________________
૧૬ર
શાસનપ્રભાવક નિર્મોહી એકાંતપ્રિય અને ત્યાગી-તપસ્વી પૂ. આચાર્યશ્રી ચિદાનંદસાગરસૂરીશ્વરજી મહારાજ
સંયમરત્નની ખાણ જેવી પુણ્યભૂમિ, જ્યાં નવાંગી ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજ જમ્યા, જ્યાં વર્તમાનકાળમાં આગમના ઉદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરિજી મહારાજ જમ્યા, જ્યાં આગમપ્રભાકરના બિરુદને વરેલા રાષ્ટ્રમાન્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ જમ્યા તે પ્રભાવશાળી ભૂમિ કપડવંજમાં એક પુણ્યપ્રભાવી આત્માએ જન્મ લીધો. એ પવિત્ર આત્મા તે પૂ. આ. શ્રી ચિદાનંદસાગરસૂરિજી મહારાજ, સ્વ-પરના કલ્યાણવાંછુ આ મહાત્માએ સમજણભરી ઉંમરે જ સંયમને મહામૂલે માર્ગ અપનાવવા નિર્ણય લીધે. પિતાશ્રી તથા અન્ય કુટુંબીજનેની ઈચ્છા ન હોવા છતાં, પિતાના નિર્ણયમાં અડગ રહીને પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ૧૮ વર્ષની યુવાન વયે, સં. ૧૯૮૭ના અમદાવાદ નગરે દીક્ષા ગ્રહણ કરીને મુનિ શ્રી ચિદાનંદસાગરજી મહારાજ બનીને સંયમમાર્ગ પર પ્રયાણ કર્યું.
પૂજ્યશ્રી એકાંતપ્રિય પ્રકૃતિ ધરાવે છે. તેથી જ પૂજ્યશ્રીની આસપાસ શિષ્યપ્રશિષ્યની પ્રલંબ યાદી જોવા મળતી નથી. આજ સુધી તેઓશ્રી અખંડ અને અડગ સાધનાઆરાધનાના સ્વામી રહ્યા છે. આરંભમાં પૂજ્યશ્રીએ આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ પાસે રહી શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું. કતિ કે પ્રશસ્તિના વ્યાસેહથી આકર્ષાયા વગર શાંતિથી શાસનપ્રભાવના કરવી, એ જ માત્ર ધ્યેય રાખ્યું. ગુજ્ઞા મુજબ ચાતુર્માસ કર્યા. એક વખતે પિતાના સંયમમાર્ગને વિરોધ કરનારા પિતાના પિતાશ્રીએ પણ આગળ જતાં સંયમમાર્ગ અપનાવ્યું, અને દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી હિતસાગરજી મહારાજ તરીકે જાહેર થયા. તેઓશ્રીના સંયમજીવનમાં સહાયક બનીને અંત સમયની આરાધના પણ કરાવી અને તેઓશ્રીના આત્મકલ્યાણના નિમિત્તભૂત બનીને પિતૃઋણ અદા કર્યું. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજની પરંપરામાં પદપ્રદાનનું મહત્વ ઓછું હતું. છતાં પણ યોગ્યતા અને પર્યાયની સંવૃદ્ધિ પ્રમાણે પૂજ્યશ્રી સં. ૨૦૧૧માં કપડવંજમાં ગણિપદવી, સં. ૨૦૨માં સુરતમાં પંન્યાસપદવી અને સં. ૨૦૩૬માં વેજલપુરમાં આચાર્યપદથી પણ અલંકૃત થયા. ત્રીજા નંબરના ગચ્છાધિપતિના સ્થાને રહેલા પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ પછી પૂજ્યશ્રીના શિર પર સાગરસમુદાયના ગચ્છાધિપતિપદની જવાબદારી આવી પડી અને પૂજ્યશ્રીની ઇચ્છા ન હોવા છતાં એ સ્થાન સ્વીકારવું પડ્યું. આટલી મહાન પદવીએ બિરાજ્યા છતાં પૂજ્યશ્રીના જીવનમાં ક્યાંય મોટાઈ, અહંકાર અને આડંબરના દર્શન થતા નથી. જેમ સેનાની થાળી રણકાર કરતી નથી, તેમ આ પ્રશાંતમૂર્તિ અને એકાંતપ્રિય આચાર્ય દેવ પણ પ્રતિષ્ઠા કે નામના પાછળ દષ્ટિ કર્યા વગર શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરી રહ્યા છે અને યથારામગુણ જિન અને શાનંદના સમન્વય રૂપ અધ્યયન-અધ્યાપનની તપશ્ચર્યા દ્વારા આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. આવા તપમૂતિ આચાર્યદેવના દર્શન માત્રથી પુણ્યાત્માઓ ધન્ય બને છે! કટિ કોટિ વંદન હજે એ પુણ્યપ્રભાવી મહાત્માનાં ચરણોમાં ! [ સંકલન : મુનિશ્રી વિશ્વરત્નસાગરજી મહારાજ ]
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org