________________
શ્રમણભગવંતો-૨
૧૫૯ પ્રત્રજ્યા આપી શાસનને સુપ્રત કર્યા અને તદુપરાંત અનેક મુમુક્ષુઓને સંયમમાર્ગે દેય. પૂજ્યશ્રીની શાસનસેવાને અનુલક્ષીને પૂ. આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના આદેશાનુસાર ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી મણિયસાગરસૂરીશ્વરજી મહારાજે કરેલ ફરમાન મુજબ ચતુવિધ સંઘની વિશાળ સભામાં સુરતના શ્રીસંઘે શાસન કંટકેદ્વારક”ની પદવી અર્પણ કરવાની બુલંદ ઘેષણ કરી. પાલીતાણામાં પદવી-સમારંભ યે જવાનો નિર્ણય થયે. સં. ૨૦૦૭ના મહાવદ પાંચમે વયેવૃદ્ધ ચારિત્રપાદ મુનિશ્રી અમરસી મહારાજને વરદ હસ્તે પદવી અર્પણ થઈ. પૂજ્યશ્રીને સ. ૨૦૧૫માં પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજે ચાણસ્મા મુકામે મહા વદ ૧૩ને ગુરુવારે ગણિપત્ર આપ્યું. સં. ૨૦૨૨માં પાલીતાણામાં પૂ. આ. શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજે મહા વદ ૩ને શનિવારે ઉપાધ્યાયપદથી વિભૂષિત કર્યા. સં. ૨૦૨૯માં તળાજામાં માગશર સુદ બીજના સુપ્રભાતે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા.
- ત્યાર બાદ, તેઓશ્રી પિતાની દેખરેખ તળે રૂ. એક લાખને ખર્ચે તૈયાર કરાવેલા ભવ્ય “શાસન કંટકેદ્ધારક જ્ઞાનમંદિર” તથા જ્ઞાનવિકાસનાં અવશિષ્ટ રહેલાં કાર્યોની પૂર્ણાહુતિ અર્થે પિતાની જન્મભૂમિમાં પધાર્યા. ઠળિયાના શ્રીસંઘે અત્યંત પ્રેમાદરપૂર્વક પૂજ્યશ્રીનું સામૈયું કર્યું. અહીં એક માસની સ્થિરતામાં પૂજ્યશ્રીની તબિયત બરાબર હતી. ત્યાર બાદ બીમારી શરૂ થઈ સુજાણ ડોકટરે નિરુપાય રહ્યા. સતત ઉપાય ચાલુ હોવા છતાં શ્વાસને
વ્યાધિ વધતો ચાલે. જેમ જેમ વ્યાધિ વધતે ચાલે તેમ તેમ આચાર્યદેવ આત્મધ્યાનમાં વધુ ને વધુ દત્તચિત્ત બનતા ચાલ્યા. ચૈત્ર સુદ ૧૩ની રાતે સહુની સાથે સ્વસ્થતાથી વાતો કસ્તાં, ૩-૪ મિનિટે નશ્વર દેહને ત્યાગ કરી, સ્વર્ગગમન કર્યું. જેનસંઘેએ મહાન તિર્ધર ગુમાવ્યો ! પૂ. શાસનસ્તંભ આચાર્યદેવના નામને તેમ જ તેઓશ્રીનાં શાસનરક્ષાના કાર્યોને અમર બનાવવા માટે સ્વજન્મભૂમિમાં તૈયાર થઈ રહેલ સમાધિમંદિર તથા સંગેમરનારના શિલ્પકલાયુક્ત ગુરુમંદિરના નિર્માણ માટે શ્રીસંઘે છૂટે હાથે સદ્વ્યય કર્યો. કટિ કોટિ વંદન હશે એ શાસનના અજોડ સંરક્ષક સિંહપુરુષને!
| (સંકલન : પૂ. ઉપ૦ શ્રી દર્શનસાગરજી મહારાજ)
કોઈ
રિઝ પંજH |
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org