, ગુંદેજ, તીખી, વડગામ, બુસી, લુણાવા અને બીજા ગામોમાં કેટલાંય વર્ષોથી વૈમનસ્યનાં જાળાં બાઝી ગયાં હતાં અને ઝગડાએ કેર્ટ સુધી પહોંચ્યા હતા. આ ઝગડાઓનું શમન જે અન્ય આચાર્ય દેવેથી થયું ન હતું તે કાર્ય મુનિવર શ્રી નિત્યદયસાગરજી મહારાજે અનેક ઉપસર્ગો અને અપમાનોને સમભાવે સહન કરીને પાર પાડ્યું. એવી જ રીતે, મુંબઈ કુર્લામાં ચાલતા ૧૪ વર્ષના વૈમનસ્યને દૂર કરીને શાંતિ સ્થાપી. ભાયખલા ડિલાઈટ રેડ પર ચાલતા કચ્છી અને મારવાડી વચ્ચેના વૈમનસ્યને દૂર કરને શાંતિ સ્થાપી. આમ, સંઘમાં એકતા અને આત્મીયતાનું વાતાવરણ સર્જનાર મુનિવરનું આ શાસનકાર્ય અનુપમ અને અનોખું છે. પૂજ્યશ્રી સતત પ્રવૃત્તિશીલ રહે છે. નિયમિત પ્રવચન અને અધ્યાપનનાં કાર્યો કરે છે. છતાં નિર્મોહી અને નિરહંકારી રહી બધે યશ ગુરુકૃપાને આપીને સાધુતાની ઉજજવળ મૂર્તિ સમા શોભે છે. પરમ તારક પૂ. ગુરુવર્ય આચાર્યદેવ શ્રી દર્શન સાગરસૂરીશ્વરજી મહારાજ સાથે ર૯ વર્ષના દીક્ષાપર્યાયમાં હજારો માઈલ પાદવિહાર કરીને જિનશાસનની વિજયપતાકા ફરકાવી છે. શ્રી મહાવીર પરમાત્માની અમૃતવાણી વહાવી છે. રાજસ્થાનમાં અનેક ગામમાં જિનાલયે, ઉપાશ્રયે, આયંબિલ શાળાઓને જીર્ણોદ્ધાર કરાવ્યો છે અને નવાં નિર્માણકાર્યો કર્યા છે. નૂતન જિનમંદિરની પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન તપ, ઉઘાપનની હારમાળા સર્જી છે. પૂજ્યશ્રીની શાસનસેવાથી પ્રભાવિત થઈ સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૧ને શુભ દિને ખુડાલા (રાજસ્થાન) મુકામે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. તે ધન્ય પ્રસંગે કામળીની બેલી ૨ લાખ ૩૧ હજારની થઈ એવા એ સંગઠનપ્રેમી સૂરિવરનું મહાન કાર્ય ઉત્તરોત્તર વિકાસમાન થાઓ અને એ માટે પૂજ્યશ્રી સુંદર સ્વાધ્ધ પ્રાપ્ત કરી અવિરત પ્રવૃત્તિશીલ રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણે વંદન!
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org