________________
શાસનપ્રભાવક
૧૩૮ વિદયીતસાગરજી, મુનિશ્રી વિદ્યોદયકીર્તિસાગરજી અને બાલમુનિશ્રી પદયકીર્તિસાગરજી શોભી રહ્યા છે. એવા પૂજ્ય આચાર્ય દેવ શ્રી મનહરકીર્તિ સાગરસૂરિજી મહારાજ ગુરુભગવંતની આજ્ઞાને શિરોધાર્ય કરતાં કરતાં ભવ્ય શાસનપ્રભાવના કરતા રહે એ જ અભ્યર્થના ! તથા એ શાસનપ્રભાવના માટે પૂજ્યવરને નિરામય સુદીર્ઘ આયુષ્ય બક્ષવાની શાસનદેવ કૃપા કરે એ જ પ્રાર્થના !
પરમ ગુરૂભક્ત, મહાતપસ્વી, સમર્થ સાહિત્યસેવી; પૂ. આચાર્યશ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજ
સ્નેહ અને સૌજન્યથી શુભતા પૂજ્ય આચાર્યદેવશ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજને મળીએ ત્યારે સાચા અર્થમાં એક શ્રમણ સંતને મળ્યાને સહજ આનંદ થાય છે. આજે લગભગ ૭૦ વર્ષની વયે સંયમ, તપ અને જ્ઞાનની સાધનામાં સતત કાર્યરત જીવન ગાળે છે. ગુરુભક્તિ અને શાસનપ્રભાવનાની ભાવના પૂજ્યશ્રીના અણુએ અણુમાં વસેલી છે. તેઓશ્રીની અનન્ય ગુરુભક્તિ પિતાને પ્રદાદા ગુરુદેવ યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રત્યે જોવા મળે છે. ભારતભરમાં ગનિષ્ઠ આચાર્યશ્રીના હુલામણા નામે સુપ્રસિદ્ધ એવા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજને તેઓશ્રીએ જોયા નથી, છતાં આશ્ચર્યની વાત છે કે તેઓશ્રીને ભક્તિભાવ પ્રદાદા પ્રત્યે અપ્રતિમ છે. પરિણામે, તેઓશ્રીને અનેક આશ્ચર્યજનક અનુભૂતિ થઈ છે અને એ અનુભૂતિથી ગુરુભક્તિભાવમાં વધારે થતો રહ્યો છે.
ભાવનગર જિલ્લાના થોરડી ગામે જન્મેલા પૂજ્યશ્રીએ સં. ૨૦૦૪માં પૂ. આચાર્યશ્રી કીતિસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મુંબઈગેડીજીમાં દીક્ષા ગ્રહણ કરી અને પૂજ્ય અનુગાચાર્ય પંન્યાસ પ્રવર શ્રી મહોદયસાગરજી મહારાજના શિષ્ય તરીકે જાહેર થયા. પૂજ્યશ્રીના પિતાનું નામ દુર્લભદાસ અને માતાનું નામ અજવાળીબેન હતું. બાળપણથી ધર્મના સંસ્કારો પ્રાપ્ત થતાં અને તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં તેમણે, સમય થાય અને આ પાકે તેમ, યુવાનવયે દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યા બાદ, તુર્ત જ એક આશ્ચર્યકારી બનાવ બન્ય. તેઓશ્રીને અગાઉ પથરીનું દર્દ હતું તે વધ્યું. દર્દીની કારમી પીડા દરમિયાન શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનું સતત સ્મરણ કરતા રહ્યા અને એમ ને એમ ગુરુભક્તિભાવમાં જ ઓતપ્રેત રહેવા લાગ્યા અને દર્દ ચાલ્યું ગયું. તેમને ગુરુભક્તિ તો કરવી હતી જ, પણ કેવી રીતે કરવી તેને માર્ગ મળતું ન હતું. એવામાં મુંબઈના અગ્રણી, અનન્ય ગુરુભક્ત, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના મંત્રી શ્રી મણિલાલ પાદરાકરે વિનંતી કરી કે ગુરુ મહારાજનું ઘણું સાહિત્ય હજી અપ્રગટ પડયું છે, તેને પ્રગટ કરવા માટે વિશાળ જમા કરવાની જરૂર છે. આ વિનંતી પૂ. આચાર્યશ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજને એવી તે હૃદયસ્પર્શી લાગી કે તે પળથી જ તેમણે દાદા ગુરુમહારાજના અપ્રગટ તેમ જ પ્રગટ પણ અપ્રાપ્ય એવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું આવ્યું. તે પુરુષાર્થના પરિણામ રૂપે સુઘડ રીતે મુદ્રિત થયેલા અને અત્યંત લેકપ્રિય નીવડેલા ત્રીસેક ગ્રંથ આજે સમાજમાં ઠેર ઠેર વંચાતા જોવા મળે છે. ગુરુભક્તિથી પ્રેરાઈને,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org