________________
શ્રમણભગવંતો-૨
૧પ૧ સુરતમાં શ્રી તામ્રપત્ર આગમ મંદિરમાં પાદશતાબ્દી મહોત્સવ પ્રસંગે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ૧૦ મુનિરાજોને ગણિપદ–પંન્યાસપદની પદવી અર્પણ કરવામાં આવી. સં. ૨૦૩૦માં લુણાવાડા શ્રીસંઘની ભાવપૂર્ણ વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રી ચાતુર્માસાથે લુણાવાડા પધાર્યા. ચાતુર્માસ વિવિધ આરાધનામય અને શાસનપ્રભાવનાપૂર્વક વીત્યું. પૂજ્યશ્રીનું સ્વાથ્ય એ સમયમાં નરમ રહેતું હતું. છતાં અપ્રમત્તપણે સ્વાધ્યાય અને અધ્યાપનની પ્રવૃત્તિઓ ચાલુ જ હતી. શ્રી લુણાવાડા સંઘની ભક્તિ–વૈયાવચ્ચ અપૂર્વ હતા. સં. ૨૦૩૧ના ચૈત્ર માસમાં પૂજ્યશ્રીનું સ્વાસ્થ વધુ નરમ બન્યું. ચૈત્ર વદ ૭ની રાત્રિ ખૂબ અશાતામાં પણ સમતાપૂર્વક નવકારમંત્રના શ્રવણ
સ્મરણ સાથે વિતાવી. ચૈત્ર વદ ૮ની ઉષાએ અનેક સ્થળોએથી ભાવિકે શાતા પૂછવા આવવા લાગ્યા. નમસ્કાર મંત્રના જાપ ચાલુ જ હતા. પૂજ્યશ્રી સંઘની વિદાય માગતા હોય તેમ ક્ષમાયાચના માગી; અને સવારના ૧૦ ને ૧ મિનિટે પૂજ્યશ્રીએ નશ્વર દેહનો ત્યાગ કરી સ્વર્ગગમન કર્યું. પૂજ્યપાદ આગમ દ્વારકશ્રીના સ્વર્ગગમન પછી ૨૫ વર્ષ સુધી સાગરગચ્છનું નાયકપદ જવાબદારીપૂર્વક અને કુશળતાપૂર્વક સંભાળી, અને સ્વસમુદાયના ૧૫૦ ઉપરાંત સાધુમહારાજ તથા ૪૦૦ ઉપરાંત સાધ્વીજીમહારાજેને સંયમજીવનની સાધનામાં રૂડી રીતે આવૃત્ત અને પ્રવૃત્ત રાખી, પૂજ્યશ્રી સ્વસમુદાયનું સફળ નેતૃત્વ કરવા સાથે ભવ્ય શાસનપ્રભાવના કરી ગયા. એવા એ મહાન ગચ્છાધિપતિ પૂજ્યવરને કે ટિ કોટિ વંદન!
(સંકલન : “જૈન” પત્રના તા. ૧૭-પ-૭૫ના અંકમાંથી સાભાર)
સિદ્ધચક્રારાધન તીર્થોદ્ધારક, માલવદેશદ્ધારક અને
શ્રી વર્ધમાન આયંબિલ તપના પ્રખર પ્રસારક
પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી વર્ધમાન આયંબિલ તપ અને શાશ્વતી શ્રી નવપદજી ઓળીની આરાધનાના પ્રસારક તરીકે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા હતા. પૂજ્યશ્રીને જન્મ અમદાવાદ દેશીવાડાની પિળમાં કૂવાવાળા ખાંચામાં શેઠશ્રી જેશીંગભાઈ પટવાને ઘેર સુશ્રાવિકા પ્રધાન બેનની કુક્ષિએ સં. ૧૯૪૦ના કાતિક સુદ ૧૧ના મંગલ દિને થયું હતું. સંસારી નામ ચીમનભાઈ હતું. તેઓ નાનપણથી ધાર્મિક અભ્યાસમાં ઘણી રુચિ દાખવતા હતા. પ. પૂ. આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજના નિકટ પરિચયમાં આવી તેઓશ્રી ધર્મક્રિયામાં તત્વજ્ઞ આરાધક તરીકે અત્યંત જાણીતા બન્યા. ધર્માભ્યાસ સાથે જપ-તપમાં પણ વધુ રસ દાખવવા માંડ્યા. ત્યાં ગ્ય વયે, માતાપિતાના આગ્રહથી તેમનાં લગ્ન ફૂલીબહેન સાથે કરવામાં આવ્યાં. તે વખતના લેકમાનસને માન આપી તેઓશ્રી મુંબઈમાં શેઠશ્રી નગીનદાસ કરમચંદની પેઢીમાં ધર્મ સાથે અર્થોપાર્જનના પ્રશ્નને હલ કરવા જોડાયા હતા. સંસારમાં પડ્યા છતાં ધર્મભાવના એવી જ પ્રબળ અને કાર્યરત હતી. તેઓ વર્ધમાનતપની ઓળીની સળંગ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org