________________
શ્રમણભગવંતો-૨
૧૫
પિતાના સર્વ શક્તિ અને સમય સરાક સમાજના ઉદ્ધાર માટે સમર્પિત કર્યા છે. પૂજ્યશ્રી એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. શાસનદેવ એ માટે પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ પ્રદાન કરે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કે ટિશ વંદન !
(સંકલન : સાધ્વીશ્રી આત્મજયાશ્રીજી મહારાજ.)
નિખાલસ, નિઃસ્પૃહી; નિરભિમાની પૂ. આચાર્યશ્રી જિતેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ
સંતની ભૂમિ સૌરાષ્ટ્રના પ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામે ધર્મનિષ્ઠ પિતા ત્રિભવનદાસ અને મમતામયી માતા ચંચળબેનના ગૃહે સં. ૧૯૯૭ના પિષ સુદ ૩ને બુધવારે એક પુત્રરત્નને જન્મ થયે. માતાપિતાએ મનને સુખ આપનાર નામ પાડયું મનસુખલાલ. બાળપણથી જ દીક્ષાપરિવારમાં ઊછરતા મનસુખલાલને માતાએ એક ટકેર કરી અને ૨૦ વર્ષની યુવાન વયે મનસુખલાલે પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન તરીકે સંયમ સ્વીકારી મુનિ શ્રી જિતેન્દ્રસાગરજી મહારાજ નામ ધારણ કર્યું. સંસારનાં મિથ્યા સુખસગવડ છેડીને સાધનાના પંથે પદાપિત થયેલા પૂજ્ય મુનિશ્રી જિતેન્દ્રસાગરજી મહારાજ સ્વાધ્યાય-જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ–વૈયાવચ્ચમાં લીન બન્યા અને સ્વ-પર કલ્યાણની પ્રવૃત્તિઓમાં મગ્ન રહેવા લાગ્યા. પૂજ્યશ્રીના નિખાલસ અને નિરભિમાની વ્યક્તિત્વની છાપ અને પુણ્યાત્માઓને પ્રભાવિત કરતી રહી છે. તેઓશ્રીની પ્રભાવક શાસનપ્રભાવના, સંયમસાધના અને શિષ્યરત્ન પ્રિયવતા મુનિ શ્રી પુણ્યપાલસાગરજી મહારાજની હાદિક આરજૂ અને પ્રયત્ન થકી સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ને દિને પાલીતાણા શત્રુંજય મહાતીર્થની શીતળ છાયામાં પન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.
પચાસ-પચાસ વર્ષના સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી અને પુરુષાર્થથી અનેક ધર્મકાર્યો સુસંપન્ન થયાં છે. હાલમાં વિષમ પરિસ્થિતિમાં સાધર્મિક ભક્તિની તાતી જરૂર જણાતાં અનેક ભાવિકોને એ માટે પ્રેર્યા છે. તેઓશ્રીની પ્રેરણાથી સંઘયાત્રાઓ, દક્ષિાઓ-વડી દીક્ષાઓ, પ્રતિષ્ઠા-અંજનશલાકા, તપ-ઉત્સવ આદિ તે થતાં જ રહે છે, પણ એનાથી યે અધિકાં કાર્યો દ્વારા પૂજ્યશ્રીનું સંયમજીવન શોભી રહ્યું છે. પરાસલી તીર્થ નજીક આવેલ ઘસઈ ગામે પાંચા મહાજનને જૈન ધર્મ પમાડ્યો. મેવાડમાં કેસરિયાજીમાં ભીલનાં છાપરામાં રહીને તેઓને માદક પદાર્થોનાં વ્યસનમાંથી મુક્ત કરાવ્યા. કલકત્તામાં કેનિગ સ્ટ્રીટની પાઠશાળા શરૂ કરાવવામાં પાયાની ઈંટ બનીને કાર્ય કર્યું. આમ, અનેક સંઘના ઉત્થાન અથે સતત કાર્યશીલ રહેતા અને શાસનપ્રભાવનાનાં અનેક કાર્યોથી શોભતા પૂજ્યશ્રીને સં. ૨૦૪૭ના દિ. વૈશાખ સુદ ૧૧ને શુક્રવારે તા. ૨૪-૫–૯૧ના શુભ દિને ઊંઝાનગરીમાં વિશાળ ભાવિકેની ઉપસ્થિતિમાં મહામહોત્સવપૂર્વક પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંચપરમેષ્ઠીના તૃતીય પદ-આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂજ્યશ્રી આચાર્યદેવ શ્રી જિતેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ નિરામય દીર્ધાયુ પામી શાસનપ્રભાવના કરતા રહે એવી શાસનદેવને અભ્યર્થના ! તથા પૂજ્યશ્રીના ચરણે કેટ કેટિ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org