________________
૧૪૦
શાસનપ્રભાવ
ગુરુદેવશ્રી સાથે રહીને તેઓશ્રીની શાસનસેવામાં સહભાગી બન્યા. પ્રભુભક્તિ અને ગુરુભક્તિ પૂજ્યશ્રીના જીવનમંત્રે છે. સં. ૨૦૨૮માં મહેસાણા મુકામે પૂજ્યશ્રીને ગણિપદ અર્પણ થયું અને અમદાવાદ મુકામે પંન્યાસપદ અપણને મહત્સવ ઊજવાય. સં. ૨૦૩રમાં જામનગર મુકામે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. મહેસાણાના પ્રસિદ્ધ શ્રી સીમંઘરસ્વામી જિનાલયના નિર્માણ અને વિકાસમાં તેઓશ્રીની પ્રેરણા મેંધપાત્ર છે. પ. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના હાદિક આશીર્વાદથી દક્ષિણ ગુજરાતના ભીલાડ સ્ટેશન નજીક નંદિ ગામે શ્રી ઓસિયાજીનગર મહાતીર્થ આકાર લઈ રહ્યું છે જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ ઉપર મુંબઈ જતાં જમણી બાજુએ છે. પ્રસ્તુત મહાતીર્થનું નિર્માણ પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા.ના માર્ગદર્શન અનુસાર ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી ગુજરાતના સીમાડે આ એક નવું તીર્થ આકાર લઈ રહ્યું છે, જે ભવ્યાતિભવ્ય મહાતીર્થ બની રહેશે. તેઓશ્રી શાસનપ્રભાવનાનાં કાર્યોમાં સતત પ્રવૃત્ત છે તેમ શાસ્ત્રસિદ્ધાંતના નીતિનિયમમાં પણ જાગૃત અને આગ્રહી છે. ગુરુભક્તિમાં લીન, ગુરુપ્રેરિત કાર્યોમાં કાર્યરત, એકનિષ્ઠ સ્વભાવવાળા અને મંગલકારી પ્રવચનોથી સૌને પ્રભાવિત કરતાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ દીર્ઘકાળ શાસનપ્રભાવનાનાં કાર્યો કરતા રહો એ જ પ્રાર્થના! શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુષ્ય બક્ષે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણમાં કેટિ કોટિ વંદના !
સરળ-શાંત-ભદ્રિક અને તપોમૂર્તિ પૂ. આચાર્યશ્રી ભદ્રબાહસાગરસૂરીશ્વરજી મહારાજ
ગુજરાતમાં ચરોતરની ભૂમિ રમણીય છે. આ ભૂમિમાં પૂજ્ય ઉદયરત્ન ગણિ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી વિભૂતિઓ જન્મી છે. આ ભૂમિમાં આણંદ પાસે બેડવા ગામ છે. એ ગામમાં ભીખાભાઈ ગુલાબચંદ અને તેમનાં ધર્મપ્રેમી પત્ની જાસૂદબેન રહે. તેઓને આઠ સંતાનોને પરિવાર હતું, જેમાં સં. ૧૯૭૪ ના કારતક સુદ પાંચમે સોમવારે એક પુત્રરત્નને જન્મ થયે હતો, જે આપણું ચરિત્રનાયક, તેમનું નામ ભગુભાઈ પાડવામાં આવ્યું હતું. ભગુભાઈ એ નિશાળે બેસી મેટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું. ત્યાં નાનાભાઈ ચંદુને સ્વર્ગવાસ થતાં તેમને કારમો આઘાત લાગે. સંસારની અસારતા ઊભરાઈ ઊઠી, વૈરાગ્યભાવના પ્રજ્વલિત થઈ ઊઠી. એવામાં મેસાળ બોરસદમાં બિરાજમાન મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજના ઉપદેશે તેમની જીવનદષ્ટિ બદલી નાખી. ત્યાગ-વૈરાગ્યની ભાવનાને પુષ્ટિ આપી. દીક્ષા લેવાની ભાવના પ્રબળ બની. એની તૈયારી રૂપે ધાર્મિક અભ્યાસ અર્થે મહેસાણુ યશોવિજયજી જૈન પાઠશાળામાં જોડાયા. પૂ. દાદાગુરુ “ગનિષ્ઠ આચાર્યશ્રીને જે પાઠશાળાએ સંયમજીવન માટે સજજ કર્યા હતા તે પાઠશાળામાં તેઓ જીવવિચાર, નવતત્વ, દંડક, લધુસંગ્રહણી આદિના અભ્યાસ સાથે તેમ જ ઉપધાન આદિ તપશ્ચર્યાઓ સાથે સજ્જ બન્યા. એમાં મુનિશ્રી તિલકવિજયજી અને શ્રી બુદ્ધિવિજ્યજી મહારાજને પ્રત્યક્ષ પ્રતિબોધ પ્રાપ્ત થયે. પિતે દીક્ષા માટે તૈયાર હતા, પણ માતાપિતા તરફથી અનુમતિ નહિ મળતાં, કહ્યા વગર ભગુભાઈ મુનિશ્રી બુદ્ધિવિજયજી પાસે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org