________________
૧૬o
શાસનપ્રભાવક
શ્રી ચતુર્વિધ સંઘના પરમ હિત-ચિંતક અને શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ
ગરવી ગુજરાતના ઝાલાવાડ જિલ્લાના પ્રાંગધ્રા પાસે ધોળી ગામ તે પૂજ્યશ્રીની જન્મભૂમિ. પિતાનું નામ પિતાંબરદાસ અને માતાનું નામ હરબેન. એમને ત્યાં સં. ૧૯૬૪ના વૈશાખ વદ ૭ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. બાળકનું નામ દેવચંદ ઉફે દેવશીભાઈ રાખ્યું. આખું કુટુંબ જેનધર્મના રંગે રંગાયેલું હતું. જેમ મેઘવર્ષોથી વનરાજી વિકસે તેમ શીલ અને સંસ્કારની વાર્તાઓ દ્વારા અને ધાર્મિક શિક્ષણ દ્વારા બાળક દેવચંદનું જીવન વિકસી રહ્યું. પૂર્વ ભવના સંસ્કારે લઈ આવેલા દેવચંદભાઈ ઉંમરલાયક થતાં, મળેલા માનવજીવનને સાર્થક કરવા, સંસારને ત્યાગ કરી પ્રત્રજ્યા લેવા ઝંખી રહ્યા હતા તેવામાં એક સુભગ ગ થયા. માલદ્ધારક શાસન સુભટ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજને પરિચય થયે. ઉપાધ્યાયશ્રીએ દેવચંદના મનને વૈરાગ્યના રંગે રંગી દીધું. દેવચંદભાઈ સંયમના અનુરાગી બન્યા. છ વિગઈને ત્યાગ કર્યો. ઘરના વડીલેને આ વાતની જાણ થતાં તેઓ આ કઠિન વ્રત છોડાવવા અતિ આગ્રહ કરવા લાગ્યા. જેથી દેવચંદભાઈના મનમાં મહામંથન ચાલ્યું. પ્રેમ અને પવિત્રતાની પ્રતિમા સમા આગમસમ્રાટ સૂરિપુંગવ શ્રી આગદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ તે સમયે ખંભાતમાં બિરાજમાન હતા. દેવચંદભાઈ ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને પૌષધ લીધે. સંસારનાં મૃગજળ સમાન, પરાધીન ક્ષણિક સુખને બદલે આત્માના સ્વાધીન, સહજ અને શાશ્વત આનંદને પ્રાપ્ત કરવાનો નિર્ણય લીધે. પૌષધવ્રતમાં એ પુણ્યપ્રભાવી મહાપુરુષને પરિચય પામીને દેવચંદભાઈનું હૃદય કેઈ અપૂર્વ આહૂલાદ અનુભવી રહ્યું. પૂ. ગુરુદેવે પણ આ તેજસ્વી રત્નને પારખી લીધું. સં. ૧૯૮૬ના જેઠ વદ ૧૪ના શુભ દિવસે ખંભાતમાં ૧૯ વર્ષની યુવાન વયે, પિતાના વડીલ બંધુ કાલીદાસ સાથે દીક્ષા થઈ. પૂ. ગુરુદેવે તેઓશ્રીને પિતાના વિદ્વાન શિષ્યરત્ન આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શાસનસુભટ ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્ય તરીકે સ્થાપન કર્યા અને નામ આપ્યું મુનિશ્રી દર્શનસાગરજી.
પૂજ્યશ્રીએ ૧૯ વર્ષની ઉંમરે સંયમની સાધનાને યજ્ઞ માંડ્યો. સંસ્કૃત–પ્રકૃત ભાષાના અધ્યયન સાથે ધાર્મિક અભ્યાસ વિશદ કર્યો. વિનય અને વૈયાવચ્ચ આદિના ગુણોથી સૌનો પ્રેમ સંપાદન કર્યો. સાધના વિના સિદ્ધિ નહિ, એ ન્યાયે પૂજ્યશ્રીએ શાસ્ત્રાભ્યાસ અવિરત ચાલુ રાખે અને જપ-તપની પણ અવિરત યાત્રા આરંભી. ઉપવાસથી વર્ષીતપ, છડૂથી અને અડૂમથી ન્યૂન વષીતપ અને અઢાર અઠ્ઠઈ તેમ જ વર્ધમાન તપની ૩૩ ઓળી સાથે બીજી ઉગ્ર તપશ્ચર્યા કરી. વળી આવી કઠોર તપશ્ચર્યાઓ કરતાં કરતાં માળવા અને મેવાડ જેવા વિષમ પ્રદેશમાં પૂ. ગુરુદેવ સાથે વિચરતા રહ્યા. તેઓશ્રીની આ દઢ સંયમરુચિ, વિદ્વત્તા, વિનય આદિ ગ્યતા જોઈને પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને સં. ૨૦૦૮ના કારતક વદ ૩ને રવિવારે પાલીતાણ-ખુશાલ ભવનમાં ગણિપદવી પ્રદાન કરી. તે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org