________________
૧૪
શાસનપ્રભાવક
અને સં. ૨૦૦૭ના મહા સુદ ત્રયેાદશીને દિવસે પૂ. આ. ગચ્છાધિપતિ શ્રી માણિકથસાગરજી મહારાજના વરદ હસ્તે સુરતમાં આચાય પદે આરૂઢ થયા.
પૂજ્યશ્રીએ પૂ. આગમાદ્ધારકશ્રીનાં આગમેા પરનાં પ્રવચને પોતે ઉતારી, પ્રેસ કોપીએ તૈયાર કરીને શ્રેણીબદ્ધ રીતે, ભાગ ૧-૨-૩-૪-૫ રૂપે છપાવી લોકો પર મહાન ઉપકાર કર્યાં. ઉપરાંત, ‘ સિદ્ધચક્ર ’ માસિકમાં પૂ. ગુરુદેવનાં વ્યાખ્યાને છપાતાં; તે મટે ભાગે તેઓશ્રીએ કરેલાં અવતરણાને આધારે જ હતાં. તદુપરાંત, શ્રી ભગવતીજીનાં આઠમા શતકનાં વ્યાખ્યાના, ઉપદેશમાલાની દોઘટ્ટી ટીકાની પ્રેસ કોંપી, જૂની હસ્તલિખિત પ્રતિનુ યથાશકથ સંશાધન, પૂ. શ્રી વિમલસૂરિજી રચિત ‘ ૫૩મચિરય ', જૈન મહારામાયણના અક્ષરશઃ ગુજરાતી અનુવાદ તેમ જ અનેક ધર્મગ્રંથાના અનુવાદ તૈયાર કરીને છપાવ્યા. શ્રી હરિભદ્રાચાય રચિત પ્રાકૃત ઉપદેશક મહાગ્રંથના અનુવાદ તથા શ્રી રત્નપ્રભસૂરિષ્કૃત ટીકા અને ૧૪૦૦ ક્ષેાકપ્રમાણ પ્રાકૃત ઉપદેશમાળાનો અનુવાદ તેમ જ માનિશીથ શ્રુતસ્કંધના અનુવાદ અને પૂર્વાચા કૃત અંતિમ સાધના તથા સાધુસાધ્વીઓનાં ક્રિયાસૂત્ર વગેરે છપાવીને પ્રસિદ્ધ કર્યાં. કપડવ’જમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા, મેાતીશા શેઠની ટૂંકમાં અને પાલીતાણામાં આગમમ`દિરના સિદ્ધચક્ર-ગણધર મંદિરના ભૂમિગૃહમાં અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. આરીસા ભુવનમાં પ્રતિષ્ઠામહેાત્સવ કરાવ્યેા. સાગરસમુદાયનાં લગભગ ૫૦૦ સાધુ–સાધ્વીજીએના નાયક, વમાન ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજે ભવ્ય ભગીરથ પ્રયત્નો દ્વારા કઠિન ગ્રં’થાના અનુવાદ પ્રસિદ્ધ કરીને જૈનસમાજ પર ઘણા જ ઉપકાર કર્યાં છે. પૂજ્યશ્રી સં ૨૦૩૭ના આસે। સુદ ૮ને દિવસે કાળધમ પામ્યા. પણ તેઓશ્રીનાં ધર્મગ્રંથેનાં પ્રકાશનનાં અક્ષયકાર્યું અમરત્વને પ્રાપ્ત કરી ચૂકયાં ! એવા એ પરમ શાસનપ્રભાવક આચાર્ય શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજને કેકિટ કિટ વંદના !
૩૦૦થી વધારે ભવ્યાત્માએન! ચારિત્ર-પથપ્રદર્શક અને શાસનના શણગારરૂપ એવા
પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ
ગરવી ગુજરાતની તીર્થભૂમિ તરીકે વિખ્યાત અનેલ મહેસાણા જિલ્લાની પુણ્યધરા પર અને ગગનચુખી જિનાલયેાથી શે।ભતી નગરી વીસનગરમાં શ્રી કલ્યાણુ પાર્શ્વનાથ ભગવંતના નિત્ય ઉપાસક શ્રાદ્ધવર્ય શ્રીયુત્ ગગલભાઈનાં પરોપકારપરાયણ ધર્મ પત્ની મેાતીબહેનની કુક્ષિએ સ. ૧૯૬૦ના ભાદરવા સુદ ૮ના શુભ દિવસે શાસનના ભાવિ હીરલાએ જન્મ લીધે, · પુત્રનાં લક્ષણ પારણામાંથી ' એ ન્યાયે માતાપિતાએ નામ પાડ્યુ. ડાહ્યાભાઇ. ડાહ્યાભાઈ એ બાલ્યકાળમાં જ માતાપિતાના સંસ્કારો અને પૂર્વ ભવની આરાધનાના બળે, પોતાનાં વડીલ ભાઈ–બહેન
,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org