________________
શાસનપ્રભાવક
ગ્રંથની રચના કરી. જેમાં, શ્રી સિદ્ધહેમ–સરસ્વતી, લક્ષણવિલાસવૃત્તિ, સધિવિનોદપંચદશી, નિહૂનવવાદ, નયવાદ, આત્મવાદ, દ્રવ્યાનુયેગની મહત્તા આદિ ન્યાય અને દર્શનના ગ્રંથ છે. ઈન્દુદ્દતટીકા, સાહિત્યશિક્ષામંજરી, મયૂરદૂતમ, શ્રી નેમિસ્તવ, શ્રી વર્ધમાન મહાવરાષ્ટકમ, સતીસૂક્ત છેડષિકા, આત્મબોધપંચવિંશતિકા, પંચપરમેષ્ઠિ ગુણમાલા આદિ સંસ્કૃત કાવ્યસાહિત્યના ગ્રંથ છે. પરમાત્મ–સંગીતરસ–સ્રોતસ્વિની, શ્રી આદિજિન પંચકલ્યાણક પૂજા, વિચારસૌરભ, સ્વાધ્યાય-રત્નાવલિ, હિતશિક્ષાછત્રીસી, શંબલ, વિમર્શ, ઉન્મેષ, દર્શન, દર્પણ, માંડવગઢની મહત્તા, સજજનશતક આદિ ગુજરાતી ગ્રંથ છે. અર્ધશત પ્રકાશિત ગ્રંથ છે, તે એટલા જ અપ્રગટ ગ્રંથે પ્રગટ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. એમાં આઠ મરણની પાદપૂતિના પ્રકાશથી તે પૂજ્યશ્રીની અપ્રતિમ પ્રતિભા પરિચય મળી રહે છે. આમ, સતત વિહાર અને અનેક પ્રકારનાં ધર્મકાર્યો વચ્ચે પણ તેઓશ્રીએ દર્શન સાહિત્યનાં આ અગણિત ગ્રંથો લખીને આશ્ચર્ય ખડું કર્યું છે !
દક્ષા થઈ ત્યારે માત્ર ૧૩ વર્ષના બાળમુનિ શ્રી ધુરંધરવિજ્યજી મહારાજમાં કઈ વિશેષતા દેખાતી નહોતી. એકવડે બાંધે, ઘઉંવર્ણ સામાન્ય શરીર, સાવ મિતભાષી અને એકાકી પ્રકૃતિને લીધે સામાન્ય છાપ પડતી હતી. પરંતુ પૂજ્યપાદ ગુરુદેવશ્રીને સહવાસ અને અન્ય આચાર્યદેવ પાસેથી માર્ગદર્શન પામીને સત્તરમા વર્ષે તે એક પ્રભાવશાળી મુનિવર તરીકે સમગ્ર સમુદાય પર અનોખી છાપ અંકિત કરી આપી. એ છાપ ઉત્તરોત્તર વિકસતી ચાલી. પૂજ્યશ્રીએ કરેલાં ગુજરાત–મુંબઈનાં મુખ્ય શહેરનાં ૪૬ ચાતુર્માસ એના જીવતાંજાગતાં પ્રમાણપત્ર છે કે તેઓશ્રીની ઉપસ્થિતિ હોય ત્યાં મહામહેસવપૂર્વક અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાપન, સંઘયાત્રા આદિને અનેકાનેક ઉત્સવ ઊજવાયા જ હેય. આવી અપૂર્વ શાસનપ્રભાવનાના ફળસ્વરૂપ પૂજ્યશ્રીને સં. ૨૦૦૭ના કારતક વદ ૬ને દિવસે ગણિપદવી અને વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ને દિવસે પંન્યાસપદવી અર્પણ કરવામાં આવી. વિરલ એ ભવ્ય ઉત્સવ મુંબઈ મુકામે સં. ૨૦૨૧ના મહા સુદ 8ને સોમવારે ઊજવાયું હતું, જ્યારે પૂજ્યશ્રીને આચાર્યપદથી અલંકૃત કરવાનું ફરમાન શાસનશણગાર, ગીતાર્થગણમુકુટમણિ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજે અને પરમ શાસનપ્રભાવક જ્યોતિષશાસ્ત્ર પારંગત પૂજ્યપાદ આચાર્યશ્રી વિજ્યનંદનસૂરીશ્વરજી મહારાજે કર્યું. દસ દિવસ ચાલેલા આ મહોત્સવમાં અનેક પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. વિશાળ સંખ્યામાં જૈન અને જૈનેતર મહાનુભાવોએ હાજરી આપી હતી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીથી માંડીને અનેક મહાપુરુષોએ પૂજ્યશ્રીને અભિવાદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભારતભરના વિશિષ્ટ વિદ્વાનોએ અભિનવ આચાર્યશ્રીને ૧. વ્યાકરણવિદ્યાવારિધિ, ૨. સિદ્ધાંતભારતી, ૩. દર્શનચિંતામણિ, ૪. કવિશિરોમણિ અને પ. જાતિવિદિનમણિ જેવી ઉપાધિઓથી નવાજ્યા હતા.
આચાર્યદેવના જીવનક્રમમાં સહજ બની ગયેલાં સામાન્ય કાર્યો તે પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં જ રહેતાં હતાં. પરંતુ યથાના ધુરંધર કાર્ય ન થાય તે નામ દીપે નહીં. એવાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org