________________
૧૬૬
શાસનપ્રભાવક જોઈને જ નામ રાખવામાં આવ્યું બાલમુનિશ્રી સૂર્યોદયસાગરજી. દીક્ષા સમયે તેમણે પૂ. આગમ દ્વારકશ્રીના શિષ્ય તરીકે જ જાહેર થવાને આગ્રહ રાખે. પૂ. આનંદસાગરસૂરિના શિષ્ય તરીકે બેલવા કહ્યું તો પાટ નીચે ભરાઈ ગયા. જો કે પૂ. આગમોદ્ધારકશ્રી શિષ્ય જ ઘોષિત થયા. શ્રાવણ માસમાં મુંડનને બદલે લોચની ઈચ્છા દર્શાવી ત્યારે સૌ વિચારમાં પડી ગયા. આટલી નાની વયે લેકિયા કેટલી કષ્ટદાયક નીવડે ! છતાં હસતાં મુખે લેચ કરાવ્યા. એ જોઈને બીજા બે–ત્રણ નવદીક્ષિતિએ પણ હસતાં મુખે લોચ કરાવ્યું. બાલમુનિશ્રી સૂર્યોદયસાગરજી મહારાજ પહેલેથી આજ્ઞા અને વિનયની પાંખે વિહા ઇચ્છતા હતા. જ્ઞાનને એ અગિયારમે પ્રાણ માનતા હતા. પરિણામે દીક્ષા ગ્રહણ કરીને સત્તર વર્ષની વય સુધી અખંડ આરાધનામાં મગ્ન રહ્યા. કેઈ શ્રાવક-શ્રાવિકાને મળવાને બદલે કે સમારંભના મેળાવડામાં જવાને બદલે પુસ્તક, ગ્રંથાલય, ગુરુદેવ, અધ્યયન, પુનરાવર્તન એ જ તેઓશ્રીનું જીવન બની રહ્યું. સંસ્કૃતની સર્વ પરીક્ષાએ પ્રથમ નંબરે ઉત્તીર્ણ કરી. સંસ્કૃત અને પ્રાકૃતના ઉત્તમ વક્તા બન્યા. તત્ત્વજ્ઞાન, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિના પ્રકાંડ પંડિત બન્યા. હિન્દી, ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. અધ્યયન દરમિયાન પણ સતત ચિંતન-મનન કરવાની ટેવ પડી ગઈ. નમસ્કાર મહામંત્રના અજોડ ઉપાસક બન્યા. પરિણામે, આજે આગમ વિશેના અગાધ જ્ઞાન અને મંત્રમુગ્ધ વાણીવૈભવને લીધે તેઓશ્રી ભક્તવર્ગ અને ભાવુકવર્ગથી વીંટળાયેલા જ રહે છે ! પૂજ્યશ્રીની અમૃતવાણી એવી તો પ્રભાવશાળી છે કે શ્રોતાવર્ગને જુદી જ દુનિયાને અનુભવ કરાવે છે.
- જ્ઞાનની કિંમત જ્ઞાની સિવાય અન્ય કોણ કરી શકે? પૂજ્યશ્રીના ગુણગણને નિહાળીને પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી આદિ મહારાજેએ તેઓશ્રીને અનુક્રમે ગણિપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદ અને આચાર્ય પદથી વિભૂષિત કર્યા છે. તેમ છતાં, પૂજ્યશ્રીમાં મોટાઈ કે પ્રતિષ્ઠામહને અંશ પણ જોવા મળતા નથી. વિનમ્રભાવે શાસનપ્રભાવનાનાં કાર્યો કયે જાય છે અને એ જ લક્ષ્ય રાખી ગ્રામાનુગ્રામ વિચરતા રહે છે. તેઓશ્રીના વરદ હસ્તે અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા-ઉપધાન આદિ અનુષ્ઠાને ઊજવાયાં છે. હાલમાં પૂ. આગમ દ્વારકશ્રીનું ભવ્ય સ્મારક કપડવંજ મુકામે પૂજ્યશ્રીની નિશ્રામાં આકાર લઈ રહ્યું છે. પૂજ્યશ્રીના સંસારી કુટુંબીજને અને પરિવારના સભ્ય મળીને ૩૦ થી ૩૨ પુણ્યાત્માઓ પ્રત્રજ્યાના પુનિત પંથે પ્રયાણ કરી ચૂક્યા છે. પૂજ્યશ્રી અનેક શિષ્ય-પ્રશિષ્યના સમુદાયથી શોભી રહ્યા છે. તેઓશ્રીની આ પ્રચંડ પ્રતિભાના પ્રતાપે જિનશાસનના ગગનમંડળમાં જ્ઞાનજ્યોતિ પ્રકાશી રહ્યો છે. પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજ સાચે જ જ્ઞાન-તપ-આરાધનાના સૂર્ય સમા પ્રકાશી રહ્યા છે ! વંદન હજો એ ધન્ય ભેમિકાને ! વંદન હો એ પુણ્યવંતા પ્રભાવક આચાર્ય પ્રવરને!
(સંકલન : સાધ્વીશ્રી શુભદયાશ્રીજી મહારાજ.)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org