________________
શ્રમણભગવંતે-૨
૧૦૫ જમ્બર લેકચાહના મેળવી શક્યા છે. લેકો આજે આયવચનવંતને પ્રત્યેક બોલ ઝીલી લેવા સદાય હોંશપૂર્વક તૈયાર રહે છે.
શાસનદીપક આચાર્યશ્રી : પૂજ્યશ્રીમાં અનેકવિધ આત્મશક્તિ નિહાળી સં. ૨૦૧૧માં પૂનામાં. ગણિપદ, ઘાટકોપર-મુંબઈમાં પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. તે દરમિયાન ઉપધાન, દીક્ષા, પ્રતિષ્ઠા, સામૂહિક તપશ્ચર્યાઓ આદિ ધર્મકાર્યો વિપુલ સંખ્યામાં થયાં. વિવિધ શાસનપ્રભાવનાથી વિવિધ પ્રવૃત્તિઓ કરવાની વિશિષ્ટ શક્તિથી જુદાં જુદાં ગામ-શહેરમાં ચાતુર્માસ તથા શેષ કાળમાં શાસનપ્રભાવના કરતા જ રહ્યા છે. તેઓશ્રી જ્યાં વિરાજમાન હોય ત્યાં એથે આરે વતે એવી લોકવાયકા પ્રસિદ્ધ થઈ ! સં. ૨૦૨૪ના પિષ વદ ૬ને દિવસે જન્મભૂમિ સુરતમાં તેઓશ્રીને ઉપાધ્યાયપદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યાર બાદ શાસનનાં અનેકવિધ કાર્યો કરવાની તેઓશ્રીની અમેઘ શક્તિને જાણીને, સૂરિપદ માટેની પ્રૌઢતા અને યેગ્યતા જાણીને સં. ૨૦૨૦ના માગશર સુદ બીજને શુભ દિને સુરેન્દ્રનગર મુકામે આચાર્યપદે વિરાજિત કરવામાં આવ્યા.
સંયમીના પગલે પગલે તેઓશ્રીએ સંયમ સ્વીકારતાં જ તેઓશ્રીના સંસારસંબંધીઓમાં સંયમ સ્વીકારવાને સ્ત્રોત શરૂ થયું. તેઓશ્રીના પગલે પગલે તેમના સંસારી વડીલબંધુ શ્રી અમરચંદભાઈ તે મુનિશ્રી અશોકચંદ્રવિજયજી, સં. ૨૦૦૭માં સંસારી પિતા શ્રી ચીમનભાઈ તે સ્વ. મુનિશ્રી પ્રસન્નચંદ્રવિજયજી, સં. ૨૦૧૪માં સંસારી વડીલબંધુ શ્રી શાંતિભાઈના સુપુત્ર હેમંતકુમાર તે હાલ મુનિશ્રી સેમચંદ્રવિજયજી સં. ૨૦૨૫માં સંસારી વડીલબંધુ શ્રી શાંતિભાઈની સુપુત્રી કુ. નયનાબહેન તે હાલ સાધ્વીશ્રી યશસ્વિનીશ્રી તરીકે ચારિત્ર્યધારી બન્યાં.
પૂ. આચાર્યશ્રી હસ્ત મહત્ત્વનાં શાસનકાર્યો: પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અનેક સ્થાનેએ અંજનશલાકા–પ્રતિષ્ઠાના મહા પ્રભાવનાપૂર્વક ઊજવાયા છે જેમાં મુંબઈ–માટુંગા, મુલુન્ડ, પાટી, જોગેશ્વરી, વાલકેશ્વર (આદીશ્વર), બાબુલનાથ, ભાયખલા, અમદાવાદ–સાબરમતી, પાંજરાપોળ, ગિરધરનગર, સોમેશ્વરા કેપ્લેકસ (સેટેલાઈટ રેડ), સુરત-શાહપુર, રાંદેર રેડ, સૂરજમંડન પાર્શ્વનાથ; ભાવનગર-દાદાસાહેબ તેમ જ નાગેશ્વર તીર્થ, ગઢ (બનાસકાંઠા), સુરેન્દ્રનગર શ્રી વાસુપૂજ્ય સ્વામી શતાબ્દી મહોત્સવ, અમરેલી, પાલીતાણા–જિનહરિવિહાર, આરિલાભવન, ધર્મશાંતિ આરાધના ભવન, ૧૦૮ સવસરણ મહાવીર સ્વામી જિનપ્રસાદ અને પીપરલા–કીર્તિધામ વગેરે કુલ ૨૫ અંજનશલાકા અને ૧૨૫ ઉપરાંત નાનીમોટી પ્રતિષ્ઠા કરાવેલ છે. એવા મહાન શાસનપ્રભાવક સાધુવરને કેટિશ: વંદન!
भा. भी कैलाससागर सूरि ज्ञान FM શ્રી મહાવીર કૌન મારાથના કેન્દ્ર, શનિ,
શ્ર. ૧૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org